આધુનિક ચિકિત્સા વિજ્ઞાનના સંશોધનો
આજના સમયમાં તમારા બાળકોના સ્વાસ્થ્ય માટે તમે શું કરી શકો, ઉછેર કેવી રીતે કરવો જોઈએ
- Advertisement -
આધુનિક ચિકિત્સા વિજ્ઞાન સામે આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સા કરતા લોકો જે પ્રકારે લઘુતાગ્રંથિ અનુભવે છે તે બહુ જોખમી છે
આયુર્વેદ કે પ્રાકૃતિક ચિકિત્સા જેવા અસલી વિજ્ઞાનની મજાક ઉડાવે છે જેની જન્મજાત વૈજ્ઞાનિકતા તેમની કલ્પનાથી ઘણી આગળ છે
આપણે જીવ અને શિવનું મિલન કરાવતા યોગ અંગે કલાકો ચર્ચા કરી શકીએ છીએ. સવારે બે પાંચ કપ ચા પીધા વિના ઉંઘ ન ઉડતી હોય તો પણ કુંડલિની જાગૃતિ બાબતે સીક્ષરો ઠોકી દઈએ છીએ. આપણે નરેન્દ્ર મોદી બ્રાઇડન વ્લાદીમિર પુતિનને પણ ભજ્ઞક્ષતીહફિંશિંજ્ઞક્ષ આપી શકી તેમ છીએ પણ સ્વયં સ્વસ્થ રહેવા, પોતાના બાળકોને સ્વાથ્યપૂણે જીવન પ્રદાન કરવા શું કરવું જોઈએ તે બાબતે ઘણું અલ્પ ચિંતા ધરાવીએ છીએ. જો કે કોરોના પછીના આ સમયમાં આવા ચિંતનની તાતી જરૂર ઊભી થઈ છે…
લગ્નમાં જેમ સપ્તપદી હોય છે તે રીતે હવે નૂતન ભારતના નિર્માણ અર્થે ખાસ કરીને સ્વાસ્થ્યના સંદર્ભમાં બાળ ઉછેર મહત્વના આઠ મુદ્દા બાબતે આજે જાણીએ. તે વાંચી આપને ખ્યાલ આવશે કે શાળામાં સ્વાસ્થ્ય શિક્ષણ અંગેની નીતિઓ બદલાવની તાતી જરૂરિયાત છે….
- Advertisement -
1બાળકોને શીખવવું જોઈએ કે,પોષક તત્ત્વો નહી બલ્કે ખોરાકનું શરીર દ્વારા સંપૂર્ણ પાચન અને અભિશોષણ જ તેમનો વિકાસ અને વૃધ્ધિ કરે છે.
2 બાળકોને શીખવવું જોઈએ કે માંદગી અને સ્વાસ્થ્યની સામાન્ય સ્થિતિ એ બન્ને સમયનો આહાર હરગીઝ એક ન હોઈ શકે; ( તેથી જ ) પોષણ બાબતે પ્રાકૃતિક ચિકિત્સા દ્વારા સૂચવવામાં આવેલ માર્ગદર્શક બાબતો નો શાળાના અભ્યાસક્રમમાં શા માટે અને કેવી રીતે ફરજિયાત સમાવેશ થવો જોઈએ તે નિર્દિષ્ટ કરવામાં આવ્યું છે.
3 બાળકોને એ શીખવવું જોઈએ કે કોઈ ગમ્મે તેટલો આગ્રહ કરે તો પણ સખ્ખત ભૂખ લાગ્યા વિના ન જ ખાવું અને બરાબર ભૂખ લાગે ત્યા સુધી જમી લેવા માટે રાહ જોવી તે અત્યંત અગત્યની બાબત છે..
