રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં જન્માક્ષરમાં કાલસર્પયોગ
એચટાટ પત્નીને મોરબીથી રાજકોટમાં બદલી કરવામાં બહુ મોટી ગોઠવણી કરી પોતાની પત્નીને રાજકોટ કોર્પોરેશન શિક્ષણ સમિતિના સંચાલનમાં આવતી શાળામાં બદલી અપાવી અને નિર્ધારિત કાર્યને સફળતા મળી હતી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શિક્ષણ સમિતિમાં ચાલતી લાલિયાવાડી માટે ‘ખાસ-ખબર’ અખબાર દ્વારા ચલાવવામાં આવતી ઝુંબેશથી અનેક મોટા કૌભાંડો બહાર આવતાં શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાએ જ્યારે મોકો મળ્યો ત્યારે આચરેલી ગેરરીતિઓ માટેના અનેક અહેવાલો પ્રકાશિત કરવામાં આવ્યા હતા જેની સામે આરદેશણા લોકોને જવાબ આપવાનું સતત ટાળી રહ્યા છે અને અજ્ઞાત જગ્યાએ જતાં રહ્યાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે આરદેશણા દરેકને ટક્કર મારે તેવો રંગીન ઈતિહાસ ધરાવે છે. સાથોસાથ તેના એચટાટ પત્નીને મોરબીથી રાજકોટમાં બદલી કરવામાં બહુ મોટી ગોઠવણી કરી પોતાની પત્નીને રાજકોટ કોર્પોરેશન શિક્ષણ સમિતિના સંચાલનમાં આવતી શાળામાં બદલી અપાવી અને નિર્ધારિત કાર્યને સફળતા મળી હતી અને ઘીના ઠામમાં ઘી પડી ગયું. આ સાથે શિક્ષક મંડળની સાથે મળી અનેક ખોટા કામને વ્યવસ્થિત આયોજનથી પાર પાડવામાં આવ્યા છે.
- Advertisement -
રાજકોટ શિક્ષણ સમિતિને કાલસર્પ યોગ હોય તેમ કોઈ સારા શાસનાધિકારી મળતાં જ નથી તેવામાં પ્રામાણિક હોવાનો ઢોંગ કરતાં આરદેશણાના કારસ્તાન ખુલ્લા પડી જતાં તેઓએ પણ પોતાનો ફોન બંધ કરી દીધો છે જેથી શિક્ષણ સમાજમાં અરાજકતા ફેલાઈ છે અને નવા બિરાજમાન શિક્ષણ મંત્રી સુકાન સંભાળતાં જ આક્રમક પગલાં લે તેવી માંગ ઉઠી છે. શિક્ષક મંડળની માન્યતા રદ્દ કરવાની પ્રબળ માંગ વચ્ચે બધું અમલી ના કરવું પડે માટે ચેરમેન વિક્રમ પૂજારાની સુચના અનુસરીને આરદેશણા દિનેશ સદાદિયા પાસેથી અનેક પ્રકારની સવલતો લીધી હોવાથી શિક્ષક મંડળની માન્યતા રદ્દ કરવાની જગ્યાએ ફોન બંધ કરી વાત કરવાથી અળગા રહે છે અને ચાલુ યુદ્ધમાં સેનાપતિ ભાગી ગયા તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. પરંતુ શાસનાધિકારી આરદેશણાએ ધ્યાનમાં રાખવું જોઈએ કે “બીજાની શિખામણ, બીજાની હિંમત અને બીજાની સંપત્તિ ખરા સમયે કામ આવતી નથી.”



