તુષાર દવે
આપણો દેશ ખેતીપ્રધાન હોય કે ન હોય, પણ પંચાતપ્રધાન ચોક્કસ છે. સગાઈ બાદ યુવાને વાગ્દત્તાને એમઆઈનો ફોન આપ્યો અને પેલીને એ નહોતો ગમતો. એ મુદ્દે બબાલ થઈ અને અંતે સગાઈ તૂટી ગઈ એ મતબલની એક કથિત ઓડિયો ક્લિપ બે-ત્રણ દિવસથી વાઈરલ છે. એ ઓડિયો ક્લિપ વાઈરલ થઈ એ સાથે જ આખુ સોશિયલ મીડિયા એ રીતે હિલોડે ચડ્યું છે જે રીતે ફિલ્મ ’2012’માં દરિયો ગાંડો થતો બતાવે છે. ચારે તરફ એને લગતા જ જોક્સ અને મીમ્સ જોવા મળે છે. કેટલાક જોક્સ અને વનલાઈનર્સમાં આ લખનારનો પણ ફાળો છે. આ મુદ્દા પર સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થયેલી કેટલીક પોસ્ટ્સ-કોમેન્ટ્સ તેમજ આ મામલે સમજવા જેવી કેટલીક નોંધનિય ગંભીર બાબતો અહીં પ્રસ્તુત છે.
હવેથી આવા દૃશ્યો સર્જાય તો નવાઈ નહીં
મોબાઈલની દુકાન પર
યુવાન : મોબાઈલ બતાવો!
દુકાનદાર : તમારે વાપરવાનો છે કે સગાઈ થઈ હોય ત્યાં આપવાનો છે?
હલકામાંહલકોફોન
******
સગપણની મિટિંગમાં
છોકરાવાળા : તમારી દીકરીને બહુ શોખીન તો નથી ને? મતલબ કે… તમે સમજો… ’શોખીન’ યુ નો…?
છોકરીવાળા : તમારા ઘરમાં બધાં મોબાઈલ કઈ કંપનીના વાપરે?
શોખીન
******
સરકારી કચેરીમાં
અધિકારી : આવકનો દાખલો લાવ્યા છો?
યુવાન : હું ખઈંનો ફોન વાપરું છું સાહેબ.
અધિકારી : બસ કર પગલે… અબ રુલાયેગા ક્યા? અલા, કોઈ સહાય પાસ કરો આની.
- Advertisement -
બદલવો હતો એમઆઈને બદલાઈ ગયો જમાઈ : વાઈરલ પોસ્ટ-કોમેન્ટ્સ
OLD : તે કોફી કેમ મંગાવી?
NEW: તું MIનો ફોન કેમ લઈ આવ્યો?
******
કન્યા શોખીન છે એવું એના ઘરનાને ખબર છે. છે કોઈ જુવાનની હિંમત કે પોતે શોખીન છે એ વાત ઘરે કહી શકે!
******
આ MI ભારતમાં લોન્ચ થયો ત્યારે બુકિંગ માટે એટલો ધસારો થતો કે ફ્લિપકાર્ટની સાઈટ ક્રેશ થઈ જતી! હાવ હલકો ફોન
******
MIનો ફોન હાવ હલકો નથી આવતો બેન:
Xiaomi ના CEO Lei Jun ની સ્પષ્ટતા…
******
કંપની ફેરવી નંખાય… કંપની ફેરવી નંખાય…
કંપની ફરે એ પહેલાં સાસુએ બાયડી ફેરવી નાંખી.
******
મોબાઈલની મોકાણના કારણે ચીનનું અર્થતંત્ર ડામાડોળ,
ખશના શેરના ભાવ તળિયે.
******
અમારું આખું ઘર MIવાપરે છે, છોકરી કરોડપતિમાં ગઈ,
એને ય MI જ આવેલો : કાકી
******
MIનું નામ હવેથી હલકો ફોન : વિજય રૂપાણી
******
બદલવો હતો MI અને બદલાય ગયો જમાય!
