સપ્તાહ દરમિયાન ગોચર ગ્રહોની સ્થિતિ:
સૂર્ય વૃશ્ચિક, ચન્દ્ર તુલાથી ધનુ, બુધ વૃશ્ચિક, શુક્ર વૃશ્ચિક, મંગળ વૃષભ, ગુરુ મીન, શનિ મકર, રાહુ મેષ, કેતુ તુલા,
આ સપ્તાહમાં, સૂર્ય, બુધ અને શુક્ર… મંગળની રાશિ વૃશ્ચિક માં એકઠા થયા છે, થોડા સમય માટે ચંદ્ર પણ વૃશ્ચિક રાશિમાં પરિભ્રમણ કરે છે જે.. સામાન્ય પ્રજાને ગુમરાહ કરે અથવા રાજકીય પક્ષો અને નેતાઓ માટે લડાઈ ઝગડા માટે ઉષ્કેરણી થાય તેવું દર્શાવે છે, ઉપરોક્ત ગોચરનો સાપ્તાહિક ભવિષ્યમાં સમાવેશ કરવામાં આવ્યો છે
મેષ (અ, લ, ઇ)
વડિલો કે સિનિયર સિટીઝન ની તબિયત સાચવવી. આધ્યાત્મિક કાર્યમાં સમય પસાર થતો જણાય. માંગલિક પ્રસંગો માટે પગરણ મંડાય, વ્યવહારિક સફળતા મળતી જણાય, રવિવારે મધ્યાહન બાદ કોઈ સારા સમાચાર મળી શકે છે. આર્થિક રોકાણમાં વડીલ વર્ગની સલાહ મહત્વપૂર્ણ બની રહે, કાર્યક્ષેત્રમાં નવી તકોનું નિર્માણ સંભવ તેમજ લુપ્ત થયેલા સંબંધ તાજા થતા જણાય. વ્યવસાયમાં ધારેલો નફો મેળવી શકશો, કારણ વગરની ચિંતા ન કરવી, સ્વાસ્થ્યમાં સામાન્ય બદલાવની અનુભૂતિ થવા સંભવ છે.
વૃષભ (બ,વ,ઉ)
આર્થિક રીતે તથા ગૃહજીવનમાં સાનુકૂળતા જણાય, સોમવારે દિવસ પૂરો થતાં કોઈ સારા સમાચારની પ્રાપ્તિ સંભવ. વારસાગત સંપત્તિ પ્રશ્નોનોનું નિરાકરણ જણાય, કાર્યક્ષેત્રમાં બઢતી-બદલી સંભવ, જૂના સંબંધો ફરીથી તાજા થતા જણાય. આવેલી તકનો લાભ લઈ લેવામાં દૂરંદેશી છે. કાર્યક્ષેત્ર માં આપને મનગમતી તક મળે,કાર્ય પાર લગાવવામાં ધીરજ રાખવી, થોડો સમય ધીરજ અને શાંતિથી પસાર કરવો. પોતાના મનની વાત મિત્રો પાસે મૂકવામાં સંકોચ ન કરવો.
મિથુન (ક, છ, ઘ)
બહાર નીકળતાં, ટ્રાફિક અને વાહન થી સંભાળવું. આપણી કોઈ શંકાનું સમાધાન આવતું જણાય, ખર્ચ પર કાબૂ રાખવો, પ્રિયજન સાથે ગાળેલો સમય યાદગાર બની રહેશે. વાહન અથવા જમીન કે મકાનના પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. નાણાકીય સ્થિતિમાં સુધારો થતો જણાય. આકસ્મિક ધનલાભ થઈ શકે છે. નોકરિયાત વર્ગને પદોન્નતિની શક્યતા. વેપારમાં મોટા સાહસ થઈ શકે છે. સોમવારે આવકનાં સ્રોતમાં સુધારો અને વધારો થતો જાય. બુધવારે લાંબા ગાળાનું રીકાણ લાભદાયી રહે
કર્ક (ડ, હ)
તબિયત અને આર્થિક સ્થિતિમાં સુધારો થતો જણાય. અભ્યાસ ક્ષેત્રે સફળતા મળે. સટ્ટાકીય બાબતોમાં કાળજી રાખવી. રોજગારીની નવી તક મળી શકે છે. વારસાગત મિલકતના પ્રશ્નોના વડીલોનું માર્ગદર્શન મળી શકે. સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. લગ્નજીવન સુખમય રહે. આરોગ્યની કાળજી રાખવી. હિતશત્રુઓથી ખાસ સંભાળવું. અટકેલાં કાર્ય પૂર્ણ થતાં જણાય. આકસ્મિક ધનલાભ થઈ શકે છે. સોમવારે સટ્ટો રમતા ખોટ થવાની શક્યતા છે. બુધવારે મિત્રોથી લાભ ગુરુવારે જમીન અંગેના કામ થાય.
