નોર્થ ઈસ્ટ ચીનની એક રેસ્ટોરન્ટમાં ભયાનક આગ લાગતા ઓછામાં ઓછા 17 લોકો જીવતા બળી મર્યા હતા.
ચીનના ચાંગચુન શહેરમાં ગેસ લીકેજને કારણે એક ભયાનક આગ ફાટી નીકળી હતી જેમાં ઓછામાં ઓછા 17 લોકો જીવતા બળી ગયા હતા તથા 3 લોકો ગંભીર રીતે દાઝ્યા હતા. ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, વેઇબો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરેલા સ્થાનિક મીડિયા દ્વારા એક નિવેદન અનુસાર, ચાંગચુન શહેરમાં એક રેસ્ટોરન્ટમાં બપોરે 12:40 વાગ્યે આગ ફાટી નીકળી હતી.
- Advertisement -
ttps://twitter.com/ANI/status/1575043024349822976?r
આગ લાગી ત્યારે ગ્રાહકો જમી રહ્યાં હતા
આગ લાગવાની ઘટના બની ત્યારે ત્યાં કેટલાક ગ્રાહકો જમી રહ્યાં હતા જોકે કેટલાક લોકો ભાગી છૂટવામાં સફળ પણ રહ્યાં હતા જે લોકો ભાગી ન શક્યા અથવા તો બીજી કોઈ રીતે ત્યાં ફસાઈ ગયા તેવા 17 લોકોના મોત થયા છે.
ચીનમાં વધી રહી છે આગની ઘટના
ઉલ્લેખનીય છે કે તાજેતરના સમયમાં ચીનમાં આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે. આ પહેલા જુલાઈમાં પણ એક મોટી ફાટી નીકળી હતી જેમાં 15 લોકોના મોત થયા હતા.