4બાળકો પોતે સાજા સારા હોય ત્યારે પણ તેઓ ચોકલેટ, બિસ્કીટ અને જંક ફુડ્સ પ્રત્યે અભાવ કેળવે અને તેનાથી દૂર રહે તે માટે શીખવવું જોઈએ..કોઈ તેમને આવી વસ્તુઓ આપે અને બાળક તે લેવા ઇન્કાર કરે ત્યારે તેની પ્રશંસા કરી તેને પ્રોત્સાહન આપવું જોઈએ.આવા લોકો તેમને શૈક્ષણિક રમકડાં પુસ્તકો કે ઘરનો બનાવેલો પૌષ્ટિક અલ્પાહાર આપી ખુશ કરી શકે છે.
5 બાળકોને દરરોજ ઘરની બહાર રમવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ તેઓને મોબાઇલ પર રમવું અને ઘરની બહાર રમવામાં શું ફર્ક છે તે બાબતે વિચારતા કરવા જોઈએ. જો શક્ય હોય તો ઘરના વડીલો એ પણ પ્રસંગોપાત તેમની સાથે જોડાઈ ગેજેટ ની રમતો વીના પણ કેવો આનંદ માણી શકાય છે તે તેમને આત્મસાત કરાવવું જોઈએ.
6જે તે ખાદ્ય પદાર્થ – આહારની જે પોતાની એક આગવી પ્રકૃતિ છે અને એક તંદુરસ્ત શરીરમાં તે કઈ પ્રકારની પ્રક્રિયા કરે છે તે બાબતે બાળકોને અત્યંત ઓછા માહિતગાર કરવામાં આવે છે.. અત્યારે બાળકોને ફક્ત ખોરાકના પોષણ મૂલ્યો બાબતે જ શીખવવામાં આવે છે, જે તે ખોરાક શરીરમાં જઈ કઈ પ્રકારે કામ કરે છે, શરીરમાં તે વ્યક્તિત્વ ઘડતર બાબતે શું કરે છે તે બાબતે આયુર્વેદમાં જે શીખવવામાં આવ્યું છે તે કાઈ જ તેમને કહેવામાં આવતું નથી.દૂધ અને ઘી શરીરમાં શું અલગ અલગ પ્રક્રિયા કરે છે તે બાબતે તેમને જ્ઞાન આપવું જોઈએ.તેઓને એ પણ શીખવવું જોઈએ કે ઉકાળેલા અને સાદા પાણી માં તેમજ શાકભાજી અને માંસમાં શું ફર્ક છે.
7સારી સ્વાથયદાયી આદતો અંગે હંમેશા ઘરના વડીલોએ જ દાખલો બેસાડવો જોઈએ..તેમની આદતો જો બરાબર ન હોય તો બાળકો પાસેથી તે માટે અપેક્ષા રાખી ન શકાય..
8 એકદમ સારા ઉદાહરણ દ્વારા વડીલોએ બાળકો ને એ બરાબર ગળે ઉતારી દેવું જોઈએ કે સ્વાનુભૂતી સાથે અને તેના વીના જીવવામાં ઘણો મોટો ફર્ક છે..
દેશના આ ભવિષ્યના નાગરિકોનું ભવિષ્ય સ્વસ્થ પ્રસન્ન અને ફળદાયી રીતે સાર્થક બની રહે તે માટે શાળાઓમાં આપતા સ્વાસ્થ્ય શિક્ષણમાં જડમૂળથી બદલાવ જરૂરી છે..આ રીતે વિશ્વના રાષ્ટ્રો સમક્ષ ભારત એક બિલકુલ નવું ( અને વળી સાચા અર્થમાં ક્રાંતિકારી ) હેલ્થ મોડેલ રજૂ કરી શકશે…આપણા રાષ્ટ્ર દ્વારા આ સહુથી મહત્વપૂર્ણ રોકાણ બની રહેશે…
હવે એક બીજી વાત…
એ કેવી અજીબ અને અતાર્કિક વાત છે કે પૂરી દુનિયામાં જે રોગ કે જે નાદુરસ્ત સ્થિતિથી કરોડો લોકો પીડાઈ રહ્યા હોય તેની સારવાર સેંકડો કે થોડા હજાર લોકો પર ઔષધ અજમાવીને તેને જે તે રોગની આદર્શ સારવાર તરીકે નિયત કરવામાં આવે છે! લેબોરેટરીમાં ચોક્કસ વાતાવરણમાં કરવામાં આવેલા આ પ્રયોગોના નિષ્કર્ષ બહુ આયામી વૈવિધ્ય ધરાવતા દુનિયાભરના કરોડો