હૃતિક રોશન પોતાનાથી 16 વર્ષ નાની એક્ટ્રેસ-સિંગર સબા આઝાદને ડેટ કરતો હોવાની ચર્ચા છેલ્લાં ઘણાં સમયથી થઈ રહી છે.
હૃતિક રોશન હાલમાં પોતાના સંબંધોને લઈને ચર્ચામાં છે. હૃતિકનું નામ સબા આઝાદ સાથે જોડવામાં આવી રહ્યું છે. હૃતિક પહેલી જ વાર મુંબઈની રેસ્ટોરાંની બહાર સબા આઝાદનો હાથ પકડીને જોવા મળ્યો હતો. બંને ડિનર ડેટ પર સાથે જોવા મળ્યા હતા અને સોશિયલ મીડિયા પર એકબીજાની પોસ્ટ પર કોમેન્ટ પણ કરતા હતા. સબાની તસવીર પણ સામે આવી હતી જેમાં તે હૃતિકના પરિવાર સાથે હતી. જે બાદ એવી ચર્ચાઓ થઈ હતી કે હૃતિકના પરિવારે તેને સ્વીકારી લીધો છે. હવે હૃતિક અને સબા મુંબઈ એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા.
હૃતિક તથા સબા પહેલી વાર કોમન ફ્રેન્ડની મદદથી મળ્યા હતા: પહેલી મુલાકાત બાદ બંને એકબીજાના સંપર્કમાં રહ્યા હતા. એક વેબ પોર્ટલના અહેવાલ પ્રમાણે, રૂમર્ડ કપલે ગોવામાં થોડાં સમય પહેલાં વેકેશન મનાવ્યું હતું. વધુમાં બંને વચ્ચેની મિત્રતા કંઈક ખાસ બનતી જાય છે. બંનેએ ગોવાના દરિયાકિનારે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હૃતિક આ સંબંધ અંગે ઘણો જ ગંભીર છે. તે સબા સાથે લગ્ન કરવા માગે છે.
- Advertisement -
બંને એકબીજાનો હાથ પકડીને એરપોર્ટના ગેટ તરફ આગળ વધી રહ્યા હતા. દેખાવ વિશે વાત કરીએ તો, હૃતિકે સફેદ ટી-શર્ટ સાથે બ્લુ જીન્સ પહેર્યું હતું. આ સાથે તેણે ટોપી પહેરી હતી. બીજી તરફ સબાએ ગ્રે કલરના ક્રોપ ટોપ સાથે પેન્ટ પહેર્યું હતું.હૃતિક રોશન અને સબા એરપોર્ટથી બહાર નીકળ્યા કે તરત જ તેઓ પોતાની કારમાં બેસી ગયા અને ચાલ્યા ગયા. હૃતિક અને સબા ભૂતકાળમાં ઘણી વખત સાથે જોવા મળ્યા છે. હૃતિકે હજુ જાહેરમાં તેમના સંબંધોનો સ્વીકાર કર્યો નથી પરંતુ જે રીતે બંને સોશિયલ મીડિયા પર એકબીજાના વખાણ કરે છે તે તેમના સંબંધોને દર્શાવે છે.
હૃતિક અને સબા એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. ક્લિક કરો આ લિંક પર..
- Advertisement -
https://www.instagram.com/p/Cb9wOP8KyQd/
હૃતિક રોશન તથા સબા મુંબઈ એરપોર્ટ પર કપલની જેમ જોવા મળ્યા હતા. બંનેએ એકબીજાનો હાથ પકડી રાખ્યો હતો. હૃતિક રોશન વ્હાઇટ ટી શર્ટ તથા બ્લૂ જીન્સમાં હતો. સબા ગ્રે સ્પોર્ટ્સ બ્રા તથા બેગ્ગી પેન્ટમાં હતી. હૃતિક તથા સબાનો આ વીડિયો સો.મીડિયામાં ઘણો જ વાઇરલ થયો છે. જોકે, યુઝર્સે હૃતિકને ઘણો જ ટ્રોલ કર્યો છે, કારણ કે બંને વચ્ચેની ઉંમરનું અંતર વધારે છે. એક યુઝરે કમેન્ટ કરી હતી, ‘આ તો એક્ટરની દીકરી જેવી લાગે છે..’ અન્ય એકે કહ્યું હતું, ‘દીકરી સાથે ફરવા નીકળ્યો હોય તેમ લાગે છે…’
થોડાં સમય પહેલાં સબાએ સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં પિત્ઝા તથા પાસ્તા જોવા મળે છે અને આ જમવાનું હૃતિક રોશનના પરિવારે મોકલાવ્યું હતું. સબાએ રોશન પરિવારને બેસ્ટ ગણાવ્યો હતો. તેણે કહ્યું હતું, ‘જ્યારે તમને ઘરની યાદ સતાવે, પરંતુ તમારી પાસે બેસ્ટ હૂમન (વાનગીનું નામ) ખાવા માટે હોય.’ ઉલ્લેખનીય છે કે હૃતિકની કાકી કંચન રોશન, એક્ટ્રની બહેન સુનૈનાની દીકરી સુરાનિકા તથા કાકાની દીકરી પશમિનાએ સબાને પિત્ઝા તથા પાસ્તા મોકલાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે સબા આઝાદની મ્યૂઝિક કોન્સર્ટ પૂર્વ પ્રેમી અને મ્યૂઝિક પાર્ટનર ઈમાદ શાહ સાથે ફેબ્રુઆરીમાં પુણેમાં યોજાઈ હતી. કોન્સર્ટ પહેલાં હૃતિક રોશને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘કિલ ઇટ ગાય્સ.’ ઉલ્લેખનીય છે કે ઈમાદ તથા સબાનું મેડબોય/મિંક નામનું ઇલેક્ટ્રો ફંડ બેન્ડ છે. કોન્સર્ટ પહેલાં હૃતિકે પ્રેમિકાને શુભેચ્છા પાઠવી હતી.
હૃતિકે વર્ષ 2000માં સુઝાન ખાન સાથે લગ્ન કર્યાં હતાં. આ જ વર્ષે હૃતિકે ‘કહો ના પ્યાર હૈ’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. 2006માં હૃતિક દીકરા રેહાન તથા 2008માં રેધાનના પેરેન્ટ્સ બન્યાં હતાં. જોકે, 31 ઓક્ટોબર, 2014ના રોજ બંને અલગ થઈ ગયા હતા. ડિવોર્સ બાદ પણ હૃતિક તથા સુઝાન વચ્ચે સારું બોન્ડિંગ છે. ડિવોર્સ બાદ સુઝાન ખાન ટીવી એક્ટર અલી ગોનીના ભાઈ અર્સલાન ગોનીને ડેટ કરે છે. બંને અવાર-નવાર સાથે જોવા મળે છે.