સપ્તાહ દરમિયાન ગોચર ગ્રહોની સ્થિતિ:
સૂર્ય.. મિથુન રાશિમાં. ચંદ્ર..સિંહ થી વૃશ્ચિક રાશિ સુધી , બુધ.. મિથુન રાશિમાં, શુક્ર..વૃષભ રાશિમાં, મંગળ.. મેશ રાશિમાં. ગુરુ.. મીન રાશિમાં, શનિ.. કુંભ રાશિમાં, રાહુ.. મેશ રાશિમાં અને કેતુ… તુલા રાશિમાં પરિભ્રમણ કરે છે. – આ સપ્તાહ દરમિયાન…. સામાજીક ઉથલપાથલ અને દેશ વિદેશમાં એક બીજા સાથે ઘર્ષણના બનાવો બને. મહારાષ્ટ્ર માં રાજકીય ઉકળાટ જોવા મળે. અસમ અને દક્ષિણ ભારતમાં વરસાદ અને ઉત્તર ભારતમાં ઉકળાટમાં વધારો થાય.
ભારતમાં ગરમી અને ઉકળાટમાં વધારો થાય. મોંઘવારી વધે, લોકો શાંતિ માટે પ્રયાસ કરે, રાજકીય ગરમાવો પણ જોવા મળે. રશિયા સામે યુદ્ધ વધારે લંબાય.
મેષ (અ, લ, ઇ)
જમીન-મકાન-વાહનની લે-વેચમાં ઉતાવળ ન કરવી. દરમ્યાન આપ કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહો. આપના કાર્યને પૂર્ણ કરવા માટે દોડધામ શ્રમ જણાય. ક્ષણિક ચિંતા રહે. નોકરી કે અગત્યના કામકાજ અંગેના મિલન- મુલાકાતમાં સાનુકૂળતા આવકનાં સ્રોતમાં વધારો થઇ શકે છે. આર્થિક તથા વેપાર ક્ષેત્રે ભાગીદારીમાં સંભાળવું. નોકરી ધંધામાં સ્થિતિ મજબૂત બનતી જણાય. નવી તક મળી શકે. સ્થાવર મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવે તે માટે વધારે પ્રયાસ જરૂરી છે.
- Advertisement -
વૃષભ (બ,વ,ઉ)
શ્રમમાં વધારો થાય. ઉપરી વર્ગના ઠપકાનો ભોગ બનવું નપડે તો સંભાળવું . આપના કાર્યમાં રૂકાવટ- વિલંબ જણાય, આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી. વેપારમાં મોટા સાહસ કરવા જતાં વિચારીને કામ થઇ શકે. મિત્રો સાથે નાના પ્રવાસનું આયોજન થઈ શકે છે, જેથી માનસિક ચિંતા હળવી બનતી જણાય. નાણાકીય સ્થિતિમાં સુધારો થઇ શકે. વાહન-જમીન મકાનના પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. ગુરુવારે આધ્યાત્મિક ક્ષેત્રે રુચિ વધતી જણાય. શુક્રવારે માનસિક ચિંતા હળવી બનતી જણાય.
મિથુન (ક, છ, ઘ)
આપે વાહનથી સંભાળીને શાંતિથી સપ્તાહ પસાર કરવું . મિત્રવર્ગની ચિંતા જણાય. ધર્મકાર્યમાં અડચણ જણાય. આપના અગત્યના કામ અંગે બહાર જવાનું બને. જાહેર ક્ષેત્રના કામમાં વ્યસ્ત રહેવાનું થાય, માનસિક પરિતાપ જણાય.શેરબજારમાં રોકાણ લાંબા ગાળે નફો આપે. તમારા પોતાના વાહનમાં જરૂરી રિપેરીંગ કરાવી લેવું, સલાહ ભર્યું છે. મનમાં ધારેલું કામ પાર પડતું જણાય, શુક્રવારે આનંદપ્રમોદમાં દિવસ પસાર થાય.