લોકો પર લાગૂ કરી દેવામાં આવે છે. બહુ નાના એવા સમૂહ પરના પ્રયોગો પછી જે ઔષધ નક્કી થાય તેને “પુરાવા આધારિત ઔષધ” ગણવામાં આવે છે. કહેવાતા આધુનિક ચિકિત્સા વિજ્ઞાનનો આ યુગ છે માટે તેને આવા ઘણા ખાસ લાભો અને અધિકારો મળી ગયા છે. આ સિસ્ટમને આજે વૈજ્ઞાનિક ધોરણો અને રોગોની સારવાર માટેનો શ્રેષ્ઠ માર્ગ ગણવામાં આવે છે. પરંતુ આ પદ્ધતિ જીવનની વાસ્તવિક સ્થિતિમાં દર્દીઓને તેમનું સાચા અર્થનું સ્વાસ્થ્ય પરત અપાવવામાં સદંતર નિષ્ફળ જાય છે. ઇલાજ થયો હોવાની કેવળ એક ભ્રમણા ઊભી કરવામાં આવે છે. કોઈ પણ અજ્ઞાત સંયોજનને તેના લાભ અને જોખમોના સંદર્ભમાં “પુરવાર કરવાની વાત સાચુકલા વાતાવરણમાં એક દર્દીની સારવાર કરી તેને પૂર્ણ સ્વાસ્થ્ય પ્રદાન કરવાના કૌશલ્યથી બીલકુલ ભીન્ન બાબત છે. જોખમોના પ્રમાણ કરતાં વધુ ફાયદાના ચોક્કસ ગુણોત્તર સાથેની દવા ન તો રોગના ઈલાજની કોઈ ગેરેંટી આપી શકે કે ન તો આવી કહેવાતી દવાઓ માનવી પર લાગુ કરવામાં સલામતી હોય શકે છે, કેમ કે કોઈ પણ વ્યક્તિ દવા લેતી વખતે અથવા પછી પણ કોઈપણ સમયગાળામાં કોઈપણ પ્રકારના જોખમમાં મુકાવાની સંભાવના ધરાવે છે. આધુનિક ચિકિત્સા વિજ્ઞાન પાસે એવો કોઈ ઇનબિલ્ટ લોજિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો તાર્કિક સૈદ્ધાંતિક નિર્ણાયક પાયો નથી જે તેમને એ જવાબ આપી શકે કે, લેબોરેટરીમાં મર્યાદિત સમૂહના માણસો કે પ્રાણીઓ પર થયેલા અખતરા માણસમાં પણ કેવી રીતે અને શા માટે એક સરખું જ પરિણામ આપે.
જો આવો જવાબ તેમની પાસે હોત તો તેઓને જે તે રોગના ઉપચારમાં જે તે દવાની અસરોને પુરવાર કરવા માટે જરૂર ન પડી હોત. આંકડાકીય ગણત્રીઓ કે રજૂઆતની જરૂર ના પડી હોત. માનવીની સારવાર માટે ચિત્ર વિચિત્ર રાસાયણિક સંયોજનના ઉપયોગને યોગ્ય ઠેરવવા માટે તેમની પાસે ખરેખર કોઈ નક્કર તાર્કિક આધાર જ નથી. તેમના આ દાવાઓ પ્રયોગકેન્દ્રિત ડેટા અને સંભાવનાઓની ગણતરીઓ પર આધાર રાખે છે. બીજી તરફ સાચી વાત એ છે કે સામાન્ય માણસ આંકડાની ઇન્દ્રજાળને ભેદીને તેમના દાવાઓનો સત્ય જાણી શકતો નથી. આ સ્થિતિનો ના ભલે ને મોર્ડન મેડિસિન લોબી વૈજ્ઞાનિક સંશોધનના નામે વૈશ્વિક વ્યૂહરચના દ્વારા પોતાની વાતને ચિકિત્સા ક્ષેત્રના અંતિમ સત્ય તરીકે ઠોકી બેસાડે છે. આમ લોકો તેમનો વિશ્વાસ કરવા લાગે છે. દવામાં સંશોધનનો હેતુ ઉપચારના ઉદ્દેશ્ય સાથે ન હોય તો તે અર્થહીન છે. વાસ્તવમાં આ વૈશ્વિક મેનીપ્યુલેશન છે, ઉપચાર તો નથી જ. ઔષધના લાભ અને જોખમોના છેતરામણા ગુણોત્તર થકી કરવામાં આવતા દાવાઓ વાસ્તવિક સારવાર દરમિયાન કોઈ જ નક્કર ઈલાજ કરતા નથી બલ્કે ઘણી વખત મોટા જોખમ ઊભા કરે છે.
