– બરફના પહાડ નીચે દબાયેલા લોકોને કાઢવા ચીને રેસ્ક્યુ ટીમ મોકલી
ચીનના તિબ્બતમાં દક્ષિણ-પશ્ચિમ ક્ષેત્રમાં આવેલા એક શહેરમાં ભયાનક હિમસ્ખલનને કારણે મોટી ખાનાખરાબી સર્જાઈ છે. ન્યીંગિી શહેરમાં આ ઘટનાને કારણે આઠ લોકોના મોત થયા છે તો અનેક લોકો પહાડો પરથી પડી રહેલા બરફની નીચે જ દબાઈ ગયા છે.
- Advertisement -
આ ઘટના કેટલી ગંભીર હશે તેનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય કે ચીનની સરકારે અહીં ફસાયેલા લોકોની મદદ માટે રેસ્ક્યુ ટીમ ઉતારી દીધી છે. અહીં રાહત-બચાવ ટુકડી બરફમાં દબાયેલા લોકોના મૃતદેહને બહાર કાઢવા ઉપરાંત લાપત્તા લોકોની ભાળ મેળવવાની કોશિશમાં છે.
ઉલ્લેખનીય છે કે, ન્યીંગિીકી શહેર દરિયાકાંઠે આવેલું શહેર છે. તેને તીબ્બતનું સ્વીત્ઝરલેન્ડ પણ કહેવામાં આવે છે. ચીનની શિન્હુઆ ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે આ હિમસ્ખલન મંગળવારે રાત્રે આઠ વાગ્યા નજીક મેનલિંગ કાઉન્ટીમાં આવેલા પઈ ગામને જોડનારા રસ્તા પર થયું હતું જેમાં અનેક લોકો દબાયા હોવાનું અનુમાન છે.
મીડિયા રિપોર્ટસમાં જણાવ્યા પ્રમાણે, ચીન સરકારે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 131 લોકો અને 28 વાહનોને રાતોરાત રેસ્ક્યુ મિશન પર મોકલ્યા છે. આ ઉપરાંત ચીને પણ એક રેસ્ક્યુ ટીમ રવાના કરી છે.
- Advertisement -
જેમાં 246 કર્મી, 70 વાહન અને 994 સર્ચિંગ ડિવાઈસ સામેલ છે જે ફસાયેલા લોકોને બહાર કાઢવાનું કામ કરશે. આ ઉપરાંત લાપતા લોકોને શોધવા માટે 10 મોટા ઉપકરણ પણ આ વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે.