સાઉદી અરેબિયાના રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં ઋતિક રોશન આકર્ષક ડેપર લુકમાં પહોંચ્યા હતા. મીડિયા અને પ્રશંસકો સાથે વાતચીત કરતા ઋતિકે પોતાની ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ના ગીત એક પલ કા જીના પર ડાન્સ કર્યો. આ ઉપરાંત તેમણે સુપરસ્ટાર જેકી ચેનની સાથે પોઝ આપ્યો.
ઋતિક ખૂબ ડેશિંગ લુકમાં દેખાયા
- Advertisement -
પાકિસ્તાની અભિનેત્રી માહિરા સાથે પણ વાતચીત કરતા ઋતિક દેખાયા. ઋતિક રોશન બોલીવુડના ગ્રીક ગોડ તો છે જ. આ સાથે તેમની ચર્ચા વિદેશમાં પણ થાય છે. ઋતિક રોશન હાલમાં સાઉદી અરેબિયામાં થયેલા રેડ સી ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં જોવા મળ્યાં. આ આલીશાન ઈવેન્ટમાં ઋતિક ખૂબ ડેશિંગ લુકમાં પહોંચ્યા હતા. અહીં તેમણે પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન અને ચીની સુપરસ્ટાર જેકી ચેન સાથે સમય વિતાવ્યો. આ ક્ષણની તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઇ છે.
View this post on Instagram- Advertisement -
ઋતિક રોશને કર્યો ડાન્સ
આ ઈવેન્ટમાં ઋતિક રોશન આકર્ષક ડેપર લુકમાં પહોંચ્યા હતા. તેમણે બ્લેક શૂટ-ટાઈ પેન્ટ-સૂટ પહેર્યુ હતુ. મીડિયા અને પ્રશંસકો સાથે વાતચીત કરતા ઋતિકે પોતાની ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ના ગીત ‘એક પલ કા જીના’ પર ડાન્સ કર્યો. આ ડાન્સનો વીડિયો વાયરલ થયો છે. ઋતિકના ડાન્સને જેટલો ઈવેન્ટમાં પસંદ કરવામાં આવ્યો તેટલો પ્રેમ તેમને સોશિયલ મીડિયામાં યુઝર્સ તરફથી પણ મળી રહ્યો છે. આમ પણ પ્રશંસકો ઋતિકને ડાન્સ કરતા જોવાનુ બહાનુ શોધતા હોય છે.
જેકી ચેનની સાથે આપ્યો પોઝ
ઈવેન્ટમાંથી એક ફોટો જેના પર બધાનુ ધ્યાન જઇ રહ્યું છે અને ખુશી થઇ રહી છે, તે છે જેકી ચેન સાથેની ઋતિક રોશનની ફોટો. સુપરસ્ટાર જેકી સાથે મળવુ ઋતિક માટે ફેન મોમેન્ટ હતી. બંને સેલિબ્રિટીઓને એકસાથે પોઝ કરતા જોઇ શકાય છે. ઋતિકની ખુશી તસ્વીર પરથી સ્પષ્ટ છે. તો જેકી ચેનને સ્માઈલ કરતા જોઇ શકાય છે.