આવા નવા નવા રાસાયણિક સંયોજનો ક્લિનિકલ એપ્લિકેશનમાં કોઈ વિશ્વસનીયતા પ્રસ્થાપિત કરી શકતા નથી. કોઈ ચોક્કસ ડ્રગનો વાસ્તવિક ઉપયોગનો ડેટા તપાસી જુઓ તો તે ડ્રગ કોઈપણ રોગના એક પણ પાસાની સાચા અર્થની સફળ સારવાર આપી શકશે નહીં. આ લોકોની સૌથી મોટી મુશ્કેલી એ છે કે તેઓ રોગના મૂળ કારણને સમજવા તૈયાર નથી. આમ રોગને રિવર્સ કરવાની પ્રક્રિયાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. તે લોકોને ખબર જ નથી કે ક્યાં પ્રકારના દર્દીને વધુ લાભ મળશે, વળી આ કહેવાતા લાભ પણ ખરેખરું હીલિંગ તો નથી જ. તેમના આ અજ્ઞાત રાસાયણિક સંયોજનો જેને ડ્રગ્સ કહેવામાં આવે છે તે ખરેખર રોગનેટ સારવાર કરવાને બદલે તેની અસરોને ઉપર દેખાતી બંધ કરે છે, દબાવી દે છે. વૈશ્વિક સ્તરે આધુનિક ચિકિત્સા વિજ્ઞાન ક્ષેત્રે સંશોધનના નામે જે પ્રવૃત્તિ થાય છે તેના નિષ્કર્ષો દુનિયાભરના લોકો પર ઠોકી બેસાડવામાં આવે છે. કહેવાતું આધુનિક વિજ્ઞાન આજે દવામાં વૈજ્ઞાનિક પદ્ધતિનું અનુકરણ કરવાનો ગૂંચવણભર્યો પ્રયાસ કરે છે જ્યારે મૂળરૂપે તે અનિશ્ચિતતાનું એક મોટું વાદળ છે, જે વૈશ્વિક વસ્તી પર ઝેરના વરસાદની જેમ પડી રહ્યું છે. આ કહેવાતા આધુનિક ચિકિત્સા વિજ્ઞાનનું આલોચનાત્મક મૂલ્યાંકન છે જેના પર પશ્ચિમી વિજ્ઞાન વૈજ્ઞાનિક દવા તરીકે ગર્વ કરે છે અને, આયુર્વેદ કે પ્રાકૃતિક ચિકિત્સા જેવા અન્ય અસલી વિજ્ઞાનની મજાક ઉડાવે છે જેની જન્મજાત વૈજ્ઞાનિકતા તેમની વિશાળ કલ્પનાથી ઘણી આગળ છે. સૌથી દુ:ખદ બાબત એ છે કે આયુર્વેદ સમાજ આધુનિક ચિકિત્સા વિજ્ઞાનની આ સંપૂર્ણ રીતે ગેરમાર્ગે દોરેલી વિભાવનાથી દૂર થઈ જાય છે અને આ વિજ્ઞાનની જન્મજાત ઓળખ અને પ્રકૃતિને ઓળખવાનો પ્રયાસ કર્યા વિના પણ પશ્ચિમી દવાઓની તમામ પદ્ધતિઓની નકલ કરી રહી છે.