મૃતકોમાં ત્રણ મહિલા, બે બાળકો અને બે પુરુષ: 3ની હાલત ગંભીર, જંબુસર-આમોદ રોડ પરની ઘટના
ખાસ-ખબર ન્યૂઝ ભરૂચ
- Advertisement -
ભરૂચના જંબુસર-આમોદ રોડ પર ઈકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં 6 લોકોના ઘટનાસ્થળે અને એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જેમાં મૃતકોમાં ત્રણ મહિલા, બે બાળકો અને બે પુરુષ સામેલ છે. અન્ય ત્રણ લોકોને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જંબુસર પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી.
ભરૂચ જિલ્લાના જબુંસર-આમોદ માર્ગ પર ઈકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.જેમાં 7 લોકોના મોત થયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે.જયારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે જબુંસરની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકોના ટોળાઓ ઉમટી પડ્યા છે.જબુંસર પોલીસે તાત્કાલિક સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના જબુંસર તાલુકાના વેડચ અને પાંચકડા ગામના સગા સંબંધીઓ સાથે ઇકો કાર લઈને ભરૂચ શુકલતીર્થ ખાતે ચાલી રહેલો મેળો મહાલવા જતા સમયે મંગણાદ નજીક હાઈવે પર ઉભેલી ટ્રક સાથે પાછળ ધડાકા ભેર અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના ઇકોમાં બેઠેલા લોકોની ચીસોથી આસપાસના લોકો દોડી આવ્યા હતા.અકસ્માત એટલો ભયાનક હતો કે,કારમાં સવાર 10 લોકોમાંથી 7 લોકોના મોત નિપજ્યા છે જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને તાત્કાલિક બહાર કાઢીને 108 એમ્બ્યુલન્સ મારફતે જબુંસર રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતની જાણ થતાં જ જબુંસર પીઆઈ એ.વી. પાનમિયા તેમના સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી રાહત કામગીરી હાથ ધરી હતી.જ્યારે ઘટનાની.જાણ થતાં જબુંસર રેફરલ હોસ્પિટલમાં લોકો ટોળા ઉમટી પડ્યા હતા.