આરીફભાઈ કાલવા અને ડો.ઉત્તમ જાજુએ 10 વર્ષની મહેનતથી ડીજિટલ પુસ્તક તૈયાર કર્યું
આ પુસ્તક આધારીત આગામી સમયમાં ફિલ્મ બનશે જે વૈશ્ર્વિક સ્તરે પહોંચાડવામાં આવશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ તા. 17-09-1950ના રોજ જન્મ સ્થળ-વડ નગર, ગુજરાતથી લઈને 4-વખત સી.એમ. અને 3-વખત પી.એમ., વિદેશ યાત્રા અને ત્યારબાદ 2024માં વનપર્યાવરણ ઉપર કરેલી કામની ડીજીટલ 371 પેજવાળી પુસ્તકમાં વિગત જણાવી છે. અને તે પુસ્તકની પાછળ 10 વર્ષથી વધારે સમય સુધી રાત દિવસ એક કરી આરીફભાઈ કાલવા (સંપાદક, એડીટર, પ્રોડયુસર, બોલીવુડ ફિલ્મ) તથા ડો.ઉત્તમ જાજુ (ઓથર, રાઈટર, ડાયરેકટર, બોલીવુડ ફિલ્મ)નું પુસ્તક બનાવવાનું સપનુ પુરૂ અને ફિલ્મ બનાવવાનુ સપનુ બાકી. “કેમ છો” ડીજીટલ પુસ્તકની ભેટ આપીને, આરીફ બી. કાલવા તથા ડો.ઉત્તમ જાજુ લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76માં જન્મ દિવસની શુભેચ્છા પાઠવે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસના ઐતિહાસિક પ્રસંગે OHH WOW PRODUCTION ENTERTAINMENT સુરત મુંબઈ ગર્વપૂર્વક રજૂ કરે છે. “કેમ છો” એવું અનોખું પ્રકાશન જે ફક્ત લખાયું નથી. પરંતુ આખા 10 વર્ષના સમર્પણ, સંશોધન અને દ્રષ્ટિકોણથી સાકાર થયું છે. આ વિશેષ કૃતિને જીવંત બનાવવામાં સંપાદક આરીફ બી. કાલવાની અવિરત પ્રતિબદ્ધતા અને ડો.ઉત્તમ જાજુની સર્જનાત્મક લેખન શક્તિનું અનોખું યોગદાન છે, “કેમ છો” ભાવનાઓથી પર, તથ્યો અને સંશોધન પર આધારિત એવું ગ્રંથ છે જે ફક્ત ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે પ્રાસંગિક અને પ્રેરણાદાયી છે. “કેમ છો” વારતા ફક્ત પુસ્તક પૂરતી સીમિત નથી રહેવાની, આના પર આધારિત બે ભાગોની આંતરરાષ્ટ્રીય ફિલ્મનું નિર્માણ કાર્ય પણ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મ નેતૃત્વ, દૃઢતા અને પરિવર્તનની ગાથાને વૈશ્વિક સ્તરે પહોંચાડશે. આ ફિલ્મનું નિર્માણ આરીફ બી કાલવા અને ડો. ઉત્તમ જાજુ દ્વારા કરવામાં આવશે.
371 પેજના પુસ્તકમાં નેતૃત્વ, દ્રષ્ટિ અને ઉપલબ્ધિઓનો સમાવેશ
- Advertisement -
“કેમ છો” 10 વર્ષની મહેનતથી તૈયાર થયેલી એક આંતરરાષ્ટ્રીય કૃતિની ખાસિયતો
1) 10 વર્ષનું સંશોધન અને પરિશ્રમ – તથ્યો, કથાઓ અને સિદ્ધિઓનું ઐતિહાસિક સંકલન
2) પ્રથમ આંતરરાષ્ટ્રીય રંગીન ડીજીટલ પુસ્તક-પરંપરાગત કાળાશ સફેદ અભિગમથી પરે એક નવો દૃષ્ટિકોણ
3) રાજકીય અને તથ્ય આધારિત – માત્ર નેતૃત્વ, દ્રષ્ટિ અને ઉપલબ્ધિઓ પર કેન્દ્રિત
4) વૈશ્વિક આકર્ષણ – આંતરરાષ્ટ્રીય વાચકો, વિચારો અને વિદ્વાનોને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યું છે
5) “કેમ છો” ડીજીટલ પુસ્તક એમેઝોન ઉપર તા.30/4/2025ના રોજ લોન્ચ કરવામાં આવ્યુ છે. જેની કિંમત રૂ.2200 છે.



