લાખોનો માલ પોરબંદર તો આવ્યો પણ પ્યાસીઓના મોઢા સુધી ન પહોંચી શક્યો
ટ્રક, બોલેરો સહિત કુલ રૂ.66.54 લાખનો મુદ્દામાલ કબ્જે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.17
પોરબંદરના બોખીરા રબારી સમાજની વંડી માંથી દારૂની હેરાફેરી થાય છે તેવી બાતમી આધારે ઉદ્યોગનગર પોલીસે દરોડો પાડી, સિમેન્ટના પથ્થરની આડમાં ટ્રકમાં ભરેલ ઈંગ્લીશ દારૂની નાની મોટી 485 પેટી સાથે 2 શખ્સને ઝડપી લઈ, ટ્રક, બોલેરો સહિત કુલ રૂ. 66.54 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જીલ્લા માંથી દારૂની પ્રવુતિ નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય, જે અન્વયે પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ ઉધોગનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.જી ગોહીલ તથા સર્વલન્સ સ્કવોડ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ પેટ્રોલીગમાં હતા, તે દરમ્યાન પીઆઈ ડી.જી.ગોહીલને બાતમી મળેલ કે, પોરબંદર બોખીરા રબારી સમાજની વંડીમાં કેટલાક શખ્સ ટ્રકમાં ભરેલ ઇંગ્લીશ દારૂનો જથ્થો બોલેરો પીકઅપ વાહનમાં હેરફેર કરે છે, જે હકીકત આધારે સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો, દરોડા દરમ્યાન પોલીસે સિમેન્ટ પથ્થરોની આડમાં છુપાવેલ ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની 180 એમએલ તથા 750 એમએલ એમ નાની મોટી 485 પેટી દારૂ મળી આવ્યો હતો. એટલેકે વિવિધ બ્રાન્ડને નાનીમોટી કુલ 12,060 બોટલ દારૂની મળી આવી હતી, પોલીસે દારૂનો જથ્થો, ઉપરાંત ૠઉં 25 ઞ 5798 નંબરનો ટ્રક, ૠઉં 25 ઞ 7633 નંબરનો બોલેરો, મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 66,54 932નો મુદ્દામાલ કબ્જે કરી, બોખીરા રબારી કેડા વિસ્તારમાં રહેતો આરોપી દેવા જેઠા કોડિયાતર અને બોખીરા સરકારી વાવ પાસે રહેતો આરોપી કરમણ રૈયા કોડિયાતરને ઝડપી લીધા છે અને દારૂનો જથ્થો મંગાવનાર બોખીરાનો દેવા લાધા મારૂ, દારૂનો જથ્થો ભરી લાવનાર ટ્રકનો ચાલક અને દારૂનો જથ્થો ભરી લાવનાર ટ્રકના ચાલક વિરુધ્ધ એમ કુલ 5 આરોપી વિરુધ્ધ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી. સમગ્ર કામગીરીમાં ઉદ્યોગનગર પોલીસ મથકના ઙઈં ડી.જી.ગોહીલ તથા અજઈં વીરમભાઇ સરમણભાઇ, ભાવિનભાઈ પ્રવિણભાઈ તથા ઇંઈ વિશાલભાઈ રવજીભાઈ, પ્રકાશ ધનજીભાઇ, નીખીલભાઇ ઘેલાભાઇ તથા ઙઈ દેવેન્દ્રસિંહ ધીરૂભા, કનકસિંહ પરાક્રમસિંહ, ભરતભાઈ નાથાભાઈ, મહીપતસીંહ પ્રવીણસીંહ, ભૌતિકકુમાર હરિભાઈ, યશપાલસિંહ ગજેન્દ્રસિંહ, વિક્રમ ટીડાભાઈ, ભાવિન વજુભાઈ, અશ્વિન નારણભાઈ દ્રારા કરવામાં આવી હતી.