દિલ્હીની પાવર ગેઈમના કાળા પડછાયાંમાં આકાર લેતી આ વેબ સિરિઝના તમામ મુખ્ય પાત્રો મહિલાના છે
પાવર સરકીટ અને પાવર ગેમના હિસ્સા બનવું, એ ખરેખર તો વાઘની સવારી સમાન સાહસ જ છે. લગામ કે કંટ્રોલ હાથમાં ન રહે તેમ છતાં અસવાર બેઠક બદલવા માટે ઉતરી શક્તો નથી અને દુશ્મન, સંઘર્ષ, સૂર, કરીબ કરીબ સિંગલ જેવી જુદી તરેહની ફિલ્મો આપનારાં તનુજા ચાંની હશ હશ વેબસિરિઝ આ જ પદાર્થ પાઠનો બોધ છે. તનુજા ચાં આમ પણ મહિલાઓને ફોક્સ કરીને ફિલ્મો વધુ બનાવી ચૂક્યા છે એટલે હશ હશ (અર્થ થાય છે : નિતાંત ગુપ્ત) વેબ સિરિઝમાં દિલ્હીની પાવર માર્કેટની જ વાત હોવા છતાં તમામ મુખ્ય પાત્રો તેણે મહિલાઓના રાખ્યાં છે. અલબત્ત, હશ હશ મર્ડર મિસ્ટ્રરી જ છે પણ… એ મર્ડર મિસ્ટરીના ઉખડતાં જતાં પડળ તમને ચોંકાવતા રહે છે. દિલ્હીની હાઈપ્રોફાઈલ અને વયસ્ક ચાર મહિલાઓ આસપાસ હશ હશની વાર્તા ઘુમરાય છે. ઈશી સંધમિત્રા (જુહી ચાવલા) દિલ્હીની પાવર ગેમનો એક હિસ્સો છે અને અઢળક રૂપિયા બનાવી ચૂકી છે. તેની એક મિત્ર ઝાયરા (શહાના ગૌસ્વામી) ફેશન ડિઝાઈનર છે તો પત્રકારત્વ તેમજ ન્યુઝ ચેનલ છોડીને ગૃહસ્થી અપનાવી ચૂકેલી સાઈબા (સોહા અલી ખાન) છે અને ચોથી, સૌથી યંગ સહેલી ડોલી (કૃતિકા કામરા) છે, જેનો પતિ પિતા બનવાને અક્ષ્ામ છે. ડોલી અને તેના પતિ આદિત્યની મેરેજ એનિવર્સરીની પાર્ટીમાં એક તરફ જલસો ચાલી રહ્યોછે ત્યારે ચારેય સખીઓ પોતપોતાના કુંડાળામાં અટવાયેલી છે અને એવી ઘટના (પ્રથમ એપિસોડમાં જ) બને છે કે સ્વબચાવમાં ડોલીના હાથે એક પાવર બ્રોકરનીહત્યા થઈ જાય છે. ઈશી (જુહી ચાવલા) ત્રણેય બહેનપણીઓને તગેડી મૂકીને લાશને રિસોર્ટના કૃત્રિમ તળાવમાં નાખી દઈ સરકી જાય છે પણ…
- Advertisement -
પાવર સરકીટ અને પાવર ગેમના હિસ્સા બનવું, એ ખરેખર તો વાઘની સવારી સમાન સાહસ જ છે
બીજી સવારે ઈશી સંધમિત્રા તેના જ ફલેટના બાથરૂમમાં મૃતપ્રાય મળે છે. ઈશીએ આત્મહત્યા કરી કે તેનું મર્ડર થયું, તેનું ઈન્વેસ્ટીગેશન સ્પેશિયલ ટાસ્ક ફોર્સની ઈન્સ્પેકટર ગીતા (કરિશ્મા તન્ના,એ પણ મહિલા હોવાનો મુો નોટ કરવામાં આવે) ને સોંપવામાં આવે છે.
