સપ્તાહ દરમિયાન ગોચર ગ્રહોની સ્થિતિ:
સૂર્ય સિંહ રાશિમાં, ચંદ્ર ધનુથી મીન રાશિ સુધી, બુધ ક્ધયા શુક્ર સિંહ રાશિમાં, મંગળ વૃષભ રાશિમાં, ગુરુ મીન રાશિમાં, શનિ મકર રાશિમાં, રાહુ મેશ રાશિમાં અને કેતુ તુલા રાશિમાં પરિભ્રમણ કરે છે. સપ્તાહ દરમિયાન ગુરુ મીન રાશિમાં વક્રી ભ્રમણ કરે છે. તેમજ શનિ મકર રાશિમાં વક્રી ભ્રમણ કરે છે. મહત્વના બે ગ્રહો ગુરુ અને શનિ વક ગતિ કરે છે. ગુરુ સાત્વિક ગ્રહ છે તો શનિ ક્રૂર..! આ રીતે દુનિયામાં સત્ય અને જૂઠ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો હજુ અંત દેખાતો નથી..!
મેષ (અ, લ, ઇ)
પરિવારના સિનિયર સિટીઝન ની તબિયત સાચવવી. આ સપ્તાહમાં શેરબજારમ નવા રોકાણના તથા દૈનિક સાપ્તાહિક વેપારના કામકાજ એકંદરે અનુકૂળ બની રહેશે. નોકરી માટે તમારા નિર્ણયો શુભ પુરવાર થશે. નવા કામકાજ, નવી કાર્યપદ્ધતિ ઈત્યાદિ માટે ગોચરફળ શુભ છે. નાણાંવ્યવસ્થા એકંદરે અનુકૂળ બની રહેશે. મિત્રો દ્વારા સપ્તાહ દરમિયાન મદદ મળી રહે. મહિલાઓને કાર્યક્ષેત્રે અનુકૂળ તકો પ્રાપ્ત થાય. વિદ્યાર્થીએ મૂંઝવણોમાં માર્ગદર્શન પ્રાપ્ત થાય. સોમવારે આર્થિક લાભ.
- Advertisement -
વૃષભ (બ,વ,ઉ)
આ સપ્તાહમાં શેરબજાની કાર્યપદ્ધતિમાં વિશિષ્ટ અને ઉપયોગી પરિવર્તનો લાવવાના રહેશે . નોકરીના સ્થળમાં તથા કામકાજમાં પરિવર્તનો દેખાય છે. મિત્રો અને પરિવારજનો સાથેના વ્યવહારમાં શ્રેષ્ઠ નિર્ણયો લેવામાં સફળ રહેશો. ધંધાના કારોબારમાં નાણાંઆવકની વૃદ્ધિ થશે. સ્થાવર મિલકત માં લાભ થાય. નોકરી કરતા લોકોને શાંતિ અને સ્થિરતા જણાય. તબિયત સાચવીને કામ કરવું. બાળકોના અભ્યાસમાં ધ્યાન આપવાની જરૃર છે. રવિવારે આનંદ અને ઉત્સાહ રહે.
મિથુન (ક, છ, ઘ)
આ સપ્તાહમાં મધ્યમ અનુભવ રહે. જૂનાં રોકાણમાંથી નાણાં મેળવી શકશો. નોકરીમાં છુપા હરીફોની ઓળખ થાય. પરંતુ પ્રગતિ જળવાઈ રહેશે. મિલકતના નિર્ણયો ઉતાવળે લેવા નહિ. ધીરે ધીરે નવા કારોબાર માટે નાણાં મેળવી શકશો. ધંધાના કાર્યક્ષેત્રે ભાગીદાર તથા સહયોગી મિત્રો ઉપયોગી થતાં જણાશે. સંતાનના જવાબદારીના કામકાજમાં સાનુકૂળતા. નોકરી કરતા મહિલાઓને સફળતા પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓના અભ્યાસના નિર્ણયો એકંદરે સફળ પુરવાર થાય. મંગળવારે વાહન શાંતિથી ચલાવવું.
