હેલ્થ એક્સપર્ટસ અનુસાર, ચા અને સિગારેટનું એક સાથે સેવન કરવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો તમે પણ આ બંનેનું એક સાથે સેવન કરતાં હોય તો આજ થી જ છોડી દેજો. નહિતર કેટલું નુકસાન થશે તે અહીં જાણી લો.
ચા સાથે સિગારેટ આદત બની ગઈ છે. ખાસ કરીને આ આનું સેવન કરતા લોકો શિયાળામાં ખૂબ જોવા મળે છે. એક કપ ગરમ ચા અને સિગારેટની કશથી અમુક લોકોને તાજગી અને રાહત મળે છે. જોકે, આ નથી ખબર કે ચા અને સિગારેટનું કોમ્બિનેશન સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક સાબિત થઈ શકે છે.
- Advertisement -
હેલ્થ એક્સપર્ટસ અનુસાર, ચા અને સિગારેટનું એક સાથે સેવન કરવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો તમે પણ આ બંનેનું એક સાથે સેવન કરતાં હોય તો આજ થી જ છોડી દેજો. નહિતર કેટલું નુકસાન થશે તે અહીં જાણી લો.
પેટની સમસ્યા વધી શકે છે
ચામા કેફીન હોય છે, જે એક ટોનિકના રૂપે કામ કરે છે. આ પાચન તંત્ર પર અસર કરે છે અને આંતરડાના સંકોચનને વધારે છે, જેથી મળ ત્યાગમાં સરળતા રહે છે. જોકે, વધારે ચા પીવાથી શરીરમાં પાણીની ખામી સર્જાઇ શકે છે, જેથી કબજિયાત અને અન્ય પાચન સંબંધિત સમસ્યા ઉત્પન્ન થાય છે.
- Advertisement -
આંતરડામાં થશે સોજો
ચાનું અતિશય સેવન કરવાથી પેટમાં બળતરા અને સોજો આવી શકે છે. જોત તમે લેકટોઝ અસહિષ્ણુ છો, તો ચા અને સિગારેટનું સંયોજન સમસ્યા વધારી શકે છે, જેવી કે સોજો અને પેટની ગેસ.
સિગારેટની અસર
સિગારેટમાં નિકોટિનનું પ્રમાણ નર્વસ સિસ્ટમને ઉત્તેજિત કરે છે અને આંતરડાની પ્રવૃત્તિને અસ્થાયી રૂપે ઝડપી બનાવી શકે છે. નિકોટિન આંતરડામાં લોહીના પ્રવાહને ઘટાડે છે. જેથી તેમની કામ કરવાની ક્ષમતા ઘટી જાય છે. સતત ધૂમ્રપાન ગટ માઇક્રોબાયોટાના સંતુલનને બગાડે છે. જે પાચનના સ્વાસ્થ્ય પર અસર કરે છે.
રોકવા માટે ઉપાય
ચાનું સેવન ઘટાડવુ; કેફીનનું સેવન ઘટાડવુ એન હર્બલ ચાનું સેવન કરવું જેમાં કેફીન-મુક્ત અને ફૂદીનો કે આદું જેવી સામગ્રી હોય.
હાઇડ્રેટેડ રહેવું: આખા દિવસમાં ખૂબ પાણીનું સેવન કેફીનની અસરોનો સામનો કરી શકે છે. દરરોજ ઓછામાં ઓછા 8-10 ગ્લાસ પાણી પીવું.
ધુમ્રપાન છોડવું: ધુમ્રપાનની ટેવને ઘટાડવી અથવા સાવ બંધ કરીને આંતરડાના સ્વાસ્થ્યને સુધારી શકો છો.
ખોરાકમાં ફાઈબરનું પ્રમાણ વધારવું: ડાયટમાં ભરપૂર માત્રામાં ફાઈબર સામેલ કરવો, જેમાં ફળ, શાકભાજી અને આખા અનાજનું સેવન કરવું. ફાઈબર મળ ત્યાગમાં મદદ કરે છે અને કબજિયાત અટકાવે છે.