મનપાને અવારનવાર રજૂઆત છતાં કેમ કોઈ કાર્યવાહી નહીં?
શું સત્તાધિશોને આ લટકતું બોર્ડ નહીં દેખાતું હોય?
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મનપા તંત્રની એક પછી એક બેદરકારી સામે આવી રહી છે. જેમાં રાજકોટ યાજ્ઞિક રોડ પર આવેલા કુબેર કોમપ્લેક્સની છત પર હોટલ કુબેરનું બોર્ડ મારેલું છે જે ભયજનક રીતે લટકી રહ્યું છે ત્યારે પવનના કારણે આ બોર્ડ પડી જાય અને કોઈ જાનહાનિ થાય તો તેના જવાબદાર કોણ? આ અંગે મનપાને અવારનવાર રજૂઆત છતાં કોઈ યોગ્ય પગલાં લેવામાં આવતા નથી તથા શું મનપાના અધિકારીઓને આવડું મોટું બોર્ડ નજરે કેમ નહીં પડતું હોય? તે પણ એક પ્રશ્ર્ન છે.