કર્ક (ડ, હ)
આ સપ્તાહમાં શેરબજારમાં નવું રોકાણ શક્ય જણાય છે. નોકરીના મિત્રો તથા ઉપરી અધિકારીનો સહયોગ સરળતાથી મેળવી શકશો. ધંધામાં મિત્રોમાં ગેરસમજણ દૂર થશે. ભાગીદારો સાથેના નાણાવ્યવહાર પણ સફળતાથી સંપન્ન થશે. નોકરી કરતા લોકોને કુટુંબના કારોબારમાં પ્રગતિ થાય. નાણાઆવકની વૃદ્ધિ થાય. મહિલાઓએ સંતાનો પ્રત્યે ધ્યાન રાખવું. પડોશી કે મિત્રો સાથેના મતભેદોનો ઉકેલ આવશે. કૌટુંબિક જવાબદારીઓમાં મહિલાઓને પણ સફળતા જણાશે.
- Advertisement -
સિંહ (મ, ટ)
આ સપ્તાહમાં વેપારમાં સાવધાની દાખવવી જરૂરી છે. નોકરીમાં હસ્તગત કાર્યોમાં પરિવર્તન શક્ય જણાય છે. તમારા નિર્ણયોમાં પરિવારના સભ્યોનો સહયોગ પ્રાપ્ત કરશો. નાણાવ્યવસ્થા એકંદરે સાનુકૂળ બની રહેશે. નાણાઆવકની વૃદ્ધિ થાય. મહિલાઓને કુટુંબના ધાર્મિક પ્રસંગોમાં અનુકૂળતા જણાશે. સંબંધીઓનો સુખદ અનુભવ કરશો. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સાનુકૂળ તકો પ્રાપ્ત થાય. જમીન મકાનના કામમાં વૃદ્ધિ થાય. સોમવારે વિચારીને આગળ વધવું. બુધવારે આર્થિક વિકાસ.
ક્ધયા (પ, ઠ, ણ)
આ સપ્તાહમાં શેરબજારમાં વૈવિધ્યસભર નાણારોકાણ લાભદાયી જણાય છે. નોકરીના કામકાજમાં સરળતા અને સફળતા અનુભવો. મિત્રો સાથેના વ્યવહાર અપેક્ષા મુજબ સુખદ પુરવાર થશે. કારોબારનો વિકાસ થયેલો અનુભવશો. જૂનાં નાણાંની ઉઘરાણીની વસૂલી થાય. પરિવારમાં મહિલાઓને યશ પ્રાપ્તિનો અનુભવ થાય. આરોગ્ય જળવાય. વિદ્યાર્થીઓને સપ્તાહમાં અભ્યાસમાં એકાગ્રતા જળવાય તે જરૃરી છે. વડિલોની તબિયત સાચવવી. સોમવારે સ્થાવર મિલકતથી લાભ. બુધવારે સમજી વિચારીને રોકાણ કરવું.
તુલા (2,ત)
આ સપ્તાહ દરમિયાન ધંધામાં નવા રોકાણના નિર્ણયોમાં અનુકૂળતા જણાશે તથા દૈનિક સાપ્તાહિક વેપાર પણ નાણાંલાભ અપાવશે. નોકરી કરતા લોકો, પ્રવાસ દ્વારા નોકરીના અધૂરા કાર્યો પૂર્ણ કરી શકશે . વેપાર અને નોકરી દરમિયાન સાહસિકતાથી નવીન કામકાજનો પ્રારંભ શક્ય જણાય છે. મહિલાઓને પોતાના કાર્યક્ષેત્રે સાનુકૂળ તકો પ્રાપ્ત થશે. તેમના દ્વારા નાણાંવ્યવસ્થા વધુ સક્ષમ બની રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધુ મહેનત કરવી જરૂરી છે. નહીં તો ધાર્યું પરિણામ ન મળે. બાળકો ને ખોરાક અંગે સાવચેતી રાખવી.
વૃશ્ર્ચિક (ન, ય)
આ સપ્તાહમાં નોકરી કે વ્યવસાય માટેના પ્રયત્નોમાં એકંદરે સ્વનિર્ણયો સફળ જણાશે. નોકરી માટે આ સપ્તાહમાં પ્રવાસ અનુકૂળ જણાય છે. પ્રવાસ દ્વારા વેપારના કારોબારમાં નવું રોકાણ એકંદરે સફળ બની રહેશે. વડીલોનો સહયોગ પરિવારના કામકાજમાં પ્રાપ્ત થશે. મહિલાઓને મહેનત કરવી પડે. પડોશ મિત્રોનો સહયોગ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓના અભ્યાસના કામકાજમાં નિયમિતતા જળવાઈ રહે તે જરૂરી છે. રવિવારે આનંદ રહે. મંગળવારે થોડા વિવાદ પછી શાંતિ થાય.
