4000થી વધુ ડિઝાઈનની અવનવી રાખડીઓ જોવા મળી રહી છે, 15થી 20% ભાવનો વધારો
ખાસ-ખબર સંવાદદાતા
શ્રાવણ માસના પ્રારંભ સાથે જ અનેક તહેવારોની શરૂઆત થઈ ચૂકી છે. રક્ષાબંધનના પર્વને આડે હવે થોડા દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ તહેવારને લઈને રાજકોટની બજારમાં આવનવી રાખડી વેચાણ અર્થે આવી ગઈ છે. જેના કારણે બજારોમાં રાખડીઓ ખરીદવા લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. અવનવી પ્રકારની વિવિધ રાખડીઓની બોલબાલા વધી છે.
- Advertisement -

સદર બજાર, ધર્મેન્દ્ર રોડ સહિતની બજારોમાં વિવિધ પ્રકારની અવનવી વેરાયટી વાળી રાખડીઓ આવતા આકર્ષણ ઊભું થયું છે. તો વળી બાળકો માટે પણ છોટા ભીમના કાર્ટૂન, લાઈટિંગ, મોટુ પતલુ, વોચવાળી તથા બાલ ગણેશ સહિતની રાખડીઓ બજારમાં ધૂમ મચાવી રહી છે. આ વર્ષે બજારમાં 4000થી વધુ ડિઝાઈનની અવનવી રાખડીઓ ખાસ જોવા મળી રહી છે અને તેમાં પણ છેલ્લા ઘણા વર્ષોથી લુમ્બા રાખડીનો ક્રેઝ વધતો જોવા મળી રહ્યો છે. પરંતુ 15થી 20 ટકાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે.