કર્ક (ડ, હ)
અન્ય કોઈ કાર્ય આવી જવાના લીધે આપના કાર્યને પૂર્ણ થવામાં વિલંબ થાય. માંગલિક પ્રસંગો માટે પગરણ મંડાય, વ્યવહારિક સફળતા મળતી જણાય, રવિવારે મધ્યાહન બાદ કોઈ સારા સમાચાર મળી શકે છે. આર્થિક રોકાણમાં વડીલ વર્ગની સલાહ મહત્વપૂર્ણ બની રહે, કાર્યક્ષેત્રમાં નવી તકોનું નિર્માણ સંભવ. વ્યવસાયમાં ધારેલો નફો મેળવી શકશો, મંગળવારે કારણ વગરની ચિંતા ન કરવી, શુક્રવાર સ્વાસ્થ્યમાં સામાન્ય બદલાવ ની અનુભૂતિ થવા સંભવ છે. બુધવારે શેરબજારમાં રોકાણ કરવાથી બચવું.
- Advertisement -
સિંહ (મ, ટ)
બીજા લોકોનું કાર્ય આપની પાસે આવવાથી કાર્યભાર દોડધામ શ્રમ વધે. વારસાગત સંપત્તિ પ્રશ્નોનોનું નિરાકરણ જણાય, કાર્યક્ષેત્રમાં બઢતી-બદલી સંભવ, જૂના સંબંધો ફરીથી તાજા થતા જણાય. આવેલી તકનો લાભ લઈ લેવામાં દૂરંદેશી છે. કાર્યક્ષેત્ર માં આપને મનગમતી તક મળે, કાર્ય પાર લગાવવામાં ધીરજ રાખવી, થોડો સમય ધીરજ અને શાંતિથી પસાર કરવો. પોતાના મનની વાત મિત્રો પાસે મૂકવામાં સંકોચ ન કરવો, સોમવારે સમયનો સદ ઉપયોગ કરવો હિતાવહ, બુધવારે કાર્યક્ષેત્રમાં પ્રતિસ્પર્ધાથી લાભ મળે.
કન્યા (પ, ઠ, ણ)
તમે ધંધા રોજગાર વધારવા માટે આયોજન કરશો, તો શાંતિ મલશે. આ તબક્કે નિરાશાવાદી વલણથી દૂર રહેવું. નકારાત્મક વિચારો પાછળ ઊર્જા ન વપરાય તેની કાળજી લેવી. ગંભીર નાણાકીય અને કૌટુંબિક જવાબદારીઓના બોજને પહોંચી વળવા આવક્ના નવા સ્રોત માટે સક્રિય વિચારણા હાથ ધરશો. તમારા પોતાના ઉપર ભરોસો અને પરમ કૃપાળુ પરમાત્મામાં શ્રધ્ધા રાખશો તો તમે ચોક્કસ નવા પડકારોને પહોંચી વળશો. અને પ્રગતિ કરી શકશો. ભવિષ્યમાં ઉજ્વળ તકો આવવાની છે. મંગળવારે ધારેલી સફળતા મળે. ગુરુવાર શાંતિથી પસાર થાય.
તુલા (ર, ત)
ધંધામાં અમુક રોકાણના નાણાં પાછાં ખેંચી લેવા તમારા માટે માત્ર જરૂરી જ નહીં, પણ ભવિષ્યની સુરક્ષા અને વિકાસ માટે અતિ આવશ્યક બની 2હેશે. હા, તમે મૂડીરોકાણ અને મિત્રો પ્રત્યે તમારું ધ્યાન કેન્દ્રિત કરશો. આ સમયગાળામાં નાણાકીય બાબતો તમારા માટે અગત્યની રહેશે. તમારે તમારું વ્યક્તિગત રોકાણ અને વ્યવસાયને યોગ્ય રીતે સંચાલન કરવાની જરૂર જણાય. ખર્ચાઓ અને ઓછો નફો તમને પુનર્વિચાર કરવાની ફરજ પાડશે.
વૃશ્ર્ચિક (ન, ય)
સાપ્તાહિક ગ્રહો જોતાં લાગે છે કે . વ્યક્તિગત, ભાવનાત્મક, અને આર્થિક દૃષ્ટિએ વૃદ્ધિ પામો, વિકસો અને રૂપાંતરિત થાઓ, એવું આ સપ્તાહ જણાય છે. આ વિકાસ બૌદ્ધિક ક્ષેત્રે હોય તેવી પણ શક્યતા છે. જેમ કે મેનેજમેન્ટ કોર્સ, સંશોધન અથવા તમારા વ્યવસાય સાથે સંકળાયેલી નવી જાણકારી, વગેરે. આ વિકાસયાત્રામાં સંદેશાવ્યવહાર અને સંપર્ક ઘણા મહત્ત્વના છે. લોકો આપને મદદ કરશે તેથી તેમની પર વિશ્વાસ મૂકતા શીખો. જીવનમાં યોગ્ય તક યોગ્ય સમયે ઝડપી લેવી.