ધનુ (ભ, ધ, ઢ, ફ)
લાંબા સમય બાદ તમે ધારેલ કામનો અમલ થઈ શકશે. નોકરીમાં અનુકૂળ જણાય છે. નવા કારોબારનો પ્રારંભ થાય. વેપાર કે નોકરીના કાર્યક્ષેત્રે પરિવર્તનો શક્ય છે. મહિલાઓ ઘરની કિંમતી ચીજવસ્તુની ખરીદી માટે અનુકૂળતાઓ અનુભવશે. વિદ્યાર્થીઓને અધ્યયન માટે જરૂરી સાધન અને સમય પ્રાપ્ત થાય. પરિવારના વ્યવહારિક કામમાં વ્યસ્ત રહો. જમીન, મકાન કે વાહન ની ખરીદી માટે વ્યવસ્થા થઈ શકે છે. મિત્રોની અને શુભેચ્છકોની મદદ મળી રહે.
મકર (ખ, જ)
આ અઠવાડિયે દૈનિક તેમજ સાપ્તાહિક વેપારના કામકાજ અનુકૂળ રહેશે. જથ્થાબંધ વેપાર કે પછી નોકરીના કામકાજ આ સપ્તાહમાં ઝડપી ફાયદો કરાવે. લોન કે બેન્ક દ્વારા નાણાંની અનુકૂળતાઓ નિર્માણ થાય. પરિવારના નવા આર્થિક નિર્ણયો સફળતાથી લઈ શકાશે . મહિલાઓને નવી નોકરીમાં સરળતા જણાશે, વિદ્યાર્થીઓના અભ્યાસ માટે મહેનત સફળ થાય. સોમવારે સફળતા મેળવી શકાય. ગુરુવારે કંકાસથી દૂર રહેવું. શનિવારે મહેનત કરવાથી લાભ થાય.
કુંભ (ગ, શ, સ)
નોકરીના કામકાજો સફળતાથી સંપન્ન થતા જણાશે. નાણાંની ઉઘરાણીની પ્રવૃત્તિઓ એકંદરે સફળ બની રહેશે. નવા આવકના સાધનો નિર્માણ થશે. પ્રવૃત્તિઓમાં પ્રગતિ અને ઉત્સાહનો અનુભવ થાય. મહિલાઓને નોકરીમાં જૂનાં અધૂરા કાર્યો પૂર્ણ કરવામાં સફળતા પ્રાપ્ત થાય. વિભાગીય પરીક્ષામાં અથવા ટેસ્ટમાં વિદ્યાર્થીઓ સફળતા અનભવશે. અટકેલા કામ ધીરે ધીરે વેગ પકડે. પરિવારમાં માંદગી અંગે સચેત રહેવું. સિનિયર સિટીઝન માટે ખાસ. ઝગડાથી દૂર રહેવું. શાંતિ રાખવી. મંગળવારે વાહન બાબતે કાળજી રાખવી. ગુરુવારે સમય આનંદથી પસાર થાય.
મીન (દ, ચ, ઝ, થ)
આ સપ્તાહમાં શેરબજારના જૂનાં રોકાણમાંથી નફો મેળવી શકશો. નોકરીમાં ઉપરી અધિકારીનો સહયોગ પ્રાપ્ત થાય. મિત્રો અને સંબંધીઓનો સહકાર પ્રાપ્ત થાય. જૂનાં ઉઘરાણીના નાણાંની વસૂલી સહજતાથી થઈ શકશે તથા કારોબારમાં યશ પ્રાપ્ત કરશો. સંતાનના પ્રગતિના સમાચાર મળે. ધરની જવાબદારીના કામકાજમાં મહિલાઓને સફળતા પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મહેનત કરવી પડે પછી સફળતા મેળવી શકાય. શનિવારે શાંતિથી દિવસ પસાર કરી લેવો. મંગળવારે આર્થિક વિકાસ. ગુરુવારે મિત્રો સાથે નવું પ્લાનીંગ કરી શકાય.