મજાક મજાકની જગ્યાએ છે, પણ આ ગંભીર વાતો ધ્યાનમાં રાખવી જોઈએ
જેનું રેકોર્ડિંગ વાઈરલ છે એ છોકરીએ જો આ નહીં, પણ પેલી બ્રાન્ડના ફોનની માગ કરી હોય. એવી જીદ પકડી હોય કે એ મુદ્દે રિસાઈ હોય તો એવું કરનારી એ વિશ્વની પહેલી કે છેલ્લી છોકરી નથી. એને એમ કરવાનો હક છે. યુવતી આવી માગ, લાડ કે જીદ એના ફિયાન્સ પાસે ન કરે તો કોની પાસે કરે? આપણે થર્ડ પાર્ટી તરીકે એ ઘટનાના તમામ પૂર્વાપર રેફરન્સ જાણ્યા વિના જજમેન્ટલ ન થવું જોઈએ.
બે ઘડી જોક્સ કે નિર્દોષ મજાક સુધી બરાબર છે, પણ બધાં પક્ષોની બધી જ વાત જાણ્યા-સમજ્યા વિના સમાજના રિવાજ અને કોઈ પક્ષની દાનત વગેરેને વચ્ચે ઘુસેડીને આ ઘટના પર જજમેન્ટ્સ ન ફાડવા જોઈએ. કારણ કે એ છોકરી પર શું વિતતી હશે એનો આપણને કોઈને કંઈપણ અંદાજ નથી. જેને માત્ર બે બહેનપણીઓ કંઈક ટોણો મારશે એનો પણ ભય લાગતો હોય એના પર આજે શું વિતી રહી હશે જ્યારે એને ક્યારેય ન મળેલા હજારો લોકો એને જજ કરી રહ્યાં છે. આનો બીજો પક્ષ અને દૃષ્ટિકોણ એ પણ છે કે છોકરીવાળાના બદલે જો છોકરાવાળાઓએ આઈફોન નહીં, પણ એમઆઈ જ માગ્યો હોત અને કોઈએ એ રેકોર્ડિંગ વાઈરલ કરી દીધું હોત તો છોકરાવાળાઓ કેટલા વિલન ચિતરાઈ ગયા હોત? કેવા માછલા ધોવાતા હોત? દહેજલાલચુ વગેરેના લેબલ્સ લાગી ગયા હોત કે નહીં? યે તો ઐસી બાત હી હો ગઈ કી તૌડી માગ માગ ઓર સાડ્ડી માગ દહેજ?
- Advertisement -
આ ઘટના એ વાતનું પણ શ્રેષ્ઠ ઉદાહરણ છે કે ઘરની અંદરની કોઈ મેટર જે કેટલાક સમજુ માણસો ભેગા બેસીને ઘરમેળે જ ઉકેલી શક્યા હોત એ વાત જ્યારે કોઈની ભૂલના કારણે ઓપન પ્લેટફોર્મ પર આવી જાય ત્યારે કેવડો મોટો કેઓસ સર્જાઈ જાય. અંગત અનુભવોના આધારે આ વાત મારાથી સારી તો કોણ સમજી શકે! સચ બતા રહા હું અક્કલ બદામ ખાને સે નહીં, ઠોકર ખાને સે આતી હૈ બરખુરદાર… ઓર ભીગા હુઆ આદમી કભી બારિશ સે નહીં ડરતા. હોવ…હમ્બો…હમ્બો…!
આ આખા કકળાટમાં પ્રમાણમાં ઓછું ગાજેલુ કે ચર્ચાયેલુ શાણપણ ભરેલું વાક્ય તો એ જ હતું કે – ’ફોન પાંચ હજારવાળો હોય કે પચ્ચીસ હજારવાળો, ’પેલા’નો અવાજ તો બેયમાં સરખો જ સંભળાશે.’ આ વાત જેણે પણ કહી હોય એ પણ ગંભીરતાથી લેવામાં આવી હોત તો આજે આખુ ગામ ગધેડે ન ચડ્યું હોત. હોવ…
ફ્રી હિટ : કહે છે કે, શેક્સપીયરે ભલે ’વોટ ઈઝ ઈન અ નેમ?’ એટલે કે ’નામ મૈં ક્યા રખ્ખા હૈ?’ એવું લખ્યું હોય, પણ એ લખીને નીચે એણે પોતાનું જ નામ લખેલું. અલ્ટિમેટલી નેમ મેટર્સ. બ્રાન્ડ મેટર્સ.