-ઈરાને ઉતરી ઈરાક-સીરીયામાં મોસાદના વડામથક પર મિસાઈલ દાગ્યા: અમેરિકી દૂતાવાસ સામે વિસ્ફોટ: ચારના મોત
હમાસના ઈઝરાયેલ પર હુમલા બાદ બન્ને વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હવે મધ્યપુર્વને દઝાડી રહ્યા છે અને ખાસ કરીને ઈઝરાયેલ વિરોધી હુથી સહિતના સંગઠનોએ એડનના ગલ્ફમાં અમેરિકી માલીકીના જહાજ પર મિસાઈલ દાગીને મોટો હુમલો કરતા અહી અમેરિકા વધુ નૌકાદળ મોકલીને યમનના આ આતંકી સંગઠન પર મોટો હુમલો કરી શકે છે.
- Advertisement -
તો બીજી તરફ ઈરાનમાં પ્રથમ વખત આ તનાવમાં એકશન લેતા ઈરાકમાં રહેલો ઈઝરાયેલ ગુપ્તચર એજન્સી મોસાદના વડામથક પર બેલેસ્ટીક મિસાઈલ દાગતા ચાર લોકોના મોત થયા છે. આમ ઈરાને હવે ઈઝરાયેલને સીધુ છંછેડતા તનાવમાં નવા ભડકાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
યમનના હુથી સંગઠન એ ગઈકાલે મેડનના ગલ્ફમાં રહેલા અમેરિકી ધ્વજ સાથેના એક વ્યાપારી જહાજ પર એન્ટીથીપ મિસાઈલ દાગી હતી. જીબ્રાલ્ટર ઈગલ તરીકે નોંધાવાતા આ જહાજ પર હુમલા અંગે જો કે હુથી સમુદાયે હજુ જવાબદારી લીધી હતી પણ જે રીતે હુથી આતંકીઓ વ્યાપારી સહાજને નિશાન બનાવી રહ્યા છે તે અમેરિકા સહિતના દેશોનો ધીરજથી કસોટી જેવું વાતાવરણ બની રહે છે.
હુમલાના નિશાન બનનાર જહાજના કંપને આ અંગે બ્રિટીશ મેરીટાઈમને પણ જાણ કરી હતી. જહાજને નુકશાન થયું છે પણ તે સફર પર આગળ વધ્યું હતું. રવિવારે હુથી સમુદાયે અમેરિકી વોરશીપ પર હુમલો કર્યો હતો.
- Advertisement -
બીજી તરફ ગઈકાલે ઈરાક અને સીરીયામાં અનેક ક્ષેત્રો પર હુમલા કર્યા હતા. જેમાં અર્બીલમાં જાસૂસોના વડામથક અને ઈરાન વિરોધી આતંકવાદીઓને નિશાન બનાવ્યા હતા અને આ હુમલામાં ચાર લોકો માર્યા ગયા હતા. આ મિસાઈલ અર્બીલમાં અમેરિકી વાણિજય દૂતાવાસ પાસે જ પડી હતી. જો કે તેનાથી દૂતાવાસને કોઈ નુકશાન થયું નથી.
ઈરાનના રીવોલ્યુશનથી ગાર્ડએ એક નિવેદનમાં જણાવ્યું કે સીરીયામાં ઈસ્લામીક સ્ટેટના અનેક ક્ષેત્રોમાં તેણે મિસાઈલ દાગ્યા હતા. અમેરિકાએ આ હુમલાની ટીકા કરી હતી. હાલમાં જ ઈરાનના એક જનરલની સ્મૃતિએ આયોજીત કાર્યક્રમમાં મિસાઈલથી હુમલો કરાતા 84 લોકો માર્યા ગયા હતા અને આ જનરલની હત્યામાં ઈઝરાયેલની જાસૂસી એજન્સી મોસાદની ભૂમિકા હતી તે ખુલતા ઈરાને વળતો હુમલો મોસાદ પર કર્યો છે.



