કિન્નર આચાર્યની તડાફડી
શાહરૂખ ખાનનાં પુત્ર આર્યન ખાનની એક વૅબ સીરિઝ નેટફ્લિક્સ પર આવી છે. નેપો કિડ હોવાનાં નાતે સૌપ્રથમ આક્ષેપ તો એ થાય કે, ‘આ સીરિઝ કોઈ બીજાએ ડિરેક્ટ કરી છે!’ જે પ્રકારનાં ન્યૂઝ મળે છે તે મુજબ તો ડિરેકશન આર્યને જ કર્યું છે.
સવાલ એ છે કે, ડિરેકશન કેવું છે અને સીરિઝ કેવી છે? વેલ, બંને એકદમ ફેન્ટાસ્ટિક છે. બેશક, 35-40થી ઉપરની ઉંમરનાં લોકોને કદાચ આ સીરિઝ ન પણ ગમે. પરંતુ તેમાં ડાયલોગ, સ્ક્રિપ્ટ ડિરેકશનનાં અનેક ચમકારા છે. આખી સીરિઝ વેલમેઈડ છે. નિર્દેશક તરીકે આર્યને ક્યાંય ગ્રિપ ગુમાવી નથી. આખી સીરિઝ ટ્વિસ્ટ્સ એન્ડ ટર્નથી ભરપૂર છે. ક્યાંય લાગતું નથી કે, કોઈ નવોદિત ડિરેકટરે સીરિઝ ડિરેકટ કરી છે.
સીરિઝમાં ગાળોનો ઉપયોગ છે, સ્લૅન્ગ લૅન્ગ્વેઝ છે… પરંતુ આજકાલની વેબ સીરિઝ જોનારા લોકો માટે આ બધી વાતો એકદમ કોમન છે. ઑલમોસ્ટ દરેક પાત્રોએ પોતાની ભૂમિકા સારી રીતે નિભાવી છે. કરણ જોહરને જોઈને ભયંકર ઈરિટેશન થાય છે પરંતુ તેને કદાચ ઈરિટેટ કરવા જ રખાયો છે. રજત બેદી અને મનોજ પાહવા ખરેખર મોજ કરાવે છે.
આર્યન ખાન જો આવું જ કામ કરતો રહેશે તો ભવિષ્યમાં તેની પાસેથી ઑફ્ફબિટ કૃતિઓ મળી શકે. પ્રથમ કૃતિ પરથી તો એ જીનિયસ લાગે છે. કમસે કમ તેનાં પપ્પા જેવો મીડિયોકર તો એ નથી જ.
- Advertisement -