કાકી-ભત્રીજા વચ્ચે પાંગરેલા પ્રેમ સબંધનો કરૂણ અંજામ
નાગેશ્ર્વરનાં સમેત શિખર એપાર્ટમેન્ટની ઘટના
- Advertisement -
પત્નીના અનૈતિક સંબંધ મુદ્દે ઝઘડો થતાં દોઢ મહિનાથી પતિથી અલગ પોતાની બહેનપણી સાથે રહેતી હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસે ને દિવસે ઊંચો જઈ રહ્યો છે મંગળા રોડ ઉપર બે ગેંગ વચ્ચે થયેલ અંધાધૂંધ ફાયરિંગ પ્રકરણમાં પોલીસ એક પછી એક આરોપીને પકડી રહી છે ત્યાં આજે સવારે જામનગર રોડ ઉપર આવેલ નાગેશ્ર્વર વિસ્તારમાં પતિએ પત્ની ઉપર ફાયરિંગ કરી પોતે લમણે ગોળી ધરબી આપઘાત કરી લેતા સનસનાટી મચી જવા પામી છે આ ઘટનામાં પતિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે જ્યારે પત્નીની હાલત ગંભીર હોય તેણીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે દોઢેક માસ પૂર્વે પત્નીના અનૈતિક સંબંધ અંગે પતિને જાણ થઇ જતા બંને વચ્ચે ઝઘડો થયો હતો ત્યારથી તેણી ઘર નજીક જ તેની બહેનપણી સાથે રહેતી હોવાનું અને સવારે બંને સહેલી જીમમાંથી ઘરે પરત આવી ત્યારે પતિએ આ ખૂની ખેલ ખેલ્યો હોવાનું જાણવા મળ્યું છે જે હથિયારથી ફાયરિંગ કર્યું તે લાયસન્સવાળું હોવાનું પણ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.
- Advertisement -
સનસનાટીભરી ઘટના અંગે પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના જામનગર રોડ ઉપર આવે નાગેશ્ર્વર વિસ્તારમાં સવારે પતિએ પત્ની ઉપર ફાયરિંગ કરી પોતે પણ લમણે ગોળી ધરબી આપઘાત કરી લીધો હોવાની કંટ્રોલમાં જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એસ આર મેઘાણી, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઈ સહિતનો કાફલો દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી પોલિસી પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે નાગેશ્ર્વર જૈન મંદિર સામે તીર્થ એપાર્ટમેન્ટમાં રહેતા લાલજીભાઈ રમેશભાઈ પઢીયાર ઉ.42 અને તૃષાબેન પઢીયાર ઉ.39ના લગ્ન 21 વર્ષ પૂર્વે થયા હતા દંપતિને 18 વર્ષનો દિકરો ઓમ છે જે હાલ કોલેજમાં અભ્યાસ કરે છે તૃષાબેનને કોઈ યુવક સાથે સંબંધ હોવાની લાલજીભાઈને જાણ થઈ હતી આ પછી પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ થતા હતા.
જીમમાંથી આવી ત્યારે પાર્કિંગમાં જ પતિએ ખેલ્યો ખૂની ખેલ: મહિલાની હાલત ગંભીર, 4 રાઉન્ડ ફાયરિંગ
પતિ પત્નીનો આ ઝઘડો એ હદે વધી ગયો કે દોઢેક માસ પૂર્વે પત્ની તૃષાબેન નાગેશ્ર્વર મંદિર સામે આવેલ સમેત શિખર એપાર્ટમેન્ટમાં રહેતી પોતાની બહેનપણી પૂજાબેન સોનીના ઘરે રહેવા જતા રહ્યા હતા આજે વહેલી સવારે નિત્યક્રમ મુજબ તૃષાબેન અને પૂજાબેન સ્કૂટર પર જીમમાં ગયા હતા જ્યાંથી આશરે 9:45 વાગ્યા આસપાસ પરત આવ્યા હતા અને પાર્કિંગમાં સ્કૂટર પાર્ક કરતા હતા ત્યાં લાલજીભાઈ ત્યાં આવી ગયા હતા અને ઝઘડો શરુ કર્યો હતો. દરમિયાન લાલજીભાઈએ પોતાની લાયસન્સ વાળી બંદૂક કાઢી પત્ની તૃષા ઉપર ફાયરિંગ કર્યું હતું. જેમાં તુષાબેનને ઇજા પહોંચી હતી ત્યારે જ લાલજીભાઈએ બીજી ગોળી પોતાના લમણે ધરબી દીધી હતી અને આપઘાત કરી લીધો હતો બનાવ અંગે 108માં જાણ કરતા 108નો સ્ટાફ દોડી આવ્યો હતો અને ઘાયલ તુષાને પૂજાબેન 108માં સિવિલ હોસ્પિટલે લઇ ગયા હતા જ્યાં હાલ તૃષાની સારવાર ચાલુ છે જયારે 108ના ઇએમટીએ લાલજીભાઈને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા પરિવાર દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે કેટલા સાચા તે જાણવા પોલીસે આક્ષેપિત વ્યક્તિને સકંજામાં લઇ પૂછતાછ હાથ ધરી છે.
ભાભીના અનૈતિક સબંધે મારા ભાઈનો જીવ લીધો: બહેનની વેદના
રાજકોટના જામનગર રોડ પર સમેત શીખર એપાર્ટમેન્ટમાં પતિએ પત્ની પર બે રાઉન્ડ ફાયરીંગ કરી પોતે પણ લમણે ગોળી મારી આપઘાત કરી લેતા મૃતકની બહેન સહિતના પરિવારજનો દોડી આવ્યા હતા અહીં મૃતકની બહેને કરુણ આક્રંદ સાથે પોતાની વેદના ઠાલવતા જણાવ્યું હતું કે, તેમની ભાભીને કૌટુંબિક ભત્રીજા વિશાલ નામના યુવક સાથે અનૈતિક સબંધ હતાં. જે વાતની દોઢ મહિના પહેલા તેમના ભાઈ લાલજીને જાણ થઈ હતી અને પત્નીને બગીચામાં પ્રેમી સાથે રંગેહાથ પણ પકડી લીધી હતી. જે બાદ બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હતાં. આ બનાવ પછી ભાભી ઘરેથી રોકડા પાંચ લાખ, દાગીના, મિલકતના દસ્તાવેજ, પાસપોર્ટ, જરૂરી ડોક્યુમેન્ટ સહિતનો મુદામાલ લઈ તે તેની સહેલી પૂજા, સોનુ અને પ્રેમી વિશાલ સાથે રહેવા ચાલી ગઈ હતી આ તેની બહેનપણી અને તેના પ્રેમી સહિતના ચડામણી કરતા હતા પતિએ જે થયું તે ભૂલીને ફરી સ્વીકારવા તૈયાર હોવાનું કહી અવારનવાર તેને સમજાવી ઘરે આવી જવા કહ્યું છતાં તે પરત આવી નહતી અને માથાકૂટ ચાલું રાખી હતી અને તેના કારણે જ મારા ભાઈએ જીવ ગુમાવ્યો છે વધુમાં બહેને આક્રોશ સાથે જણાવ્યું હતું કે, તેની ભાભી તૃષાનું સારવારમાં મોત નહીં થાય તો હું તેને મારી નાંખીશ તેમજ તેમના ભાઈની હત્યા કરવામાં આવી છે તેના ભાઈને ન્યાય અપાવવા માંગણી કરી છે.