સિંહ (મ, ટ)
આરોગ્યની કાળજી રાખવી. નાણાકીય સ્થિતિમાં સુધારો થતો જણાય. રોજગારીની નવી તક મળી રહે. નોકરી ધંધાના કામમાં, આવકનાં સ્રોતમાં વધારો થઇ શકે છે. સંતાન અંગેના પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. વેપારમાં મોટા સાહસ થઇ શકે છે. રાજકીય ક્ષેત્રે કામ કરતા લોકો માટે, પદ પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે. નાણાકીય સ્થિતિ મજબૂત બનતી જણાય. આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી જરૂરી છે. મંગળવારે સ્પર્ધાત્મક બાબતોમાં સફળતા મળતી જણાય. ગુરુવારે વાહન ચાલકો માટે શાંતિથી દિવસ પસાર કરવો.
ક્ધયા (પ, ઠ, ણ)
વાહન તથા જમીન કે મકાન ના પ્રશ્નો હલ થતા જણાય. વેપારમાં નવા રોકાણ કરતાં ચેતવું. કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ લાવવા જતાં, ફસાઈ ન જવાય તે માટે સંભાળવું. લગ્નજીવન સુખમય બની રહે. વાહન ચલાવતા સંભાળવું. વાદ-વિવાદથી દૂર રહેવું. વિદેશ વેપાર સંબંધી અટકેલાં કાર્ય દૂર થતાં જણાય. વાહન-જમીન ના પ્રશ્નો હલ થતા જણાય. રોજગારીની નવી તક મળી શકે છે. માનસિક ચિંતા હળવી બનતી જણાય. કૌટુંબિક વાતાવરણ સુમેળ ભર્યું બની રહે. સોમવારે સમય સાનુકૂળ રહે. શુક્રવારે સામાજિક જવાબદારીમાં વધારો થઇ શકે છે.
- Advertisement -
તુલા (2,ત)
જમીન કે મકાનની ખરીદી થઇ શકે છે. કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. વેપારમાં નવા રોકાણ થઇ શકે પરંતુ વિચારી આગળ વધવું. નોકરીયાત વર્ગને બદલી-બઢતીની શક્યતા. આર્થિક સ્થિતિ મજબૂત બનતી જણાય. કુટુંબીજનો સાથે યાત્રા-પ્રવાસનું આયોજન થઈ શકે છે. લગ્નોત્સુક માટે સમય શુભ, સટ્ટાકીય બાબતોમાં કાળજી રાખવી. આવક કરતાં ખર્ચ ન વધે તે અંગે સંભાળવું. રોજગારીની નવી તક મળી શકે. સોમવારે અને મંગળવારે નવા રોકાણથી લાભ. ગુરુવારે સમાજ ઉપયોગી કામ થાય.
વૃશ્ર્ચિક (ન, ય)
વેપાર અર્થે થયેલા પ્રવાસ શુભ ફળદાયી બની રહે. નોકરીમાં પદોન્નતિ થઇ શકે. વિદેશ વ્યાપાર માટે સમય સાનુકૂળ છે. લગ્નજીવનમાં સહકાર તથા સંતોષથી જીવવું. . ધંધામાં આવકના સ્રોતમાં વધારો થઇ શકે છે. સટ્ટાકીય બાબતોમાં સંભાળવું. આર્થિક સ્થિતિમાં સુધારો થતો જણાય, લગ્નોત્સુક ને યોગ્ય જીવનસાથીની પસંદગી જોઈ વિચારીને કરવી. સોમવારે કોર્ટ-કચેરીનાં પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. બુધવારે લાંબાગાળાનું આયોજન લાભદાયી બની શકે છે. શુક્રવારે સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવે.
