ફરાહ ખાન કૂકિંગ રિયાલિટી શો ‘સેલિબ્રિટિ માસ્ટરશેફ’ ને જજ કરતી દેખાઈ રહી છે. આના એક એપિસોડમાં ફરાહે હોળી તહેવારને લઈને એક કોમેન્ટ કરી દીધી. જેની માટે ફરાહ ખાનને લઈને પોલીસ ફરિયાદ પણ થઈ ગઈ છે.
કોરિયોગ્રાફર ફરાહ ખાન ખૂબ ચર્ચામાં રહેતી હોય છે. પરંતુ આ વખતે તે મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. હકીકતમાં, ફરાહ ખાન કૂકિંગ રિયાલિટી શો ‘સેલિબ્રિટિ માસ્ટરશેફ’ને જજ કરતી દેખાઈ રહી છે. આના એક એપિસોડમાં ફરાહે હોળી તહેવારને લઈને એક કોમેન્ટ કરી દીધી. સોશિયલ મીડિયા પર આની ખૂબ ચર્ચા થઈ હતી. લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પણ પહોંચી હતી. હવે ફરાહ ખાનને લઈને પોલીસ ફરિયાદ પણ થઈ ગઈ છે.
- Advertisement -
ફરાહ વિરુદ્ધ ફરિયાદ
ફરાહ ખાન પર ક્રિમિનલ કમ્પલેન ફાઈલ થઈ છે. આ હિન્દુસ્તાની ભાઉ (વિકાહ ફટક)એ કરી છે. વકીલ અલી કાશીફ ખાન દેશમુખનું કહેવું છે કે ફરાહ ખાને લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાવી છે. હોળીના તહેવાર પર હિન્દુને ‘છપરી’ કહીને તેને બરાબર નથી કર્યું. એવામાં મુંબઈમાં સ્થિત ખાર પોલીસ સ્ટેશનમાં ફરાહ ખાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ફરાહ ખાને કરી હતી આ કોમેન્ટ
- Advertisement -
જણાવી દઈએ કે ફરાહ ખાને ‘સેલિબ્રિટી માસ્ટરશેફ’ ના એક એપિસોડમાં હોળીના તહેવારને લઈને કોમેન્ટ કરી હતી. તેને કહ્યું હતું કે, ‘બધા જ છપરી લોકોનો ફેવરીટ તહેવાર હોળી હોય છે.’ આ વાત યુઝર્સને પસંદ ન આવી. એવામાં યુઝર્સે ફરાહ ખાનની આલોચના કરવાનું અને તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. યુઝર્સનું કહેવું હતું કે ફરાહે પોતાની આ વાતથી તેમની ભવાનોને ઠેસ પહોંચાડી છે.
એક યુઝરે કોમેન્ટ કરી કે, ‘ શું તમે બીજાના તહેવારો વિષે આવી વાત કરો છો? વાહિયાત હરકત.’ બીજા એ લખ્યું, ‘આનો અર્થ શું છે છપરી? જુઓ કોણ બોલી રહ્યું છે!’ ઘણા યુઝરે ફરાહ ખાનની કોમેન્ટને ઇનસેન્સેટીવ જણાવી છે. ‘સેલિબ્રિટી માસ્ટરશેફ’ સિવાય ફરાહ પોતાના યુટ્યુબ વ્લોગમાં પણ દેખાય છે.
તાજેતરમાં જ ફરાહના ઘર કુકિંગ માટે તેની મિત્ર સાનિયા મિર્ઝા પહોંચી હતી. સોનિયાના દીકરા ઈજહાન સાથે મસ્તી કરતા ફરાહે સિંગર ઉદિત નારાયણના Kiss વિવાદનો મજાક ઉડાવ્યો હતો. વિડીયોનો આ ભાગ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો. ફરાહની વાત સાંભળીને સાનિયા મિર્ઝાની સાથે-સાથે યુઝર્સની હાંસી ન રોકાઇ.