-બચાવ કાર્યમાં વાયુસેના લાગી: મુખ્યમંત્રીનું અસરગ્રસ્ત વિસ્તારમાં- હવાઈ નિરીક્ષણ
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને તેના કારણે આવેલા પુરથી નુકસાનના બારામાં જેટલી વાતો બહાર આવે છે તેનાથી વધુ તબાહી થઈ છે ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઝપટમાં અનેક વિસ્તારો આવી ગયા છે. આ વિસ્તારોમાં મોબાઈલ નેટવર્ક નહીં હોવાથી કોઈ જાણકારી નથી મળી રહી.
- Advertisement -
જાણવા મતી વિગત મુજબ અલગ અલગ જગ્યાએ 10 હજારથી વધુ પર્યટક ફસાયા છે. લાહૌલના ચંદ્રતાળમાં બરફ વચ્ચે પર્યટકોને સુરક્ષિત રાખવા ટેન્ટ લગાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુકખુએ અસરગ્રસ્ત વિસ્તારની હવાઈ યાત્રા બાદ જણાવ્યું હતું કે સેંજમાં ભારે તબાહી મચી છે. સિરમોરના શિલાઈમાં ભૂસ્ખલન થવાથી કેટલાક ગામો ખરાબ રીતે બરબાદ થવાની અણી પર છે. સીએમે જણાવ્યું હતું કે રાજયમાં ફસાયેલા 50 ટકા પર્યટકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડી દેવામાં આવ્યા છે. મનાલી તરફથી 2500 ગાડીઓને કાઢવામાં આવી છે,
જયારે 7 હજાર ગાડીઓ ફસાઈ ગઈ છે. આ પુર હોનારતથી રાજયને 4000 કરોડ રૂપિયાથી વધારે નુકસાન થયું છે. આ પુર હોનારતની તબાહીથી રાજયમાં 1100 જેટલા રસ્તાઓ બંધ છે. હિમાચલના પ્રશાસને જણાવ્યું હતું કે પર્યટકો સેફ છે. જે લોકોનો સંપર્ક નથી થયો તેમને ગાયબ માનવું ઠીક નથી કારણ કે વિજળી અને નેટવર્કના અભાવે તે લોકોનો સંપર્ક નથી થઈ શકતો.