શહેરની જુદી-જુદી ચાર વિધાનસભા વાઈઝ કાર્યક્રમ યોજાશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત નવનિર્મિત આવાસોનું લોકાર્પણ તથા લાભાર્થીઓને આવાસ ફાળવણી ડ્રો કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે વર્ચ્યુલ ઉપસ્થિતિમાં તા. 10ના રોજ યોજાશે. રાજકોટ શહેરમાં વિધાનસભા વાઈઝ અલગ અલગ ચાર સ્થળોએ કાર્યક્રમ યોજાશે. રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણી, રૂડાના સી.ઈ.એ. જીવી મિયાણી તથા ઈ.ચા.નાયબ કમિશનર એચ.આર.પટેલ એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ ઊઠજ-1 કેટેગરીના 1244, ઊઠજ-2 કેટેગરીના 1056 આવાસ મળી કુલ 2300 આવાસોનું તેમજ રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ 49 આવાસો મળી કુલ 2349 આવાસોનું લોકાર્પણ વિધિવત રીતે કુંભ કળશનું પૂજન કરી, ગૃહપ્રવેશ આપવામાં આવનાર છે તેમજ રાજકોટ મહાનગરપાલિકાના અલગ અલગ કેટેગરીના 553 આવાસોના વેઈટીંગ લીસ્ટના લાભાર્થીઓને તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના 143 આવાસો લાભાર્થીઓને ફાળવણીનો કોમ્પ્યૂટરાઈઝ્ડ ડ્રો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે તેમની વર્ચ્યુલ ઉપસ્થિતિમાં તા.10/02 શનિવારના રોજ બપોરે 11-30 કલાકે યોજાનાર છે.
આવાસ યોજનાના લોકાર્પણ તથા ફાળવણી માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની અલગ અલગ ચાર વિધાનસભા વાઈઝ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આર.એમ.સી.બગીચા માટેનો પ્લોટ, રેલનગર મેઈન રોડ, ભગવતી હોલ પાછળ, શ્રી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ, પી.એન્ડ ટી.વી.શેઠ હાઈસ્કુલ, 80 ફુટ રોડ, ભક્તિનગર સર્કલથી આગળ અને તપન હાઈટ્સ રોડ, શ્યામલ વાટિકા પાસે, પુનિતનગર પાણીના ટાંકા સામે, વાવડી પાસે કાર્યક્રમ યોજાશે.
આ આવાસ યોજનાના લોકાર્પણ કાર્યકમ મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષસ્થાને યોજાશે. જુદા જુદા સ્થળે યોજાનાર કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા અને રામભાઇ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતા શાહ, રમેશભાઇ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા, હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણી, શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા અને ડો. માધવ દવે, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, શહેર ભાજપના હોદેદારો, વોર્ડ સંગઠનના હોદેદારો, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં આવાસ યોજનાના તેમજ અન્ય યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે.