જૂનાગઢના કડિયાવાડમાં મકાન ધરાશાયી થતાં 4 લોકો દટાયા છે. NDRFની ટીમ અને સ્થનિકો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મેયર સહિતના પદાધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે.
સમગ્ર રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડે હાહાકાર મચાવ્યો છે. તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો મેઘતાંડવ થતાં તારાજીના ભારે કરપીણ દ્રશ્યો સર્જાયા છે. લોકો મેઘરાજાને હવે ખમૈયા કરવાની પ્રાર્થના કરી રહ્યા છે. વરસાદી માહોલ વચ્ચે જૂનાગઢથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢના કડિયાવાડમાં દુર્ઘટના સર્જાઈ છે. કડિયાવાડમાં મકાન ધરાશાયી થતાં 4 લોકો કાટમાળ નીચે દટાયા છે. મકાન ધરાશાયી થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે. મેયર સહિતના પદાધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે.
- Advertisement -
#WATCH | Gujarat | A two-storeyed building collapsed in Junagadh. Several feared trapped. Further details awaited. pic.twitter.com/nxVeU0njSn
— ANI (@ANI) July 24, 2023
- Advertisement -
મકાન ધરાશાઈ થતા 4 લોકો દટાયા
મકાન ધરાશાયી થતાં રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે. NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે. JCB સહિત સ્થાનિકો પણ રેસ્ક્યુની કામગીરીમાં જોડાયા છે. 108 એમ્બુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી છે.
કોર્પોરેશનની ટીમો પહોંચી ચૂકી છે ઘટના સ્થળેઃ લલિત પરસાણા
કોર્પોરેટર લલિત પરસાણાએ VTV ન્યૂઝને જણાવ્યું છે કે, હાલ કોર્પોરેશનની ટીમો ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. લગભગ અડધી કલાકમાં રેસ્ક્યુની કામગીરી પૂર્ણ થઈ જશે.