ધનુ (ભ, ધ, ઢ, ફ)
તમારું આર્થિક અને કૌટુંબિક વાતાવરણ સુમેળ ભર્યું બની 2હે. રોજગારીની નવી તક મળી શકે છે પરંતુ સમજીને આગળ વધવું. રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠામાં વધારો કરવા જતા ફસાઈ જવાય તેવું થઇ શકે માટે સમય અને અનુકુળતા પ્રમાણે આગળ વધવું. માનસિક ચિંતા હળવી બનતી જણાય. શેર બજારમાં નવા રોકાણથી લાભ થઇ શકે છે. નોકરીયાત વર્ગને ઉપરી અધિકારીના માર્ગદર્શન મળી રહે. રવિવારે વારસાગત મિલકત પ્રાપ્તિ થઇ શકે છે.
મકર (ખ, જ)
તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થતો જણાશે . વિદેશના અટકેલા કાર્ય પૂર્ણ થઇ શકે, આવકનાં સ્રોતમાં વધારો થઇ શકે છે. ઘરની માનસિક ચિંતા હળવી બનતી જણાય. આર્થિક તથા વેપાર ક્ષેત્રે ભાગીદારીમાં સંભાળવું. નોકરી ધંધામાં સ્થિતિ મજબૂત બનતી જણાય. નવી તક મળી શકે. પરીક્ષા તથા સ્પર્ધાત્મક બાબતોમાં સફળતા મળી શકે છે. સ્થાવર મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવે તે માટે વધારે પ્રયાસ જરૂરી છે.
કુંભ (ગ, શ, સ)
મહેનત કરવી પડે. આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી. વેપારમાં મોટા સાહસ કરવા જતાં વિચારીને કામ થઇ શકે. મિત્રો સાથે નાના યાત્રા-પ્રવાસનું આયોજન થઈ શકે છે જેથી માનસિક ચિંતા હળવી બનતી જણાય. નાણાકીય સ્થિતિમાં સુધારો થઇ શકે. વાહન-જમીન મકાનના પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. મંગળવારે સહકાર્યકરોની મદદ મળી રહે. ગુરુવારે ધર્મ-આધ્યાત્મિક ક્ષેત્રે રુચિ વધતી જણાય. શુક્રવારે માનસિક ચિંતા હળવી બનતી જણાય. આરોગ્યની સુખાકારી જળવાઈ રહે. રવિવારે દિવસ આનંદમય રહે.
મીન (દ, ચ, ઝ, થ)
આર્થિક ક્ષેત્રે તક મળે, સામાજિક સ્થિતિ સારી રહે તેમજ કાર્યક્ષેત્ર વિસ્તૃત થતું જણાય, પ્રવાસમાં સાનુકૂળતા જણાય. ધીરે ધીરે સામાન્ય સ્થિતિમાં આવી જવાશે, માટે ઉતાવળિયા નિર્ણયથી મૂડી રોકાણ કરવું નહીં. શેરબજારમાં રોકાણ લાંબા ગાળે નફો આપે. તમારા પોતાના વાહનમાં જરૂરી રિપેરીંગ કરાવી લેવું, સલાહ ભર્યું છે. મનમાં ધારેલું કામ પાર પડતું જણાય, શુક્રવારે આનંદ પ્રમોદમાં દિવસ પસાર થાય. સોમવારે મહત્ત્વના કાર્યમાં પાછી પાની કરવી નહિ.
, બુધવારે કૌટુંબિક સહકાર સારો મળી રહે અને મહત્ત્વના કાર્યમાં સફળતાનો સ્વાદ ચાખવા મળે.