ઇકો સેન્સિટિવ ઝોન નાબુદીની લડાઈ વધુ તેજ બની
કાલસરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડતાં અંતે તંત્રએ પરમિશન આપવી પડી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
કેન્દ્ર સરકાર દ્વારા ઇકો સેન્સિટિવ ઝોન લાગુ કરવા જૂનાગઢ, ગીર સોમનથ, અમરેલીના 196 ગામની સમાવિષ્ટ સાથેની એક યાદી જાહેર કરતા ઠેર ઠેર ઇકોઝોન હટાવવાનો વિરોધ વંટોળ શરુ થયો છે.જેમાં ભાજપ આગેવાનો સાથે ભારતીય કિશાન સંઘ અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ ઇકોઝોન નાબૂદ કરવા રેલીઓ સાથે ખેડૂત સંમેલન યોજી સરકાર સામે બાયો ચડાવી છે અને વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે જેમાં આજે વિસાવદર ખાતે કોંગ્રેસ અને આપ દ્વારા ખેડૂતોને સાથે રાખીને મહા ટ્રેકટર રેલી યોજવામાં આવી હતી.
વિસાવદરમાં આજ રોજ લીલો દુકાળ જાહેર કરોની સાથે ઇકોઝોન હટાવો માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ટ્રેકટર રેલી યોજવા બાબતે પેહલા તંત્ર પાસે મંજૂરી માંગી હતી પણ તંત્રે મંજૂરી ન આપવા છતાં આજે કાલસારી ગામ ખાતે સવારથી ટ્રેકટરો સાથે ખેડૂતો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત થઇ જતા તંત્રએ જુકવુ પડ્યું હતું અને છેલ્લી ઘડીયે મંજૂરી મળતા કાલસારી થી વિસાવદર સુધી મહા ટ્રેકટર રેલી યોજાય હતી જેમાં ખેડૂતો બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઇકોઝોન હટાવોના નારા સાથે પ્રાંત કચેરી ખાતે એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં વિસાવદર તાલુકાને લીલો દુકાળગ્રસ્ત જાહેર કરવા અને ઇકોઝોન નાબૂદ કરવાની બુલંદ માંગણી કરવાંમાં આવી હતી.
જયારે રેલીમાંઇકોઝોનની વિરુદ્ધમાં વિસાવદર ખાતેની ટ્રેક્ટર રેલીમાં અંતે તંત્રએ ખેડૂતો સામે ઝૂકવું પડ્યું તેમ આપણા પ્રવીણ રામ જણાવ્યું હતું અને કાલસરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડતાં અંતે તંત્રએ પરમિશન આપવી પડી હતી તેમજ ઇકોઝોન મુદ્દે લડત લડતા આપ નેતા પ્રવીણ રામે ભાજપ સરકારને ઘેરતા કહ્યું કે ભાજપ ખેડૂતોના આંદોલનને તોડવા ગમે તેટલા પ્રયત્ન કરે તો પણ આંદોલન તોડી નહિ શકે આ આંદોલનમાં આપ નેતા પ્રવીણ રામ, ગોપાલ ઇટાલિયા, પરેશ ગોસ્વામી, લલિત વસોયા, કરશનબાપુ, રાજુભાઈ કરપડા, પાલભાઈ આંબલીયા હાજર રહી સરકારને આડેહાથ લેવામાં આવેલ તેમજ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ અમીપરા અને કરશનભાઈ વડોદરિયા સહીત કોંગ્રેસ આગેવાન તથા સ્થાનિક આગેવાનો હરેશભાઈ સાવલિયા, કરશનભાઇ, હિતેશભાઈ વઘાસિયા, રાજુભાઈ બોરખતરીયા, મહેન્દ્રભાઈ આ રેલીમાં જોડાયા હતા અને ઇકોઝોનનો વિરોધ કરીને આવેદન આપવામાં આવ્યું હતું.
દિવાળી તહેવારોમાં રંગોળીમાં અને ફટાકડા પર ઇકોઝોન લગાવી ફટાકડા ફોડી વિરોધ કરાશે
ઇકોઝોન નાબુદ કરવા હવે તેનો વિરોધ દિવાળી અને બેસતા વર્ષમાં પણ જોવા મળશે તેમાં ઇકોઝોન મુદ્દે લડત લડનાર આપ નેતા પ્રવિણ રામે દિવાળીના આગામી પ્રોગ્રામો જાહેર કરી લોકોને અપીલ કરી હતી કે, દિવાળીના રંગોળીમાં ઇકોઝોંનનો વિરોધ દેખાવો જોઈએ અને ફટાકડા ઉપર ઇકોઝોન લગાડી ફટાકડા ફોડી ઇકોઝોન નામની કાળી ચૌદશના ચીથડા ઉડાડવા ખેડૂતોને નમ્ર અપીલ કરી હતી