પાર્ટીમાં ઈશી સાથે ઝઘડો કરી રહેલો (જેની અજાણતાં હત્યા થઈ ગઈ) એ શખ્સ કોણ હતો ? ઈશી સાથે તેને શી ટસલ થયેલી ? એ જ રાતે ઈશીનું મૃત્યુ કેમ થયું ? એણે આત્મહત્યા શા માટે કરી ? જો હત્યા થઈ તો કોણે કરી ? આ આખું વિષચક્ર છે શું ? એમેઝોન પ્રાઈમ પરની હશ હશ વેબ સિરિઝ આ તમામ સવાલોના જવાબ આપે છે અને એવી રીતે આપે છે કે આપણે સતત ચમક્તા અને ચોંક્તા રહીએ. વેબ સિરિઝના છેલ્લાં બે ત્રણ એપિસોડમાં મીરા યાદવના પાત્રમાં આયેશા ઝુલ્કાની એન્ટ્રી થતાં જ સિરિઝનો એક વળાંક આવે છે કે આપણને દિલ્હીની પાવર ગેમની વિકૃતિ પર ચિતરી છૂટે. હશ હશ તનુજા ચાંની નિગેહબાનીમાં તૈયાર થઈ છે પણ તેના ત્રણ એપિસોડ કોયલ નૈથાની અને આશિષ પાંડેએ ડિરેકટ ર્ક્યા છે અને લેખનનો પોર્ટફોલિયો તનુજા ચાં ઉપરાંત જુહી ચર્તુવેદી (ગુલાબો સિતાબો, ઓકટોબર, પિકુ, વિકિ ડોનરના લેખિકા) અને આશિષ મહેતા તેમજ શીખા શર્માએ બખુબીથી સંભાળ્યો છે. મહિલા ઓરિએન્ટેડ ક્ધટેન્ટમાં (પુરુષોને) કંટાળો આવવાની શક્યતા વધુ રહે છે પરંતુ હશ હશ માં એવું થતું નથી. ઉલ્ટુ હશ હશ નું ક્ધટેન્ટ એવું છે કે કદાચ, મહિલા દર્શકોને આકર્ષે નહીં. અભિયનમાં બધા સરસ છે પણ સોહા અલી ખાનની ઉંમર વધુ દેખાયા કરવાનું અનાયાસ નોંધાય જાય છે અને એસટીએફની અફસર ગીતા (કરિશ્મા તન્ના)ને શા કારણે સમલિંગી દેખાડી છે, એ સમજાતું નથી. કદાચ, ર0રરનો આ ટ્રેન્ડ છે કે પોલીસ ઓફિસરના કિરદારને કાયમ ડિસ્ટર્બ, પરિવારથી પીડીત, ભૂતકાળથી રિબાતો, એબનોર્મલ યા સમલિંગી બતાવવામાં આવે. અજય દેવગણ (રૂા) થી માંડીને તમામ વેબ સિરિઝમાં તમે આ જોઈ શકો છો. વેબ સિરિઝનો પોલીસ અફસર ઈન્વેસ્ટીગેશન કરતાં પોતાના અંગત ગૂંચવાડામાં રચ્યોપચ્યો વધુ દેખાડવામાં આવે છે અને હશ હશ પણ તેમાંથી બાકાત નથી.
- Advertisement -
ચાલ: કલ્પનાને વાસ્તવનો ગિલેટ
તળ મુંબઈની બદનામ દગડી ચાલ અરૂણ ગવલીને કારણે જાણીતી છે અને ડોન ટર્ન્ડ નેતા અરૂણ ગવલી તેના છોકરે-લોગમાં ડેડી તરીકે ઓળખાય છે, એ વાત પણ અજાણી નથી. હિન્દી ભાષામાં તો ડેડી નામથી જ અરૂણ ગવલી (અર્જુન રામપાલ) પર ફિલ્મ બની ચૂકી છે પણ મુંબઈ એક પોલીસ કોન્સ્ટેબલના બદનામ છોકરા માટે પણ અત્યંત બદનામ થઈ ચૂક્યું છે. પોલીસ કોન્સ્ટેબલ ઈબ્રાહિમ કાસકરના એ દીકરાને બધા દાઉદ ઈબ્રાહિમના નામે ઓળખે જ છે…
હવે આ સાચા કિસ્સાઓને મિક્સરમાં ક્રશ કરીને જે વાર્તા બનાવવામાં આવી છે, એ મરાઠી ફિલ્મનું નામ દગડી ચાલ છે. નેચરલી, દગડી ચાલ છે એટલે એક ડેડી (મકરંદ દેશપાંડે) છે, જે પોતાની ચાલની દીકરીઓને પોતાની દીકરી માને છે અને અરૂણ ગવલીની જેમ માથાં પર ટોપી પહેરે છે. તેના ગૂર્ગા તેના માટેના તમામ ગેરકાયદે કામ કરતાં રહે છે પરંતુ હવે તેને સૂર્યા નામનો ઠરેલ, વિચારશીલ અને છતાં હિરો જેવો શક્તિશાળી માણસ મળી ગયો છે, જે કુનેહ અને બુધ્ધિચાતુરીથી પૈસા (હપ્તા) ઉઘરાવી લાવે છે પણ…
આવી જ હપ્તા વસુલી પછી એક બિલ્ડર સૂર્યાના નામની પોલીસ ફરિયાદ કરે છે અને ત્યારે મુંબઈ પોલીસમાં પહેલી વખત એ વાત ખૂલે છે કે આ સૂર્યા તો આપણા જ પોલીસ કોન્સ્ટેબલ સદાનંદ શિંદેનો પુત્ર છે .ચંકાંત કણસેએ ડિરેકટ કરેલી મરાઠી ફિલ્મ દગડી ચાલ માં પાત્ર સાચુકલા દર્શાવીને આખી વાર્તાને કલ્પનાથી ઘડવામાં આવી છે. પ્રથમ છાપ એવી પડે છે કે આ ફિલ્મ ડેડી ઉર્ફે અરૂણ ગવલી પર હશે પરંતુ ખરેખર તો એ સૂર્યા (અંકુશ ચૌધરી) ની વાર્તા છે. અલબત્ત, તેના ટર્ન એન્ડ ટવિસ્ટ ઈન્ટરેસ્ટીંગ છે. રસ પડે તો એમેઝોન પ્રાઈમ પર એ હિન્દી ભાષામાં જોઈ શકો છો.