ચીન સહિત સમગ્ર દુનિયામાં કોરોના વાયરસના કહેરના કારણે ગુજરાત સરકાર પણ સક્રીય બની છે. કોરોના સંક્રમણની આશંકા વચ્ચે રાજ્યની હોસ્પિટલો સજ્જ થઈ રહી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં અત્યારથી જ કોવિડ વોર્ડ કાર્યરત કરી દેવાયો છે. હાલ પ્રાથમિક તબક્કામાં 56 બેડનો કોવિડ વોર્ડ તૈયાર કરાયો છે. જે પૈકી શંકાસ્પદ અને પોઝિટિવ દર્દી માટે 20-20 બેડ જ્યારે 16 ઈંઈઞ બેડ કાર્યરત કરાયા છે. હાલ કોરોના સંક્રમણ નિયંત્રણમાં છે. જોકે સાવચેતીના ભાગરૂપે પ્રશાસને કોવિડ વોર્ડ ઉપરાંત જરૂરી દવાઓનો સ્ટોક કરી લેવાયો છે. તો હોસ્પિટલ સ્ટાફને સ્ટેન્ડ બાય રહેવાના આદેશ કરી દેવાયા છે.
વડોદરામાં પણ ગોત્રી ખાતે આવેલી ૠખઊછજ હોસ્પિટલમાં 10 બેડનો કોવિડ વોર્ડ કાર્યરત કરી દેવાયો. તો આવનારા દિવસોમાં 70થી 100 બેડનો કોવિડ વોર્ડ શરૂ કરાશે. આ ઉપરાંત ગોત્રી હોસ્પિટલ્સ ખાતે 10 ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરાયા છે. જે પૈકી આઠ પ્લાન્ટ કાર્યરત છે. જ્યારે બે પ્લાન્ટ મેઈન્ટેનન્સ હેઠળ છે. તો હાલ આરોગ્ય વિભાગે ગોત્રી હોસ્પિટલ અને સયાજી હોસ્પિટલમાં કોવિડના ટેસ્ટિંગ અને બુસ્ટર ડોઝ આપવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે.
સુરત મનપાના રાંદેર ઝોનમાં ડેપ્યુટી કમિશનર આશિષ નાયકની ઉપસ્થિતિમાં આરોગ્ય વિભાગ તથા નિષ્ણાંત તબીબોની બેઠક બોલાવાઈ હતી. જેમાં અડાજણ, પાલ, વેસુ અને પાંડેસરામાં 50-50 બેડની ચાર હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. તો હોસ્પિટલમાં ઓક્સિજન બેડ, જરૂરી દવા અને ઈંજેકશનનો જથ્થો ઉપલબ્ધ કરવાના પણ આદેશ અપાયા તો આરોગ્ય વિભાગને ફરીથી કોરોના ટેસ્ટિંગ પર ભાર મૂકવા તાકીદ કરવામાં આવી છે.
- Advertisement -
રાજકોટ સરકારી હોસ્પિટલ સિવિલ સર્જન આર.એસ.ત્રિવેદીએ કહ્યું હતું કે, અમે કોરોના સામે તૈયાર છીએ. રાજકોટ સિવિલ હોસ્પિટલ તમામ સુવિધાઓથી સજજ છે અને કોરોના વોર્ડ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે.
ભાવનગર મહાપાલિકાના કમિશનર વી.એન. ઉપાધ્યાય અને સિવિલ સર્જન બ્રહ્મભટ્ટ આજે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં સિવિલ હોસ્પિટલમાં ઉભા કરાયેલા ઓક્સિજન પ્લાન્ટની પણ મુલાકાત કરી હતી. ભાવનગર સિવિલમાં દર મીનિટે 2 હજાર લીટર ઓક્સિજન ઉત્પન્ન કરતો ઓક્સિજન પ્લાન્ટ છે. તો દૈનિક કોરોના ટેસ્ટિંગની સંખ્યા 500થી વધારીને 1 હજાર કરવાની સૂચના આપી છે. તો કોરોનાના સંક્રમણની ભીતિ વચ્ચે બનાસકાંઠામાં જિલ્લામાં બેદરકારી સામે આવી છે. વડગામ તાલુકાના છાપીમાં આવેલો સૌથી મોટો ઓક્સિજન પ્લાન્ટ બંધ હાલતમાં જોવા મળ્યો હતો.
રાજકોટમાં 18 થી પ9 વર્ષના નાગરીકોની કોરોના પ્રિકોશન ડોઝ લેવામાં ઉદાસીનતા: માત્ર 23.4% રસીકરણ
- Advertisement -
કેન્દ્ર સરકાર દ્વારા 1પ જૂલાઇથી 18 થી પ9 વર્ષના લોકોને કોરોના રસીનો બુસ્ટર ડોઝ દેવાની પરવાનગી આપવામાં આવી હતી. શહેરમાં આજ સુધીમાં 2,70,145 નાગરીકો(23.4 ટકા)એ પ્રિકોશન ડોઝ લીધો છે. છેલ્લા અઢ્ઢી વર્ષથી હાહાકાર મચાવનાર કોરોનાના શહેરમાં શુન્ય કેસ થયા છે છતા પાડોશી દેશ અટલે કે ચીનમાં કોરોના કેસ વધતા સરકારે તંત્રને એલર્ટ રહેવા સુચના આપી છે.મનપા દ્વારા પણ 1પ જુલાઇથી 18 થી પ9 વયના લોકોને કોરોનાનો બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં આજ દિન સુધીમાં 11,53,507 પૈકી 2,70,145 નાગરીકોએ બુસ્ટર ડોઝ લીધો છે. હાલ પ્રિકોશન ડોઝ ખાનગી હોસ્પિટલમાંજ આપવામાં આવતો હોવાથી લોકો આ ડોઝ લેવામાં નિરાશતા દાખવતા હોવાનું આરોગ્ય વિભાગનાં સુત્રોએ જણાવ્યુ છે.
આ ઉપરાંત 87.8 ટકા 12 વર્ષથી 14 વર્ષના બાળકોએ બીજો ડોઝ, 15 થી 17 વર્ષના 90.2 ટકા સગીરોએ બીજો ડોઝ તથા 18 વર્ષથી ઉપરના 110.7 ટકા નાગરીકોએ પ્રથમ ડોઝ તથા 91.3 ટકા લોકોએ બીજો ડોઝ લીધો છે.