‘કોલ્ડ પ્લે’માં બે દિવસ હાઉસફૂલ રહ્યું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ : માર્ટીને ‘વંદે માતરમ’ ગાઈ કહ્યું ‘મા તુજે સલામ’
પ્રજાસત્તાક પર્વે ક્રિસ માર્ટીન દેશભક્તિના રંગે રંગાયો
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
છેલ્લા કેટલાક દિવસોથી બ્રિટીશ રોક બેન્ડ ‘કોલ્ડ પ્લે’ પોતાના ગીત પર ભારતીયોને ઝૂમવા માટે મજબૂર કરી રહ્યું છે. મુંબઈમાં કોન્સર્ટ સુપરહિટ રહ્યા બાદ ગઈકાલથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લેની કોન્સર્ટ થઈ રહી છે. જેમાં ગઈકાલનો પ્રથમ દિવસ ખૂબ જ હિટ રહ્યા બાદ આજે બીજા દિવસે પણ ફેન્સથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હાઉસફૂલ જોવા મળ્યું હતુ. આ તકે ક્રિસ માર્ટીન દેશભક્તિના રંગે રંગાયો હોય તેમ તેણે સ્ટેજ પરથી વંદેમાતરમ ગીત ગાઈને ઉપસ્થિત ફેન્સનું દિલ જીતી લીધુ હતુ.
લ્ડ પ્લેના મુખ્ય સીંગર ક્રિસ માર્ટીને અમદાવાદ કોન્સર્ટમાં ભારતીય ફેન્સને ખાસ ભેટ આપી હતી. જેમાં તેણે 76માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પોતાના ફેન્સને હિન્દીમાં શુભકામના પાઠવી હતી. પોતાના સંબોધનમાં ક્રિસ માર્ટીને સૌ કોઈનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, અમે સૌ લોકો આપનું સ્વાગત કરીએ છીએ. પ્રજાસત્તાક પર્વ પર ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવો એક અદ્દભૂત અનુભવ છે. આ શોમાં સામેલ થવા માટે આ સૌનો આભાર. મને ખબર છે કે, ટ્રાફિક, હોટલ, ટિકિટની લાઈનો આ બધી તકલીફોમાંથી પસાર થઈને અહીં સુધી આવવું ઘણું અઘરું છે. અમને આ એક અદ્દભૂત દિવસ આપવા બદલ આપ સૌ કોઈનો આભાર.
ગઈકાલે પણ ક્રિસ માર્ટીને ગુજરાતીમાં સંબોધન કરીને સૌ કોઈને આશ્ચર્યચકિત કરી નાંખ્યા હતા. જેમાં ક્રિસ માર્ટીને ભાગેલા-તૂટેલા ગુજરાતીમાં કહ્યું હતું કે, તમે લોકો આજે ખૂબ સુંદર લાગો છો. હું તમારા શહેરમાં આવ્યો છું. કેમ છો અમદાવાદ?
અભિનંદન અમદાવાદ, અમે કરી બતાવ્યું! હર્ષ સંઘવીની પોસ્ટ; રેકોર્ડબ્રેક 2.5 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી