ઓનલાઇન છેતરપિંડી કરતાં સ્કેમર્સ સુધી તમારી બધી માહિતી કેવી રીતે પહોંચી જાય છે ? તમારી બેંકની વિગતોથી લઈને ઓનલાઈન શોપિંગ સુધી, સ્કેમર્સ બધું જ જાણે છે અને તેનાં આધારે તેઓ એક એવી જાળ બિછાવે છે જેમાં તમે ફસાઈ જાવ છો.
આ દિવસોમાં ભારતમાં ‘ડિજિટલ અરેસ્ટ’ કૌભાંડ ચાલી રહ્યું છે અને મોટી સંખ્યામાં લોકો તેનો શિકાર બની રહ્યાં છે. તેને કાયદાકીય પ્રક્રિયા માનીને લોકો લાખો રૂપિયા ગુમાવી રહ્યાં છે.
- Advertisement -
ડ્રગ્સ અને ક્રાઈમ પર અમેરિકન ઓફિસે તાજેતરમાં એક વિશ્લેષણ હાથ ધર્યું હતું, જેમાં જાણવા મળ્યું હતું કે આ પ્રકારનાં સાયબર ગુનેગારો હવે એક પ્રોફેશનલ ઈન્ડસ્ટ્રીઝની જેમ કામ કરી રહ્યાં છે. આમાંનાં મોટાભાગનાં દક્ષિણપૂર્વ એશિયાનાં છે. યુનાઈટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઈમના પ્રાદેશિક વિશ્લેષક જ્હોન વોજિકે જણાવ્યું હતું કે ‘સર્વિસના રૂપમાં અપરાધ’નું નવું મોડલ ઉભરી આવ્યું છે. આમાં એઆઇ અને ક્રિપ્ટોનો ઉપયોગ કરવામાં આવે છે અને અંડરગ્રાઉન્ડ ઓનલાઈન માર્કેટ તેને વધારવામાં મદદ કરી રહ્યાં છે.
તમારી માહિતી સ્કેમર્સ સુધી કેવી રીતે પહોંચે છે ?
કોવિડ પહેલાં તેઓ સામાન્ય રીતે રેન્ડમલી નંબર ડાયલ કરતાં હતાં. કેટલાક કિસ્સાઓમાં તેઓ ચોરી કરેલાં ડેટાબેઝનો ઉપયોગ કરતાં હતાં. આજે તેઓ પહેલાં કરતાં સસ્તામાં નામ સાથે ફોન નંબર મેળવી શકે છે. આ નામ અથવા નંબરોની યાદીની મેમ્બરશિપ મેળવવા માટે સ્કેમર્સ દર મહિને થોડી રકમની ચુકવણી કરે છે, જે દર થોડા મહિને અપડેટ થાય છે. લોકોને એ જાણવાની જરૂર છે કે તેમની માહિતી ઈન્ટરનેટ પર સરળતાથી મળી રહે છે અને તેનો ઉપયોગ છેતરપિંડી માટે થઈ રહ્યો છે અને આ માહિતી દરેક માટે સુલભ છે.
હવે આપણે ગોપનીયતા પછીનાં યુગમાં આગળ વધી રહ્યાં છીએ જ્યાં માહિતી જે એક સમયે સંવેદનશીલ હતી તે હવે એટલી સંવેદનશીલ રહી નથી. સામાન્ય રીતે, નામ, સરનામાં વગેરેની માહિતી ફેસબુક, ઈન્સ્ટાગ્રામ પરથી મળી રહે છે. એપ્લિકેશનોને તમારાં ફોન પરની મોટાભાગની દરેક વસ્તુની ઍક્સેસ છે, જેમ કે નંબરો, નામો, ઇમેઇલ્સ, લોકેશન, તમારા કેલેન્ડરમાંની વસ્તુઓ, તમારી સંપર્કોની સૂચિ, કઈ એપ્લિકેશન્સ ઇન્સ્ટોલ કરેલી છે વગેરે ત્યાંથી ડેટા અપલોડ થાય છે.