પશુ-પક્ષીઓ સાથે વાતચીતના પુરા કલ્પનો વાસ્તવિક બનશે
આપણે ત્યાં ઘણી એવી પુરાણ કથાઓ છે. જેમાં માણસ પશુ-પક્ષીઓ સાથે વાત કરતો હતો. હવે આ પુરા કલ્પનો વાસ્તવિક થવા જઈ રહ્યા છે. આગામી દિવસોમાં માણસ પશુ પક્ષીઓ, જાનવરો સાથે વાતચીત કરતો થઈ જશે. પૃથ્વી પર માણસ જ એક એવુ પ્રાણી છે જેની પાસે બુધ્ધિમતા છે. હવે માણસ એઆઈ એટલે કે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ એટલે કે કૃત્રિમ બુધ્ધિમતાથી જાનવરોની ભાષા સમજવાની કોશીશ કરી રહ્યો છે. સંશોધકોનો ઉદેશ તેના દ્વારા સંરક્ષણ અને સ્થિરતાનાં પ્રયાસોને આગળ વધારવાનો છે.
- Advertisement -
આ સંશોધન અમેરીકાના કેલિફોર્નીયા સ્થિત અર્થ સ્પીશીઝ પ્રોજેકટ (ઈએસપી) અંતર્ગત કરવામાં આવી રહ્યો છે કે જે મશીન લર્નીંગ સીસ્ટમ વિકસીત કરવા માટે વર્ષોથી કામ કરી રહ્યું છે. આ અભ્યાસનાં બારામાં વિશેષજ્ઞોએ જણાવ્યું હતુંકે અન્ય પ્રજાતિઓના સંચાર (કોમ્યુનિકેશન)ની સમજ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.
ઈએસપીનાં સીઈઓ અને સહ સંસ્થાપક કેરી જાકારીયાને જણાવ્યું હતું કે માનવ ભાષા માટે એસઈનાં વિકાસમાં જે પ્રગતિ જોઈ રહ્યા છીએ તેને પશુ સંચાર (કોમ્યુનિકેશન) માટે પણ લાગુ કરવાની તૈયારી છે. જેથી તેની ભાષાઓને ડીકોડ કરી શકાય.
આ પ્રગતિથી અનુમાન લગાવી શકાય છે કે આપણે ઝડપથી એક એવી દુનિયા તરફ આગળ વધી રહ્યા છીએ જેમાં બીજી પ્રજાતિઓ સાથે ટુ-વે-બે તરફી સંચાર (કોમ્યુનિકેશન)ની સંભાવના છે. સંશોધન અંતર્ગત અહીં મોટા ડેટા સેટનું વિશ્ર્લેષણ કરવુ સામેલ છે.જેમાં દ્રશ્ય, મૌખિક અને ભૌતિક પશુ સંચાર સામેલ છે.
- Advertisement -