સાંકડા રોડમાં પણ મારી મચોડીને BRTS રૂટ ઘૂસાડી દેવાતા વાહનોનો ચક્કાજામ દૈનિક સમસ્યા બની
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની વિકરાળ બની છે. 150 ફૂટ રીંગ રોડ પર સવારે 10થી 12 અને સાંજે 5થી 9 વાગ્યા સુધી માથુ ફાટી જાય તેવું ટ્રાફિક જામ થાય છે. જ્યારે વચ્ચે બીઆરટીએસનો સ્પેશિયલ ખાલીખમ હોય છે. બીઆરટીએસ રૂટ પર રોજની અંદાજિત 35થી વધુ વાર બસો અવરજવર કરતી હોય છે. બીઆરટીએસ રૂટ ગોંડલ ચોકડીથી શરૂ થઈ માધાપર ચોકડી સુધીનો છે. જ્યાં બંને તરફ અવર-જવર બસો કરે છે. બીઆરટીએસ રૂટ 150 ફૂટ રીંગ રોડ સૌથી મોટો 10.05 કિમીનો ફૂટ છે. 150 ફૂટ રીંગ રોડ પર વધતી જતી ટ્રાફિક સમસ્યાનુ મૂળ આ બીઆરટીએસનો રૂટ છે. આખા શહેરનો ટ્રાફિક એક બાજુ હડસેલી દેવો અને બીઆરટીએસ બસોને શહેરમાં રાજમાર્ગ પર સ્પેશિયલ રૂટમાં ફરાવવી તે સ્થિતિ શહેરમાં ટ્રાફિકની આખી વ્યવસ્થા તોડી પાડે છે.
બીઆરટીએસ રૂટ પર 32 હજાર મુસાફરોની રીંગ રોડ પર દોઢ લાખથી વધુ વાહન ચાલકો આવાગમન કરે છે. બીઆરટીએસના રૂટના રસ્તા પહોળા છે. 150 ફૂટ રીંગ રોડ પર બંને તરફનાં રહેતાઓ સાંકડા છે.
જ્યાં વાહન ચાલકોને રોજે ટ્રાફિક સમસ્યાથી પરેશાન થવા મજબૂર થવું પડે છે. આ આંકડાકીય માહિતી પરથી અન્ન થાય છે કે 32 હજાર મુસાફરી સામે દોઢ લાખ વાહન ચાલકો ટ્રાફિક સમસ્યાનો ભોગ બની રહ્યા છે 150 ફૂટ રીંગ રોડ પર બીઆરટીએસ રૂટ પર સવારે 6 વાગ્યાથી રાત્રિના દસ વાગ્યા સુધી સતત શરૂ રહે છે. એક બસમાં દિવસ દરમિયાન અંદાજિત 1000 નાગરિકો મુસાફરી કરે છે. સુવિધા સારી છે પરંતુ આ રૂટના લીધે વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે.
- Advertisement -
BRTS રૂટને જનરલ રૂટમાં ફેરવી દેવો જોઇએ જેથી ટ્રાફિક સમસ્યા હળવી થાય
શહેરીજનો માંગણી કરી રહ્યા છે કે, રાજકોટ મ્યુનિ.તંત્ર દ્વારા શહેરીજનોની આ સમસ્યાને ધ્યાને લઇને ટ્રાફિકની સમસ્યા ઉકેલવા માટે બીઆરટીએસ રૂટને જનરલ રૂટમાં ફેરવી દેવો જોઇએ. અન્ય વાહનચાલકો પણ તેમાંથી પસાર થઇ શકે તેવી પરવાનગી આપવી જોઇએ કે જેથી કરીને સાઇડ રોડ પરથી ટ્રાફિકનું ભારણ ઘટે અને શહેરનો વાહનવ્યવહાર હળવો થાય.