ધનુ (ભ, ધ, ઢ, ફ)
આ સપ્તાહ દરમિયાન, તમારે શાંતિથી રહેવાની જરૂર છે. શું બોલવું અને શું ન બોલવું તે સમજી આગળ વધશો, તો વાંધો નથી… નહીં તો બોલાચાલી પણ ઘણી થશે. નવી નાણાકીય બાબતો હાથ ધરતા ચેતવું, કારણ કે કોઇ આપની સાથે છેતરપિંડી કરી શકે છે. આર્થિક રીતે દુશ્મનો આપને હાનિ પહોંચાડી શકે છે. આસપાસ શું બની રહ્યું છે તે માટે સભાન રહેવું. આ અંગે વિચારીને લીધેલા પગલાં ફાયદાકારક પુરવાર થશે. આપ સામાજિક સફળતા મેળવી ચૂક્યા છો, માટે ઉતાવળ કરતાં વિચાર કરવો.
મકર (ખ, જ)
માનસિક શાંતિ માં વૃદ્ધિ તથા આર્થિક વિકાસ થશે. લોકો પ્રત્યે સહાનુભૂતિ ઉત્પન્ન થશે. તમારી યોજનાઓ, ઉદેશ્યો, ભવિષ્યમાં તમારું સ્થાન.. વગેરે બધું ઉપર કહેલી નજરે જ પરખવામાં આવશે. પ્રવાસની પણ સંભાવના છે. વિકાસની અને પ્રગતિની પ્રક્રિયામાં વિઘ્ન આવશે, પણ હિંમત કરી ચાલુ રાખશો તો, પ્રગતિ તરફ વધવાનો સમયગાળો ચાલુ રહેશે. ખોટા અને સ્વાર્થી લોકો થી બચવું. રચનાત્મકતાનો ઉપયોગ સમાજસેવા અને દાન જેવા કાર્યો માટે કરશો.
કુંભ (ગ, શ, સ)
આ અઠવાડિયે, તમારા કાર્યક્ષેત્રમાં સાથ સહકાર મળે, નાણાકીય વ્યવહાર સાચવીને કરવો, કૌટુંબિક મતભેદ દૂર થાય, આર્થિક માર્ગોમાં કઠિન સમય હળવો બને, જૂના વિવાદ સમાપ્ત થાય, કાર્યક્ષેત્રમાં પદોન્નતિ મળવાની શક્યતા છે , ઘરના લોકો અને મિત્રો પાસે, મનની વાત મૂકવામાં વિલંબ ન કરવો, બીમારીથી સાચવવું. ખાસ કરીને વડિલો માટે સમય સારો નથી, આથી સ્વાસ્થ્ય અંગેના બધા નિયમો પાળવા. સંતાનના અભ્યાસ માટે ધ્યાન રાખવું.
મીન (દ, ચ, ઝ, થ)
ખાસ કરીને ધંધામાં, તમારી નવી યોજનાઓને ગુપ્ત રાખવી, દામ્પત્ય જીવનમાં મતભેદ જણાય તો સાવધાની રાખવી, ખર્ચ અને રોકાણ પહેલા આયોજન કરવું જરૂરી છે નહીં તો વધુ ખર્ચ થવાનો ભય રહે. રાજકીય ક્ષેત્રે સફળતા જણાય, મહત્ત્વનો નિર્ણય પહેલા જાણકારની સલાહ લેવી, કૌટુંબિક વિવાદથી અંતર જાળવવું, એકંદરે સપ્તાહ સારું જણાય છે . સોમવારે શાંતિથી દિવસ પસાર કરવો. બુધવારે લાભ થાય તેમ છે. શુક્રવારે તમારા લાભમાં, જમીન, મકાન કે નાણાકીય પ્રશ્નનો નિકાલ આવે.