સૌરાષ્ટ્ર માં પ્રથમવાર તેલ અને ગેસનું સંશોધન…
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
ઓએનજીસી (ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન) કંપની દ્વારા સૌરાષ્ટ્રમાં સૌપ્રથમવાર તેલ અને નેચરલ ગેસનું સંશોધન કાર્ય 2023 માં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ હવે ખાસ ટેકનોલોજી દ્વારા માણાવદર સેન્ટરના બંને બાજુ 12 કિલોમીટરની એરિયામાં કેમ્બી એસેટ દ્વારા ડ્રીલીંગ રીગ ગૠ -1500-1 દ્વારા કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ કામગીરી સૌરાષ્ટ્ર માં ઓએનજીસી દ્વારા સૌ પ્રથમવાર માણાવદર પંથકમાં થઈ રહી છે જે આ વિસ્તાર માટે ગૌરવની વાત કહી શકાય તેમ છે. ઓએનજીસી દ્વારા થોડા વર્ષ પહેલા જીઓલોજીકલ સર્વે પ્રમાણે જુનાગઢ, પોરબંદર, રાજકોટ જિલ્લામાં 500 ચોરસ કિલોમીટરના એરિયામાં સંશોધન ની કામગીરી કરીને તેના ડેટા એકત્રીકરણ કરવામાં આવ્યા હતા અને અનેક વિસ્તારની માટીને વડોદરા ખાતે પ્રોસેસ કરવામાં આવી હતી. આ પ્રોસેસ બાદ બીજા તબક્કામાં વર્લ્ડની સૌથી સારી ટેકનોલોજી દ્વારા આ પંથકમાં તેલનું પ્રમાણ છે તો કેટલા જથ્થામાં છે તે ડ્રિલિંગ દ્વારા જાણી શકાશે તેની કામગીરી કરવામાં આવી રહી છે. જે માણાવદર પંથકમાં બંને સાઇટ પર 8 મહિના જેવી કામગીરી કરવામાં આવશે. આ પ્રોસેસએ સેમી ફાઇનલ પ્રોસેસ છે જે આગામી સમયમાં આ વિસ્તારમાં શું છે તે જાણવા મળશે.
- Advertisement -
તેલ કે ગેસ મળે તો આ વિસ્તારમાં સોનાનો સૂરજ ઉગે
માણાવદર પંથક એક સમયે માનચેસ્ટર ગણાતું હતું અને વેજીટેબલ ઘી અને કપાસ ક્ષેત્રે માણાવદર ઉત્પાદનમાં મોખરે હતું અને જે દુનિયાના અનેક વિસ્તારોમાં એક્સપોર્ટ કરાતું હતું. ત્યારે આ ઉદ્યોગ પડી ભાંગવાને કારણે માણાવદર પંથક પછાત થઈ ગયો હતો ત્યારે જો આ વિસ્તારમાં ઓઇલ કે ગેસ કે કોઈ ખનીજનો જથ્થો મળે તો માણાવદર વિસ્તાર માં ફરીથી સોનાનો સુરજ ઊગશે.
હજુ સુધી ગેસ કે તેલ કાંઈ મળ્યું છે એ અફવાથી દૂર રહેવાનો લોકોને અનુરોધ.
હાલમાં માત્ર ઘગૠઈ કંપની દ્વારા ડ્રિલિંગ કરીને સંશોધન કાર્ય કરવામાં આવી રહ્યું છે હજુ સુધી તેલ કે ગેસ કાંઈ મળ્યું નથી જેવી કોઈપણ પ્રકારની અફવાથી દૂર રહેવા પણ ઘગૠઈ અધિકારીઓએ અનુરોધ કર્યો હતો.



