સપ્તાહ દરમિયાન ગોચર ગ્રહોની સ્થિતિ:
સૂર્ય.. ક્ધયા રાશિમાં. ચંદ્ર.. ધનુ થી મીન રાશિ સુધી , બુધ.. ક્ધયા શુક્ર..ક્ધયા રાશિમાં, મંગળ.. વૃષભ રાશિમાં. ગુરુ.. મીન રાશિમાં, શનિ.. મકર રાશિમાં, રાહુ.. મેશ રાશિમાં અને કેતુ… તુલા રાશિમાં પરિભ્રમણ કરે છે. વિશેષ : આશ્વિન નવરાત્રિ ચાલી રહી છે. ઉન્નતિ માટે ઉત્તમ સમય છે. પોતાની અને પરિવારની સુખ શાંતિ અને આર્થિક ઉન્નતિ માટે પોતાના કુળદેવી અથવા ગાયત્રીજી, અંબાજી, ઉમિયાજી ખોડીયાર માતા કે બગલામુખી માતા ની ઉપાસના કરવી જોઈએ.
મેષ (અ, લ, ઇ)
નોકરી કરતા અને ધંધાર્થીઓ માટે આ અઠવાડિયે સારા સમાચાર મળી શકે છે. મેનેજમેન્ટના અને કોમર્શિયલ વિદ્યાર્થીઓ માટે, ગયા સપ્તાહના અભ્યાસને આગળ ધપાવીને લોકો સાથે વધુ સારી રીતે, આગળ કઈ રીતે વધી શકાય તે શીખવાની જરૂર છે . તમે, કોઈ દ્વારા લેવાતી કાળજીનો આનંદ અનુભવી શકશો. આપ જીવનમાં શું મેળવવા માંગો છો તેનું પુનર્મુલ્યાંકન કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. સોમવાર સાચવી લેવો. બુધવારે શેર બજારમાં લાભ થાય. શુક્રવારે મિત્રો અને સંબંધીઓ દ્વારા મદદ મળિ રહે.
- Advertisement -
વૃષભ (બ,વ,ઉ)
સપ્તાહ દરમિયાન, વિદ્યાર્થીઓ અને નોકરી કરતા લોકો માટે, ફરી આપ ઘરનું સ્વર્ગીય સુખ માણી શકશો, જેમાં ઘણી વ્યક્તિગત મુલાકાતો અને જોડાણો હશે. અપરિણીતો જીવનમાં પ્રેમ તરફ રૂખ કરે તેવી શક્યતા છે. સાહસ, ફુરસદ આ બધાને કારણે આ સપ્તાહ આનંદદાયક પુરવાર થાય તેવી શક્યતા છે. જો સ્વાસ્થ્ય માટે જાગ્રત રહેશો તો, ઉત્તમ સમયગાળો છે. સોમવારે શેર બજારમાં સંભાળવું. બુધવારે લાભ થશે તેવું લાગે છે. શુક્રવારે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે. શનિવારે શાંતિથી દિવસ પસાર કરવો.
મિથુન (ક, છ, ઘ)
આ અઠવાડિયે તમે જે પ્રક્રિયાને સંતુલિત કરવા ઇચ્છશો, એમાં છેતરપિંડી ભરેલા ધનના મુદાઓ પ્રત્યે ખાસ ધ્યાન આપજો. એ મુદા લેણદેણ કે લેવેચની બાબતના હોઇ શકે છે. પડવા-વાગવાના કે રોગના પણ સંકેત છે. સંભાળીને રહેશો તો વધુ સારું રહેશે. પૈસા અને પ્રેમનું મહત્ત્વ વધુ રહેશે. પ્રસંગ કે પ્રવાસનું આયોજન કરશો નહીં . વડિલ અને સિનિયર સિટીઝન ની તબિયત સાચવવી. આર્થિક રીતે સમય સારો છે. સોમવારે સારા સમાચાર મલે. બુધવારે ચેતવાની જરૂર છે. ગુરુવારે નવા રોકાણથી બચવું. શુક્રવાર સારો જાય.
કર્ક (ડ, હ)
દરેક ક્ષેત્રમાં તમારી સારી અસર વર્તાશે. આપના કાર્ય સ્થળે ટીકા ટિપ્પણી પાછળ ધ્યાન આપશો નહીં તો, આપનું માયાળુ વર્તન બધા પર જાદુઈ અસર કરશે. આપ વાતચીતમાં ઘણાં પ્રતિભાશાળી છો. વાટાધાટની આપની કુશળતા પુષ્કળ પ્રમાણમાં પ્રગટ થશે જે આર્થિક વિકાસ માટે જરૂરી છે . આપની મહેનત અને કુનેહ, આ ઔચિત્યમાં રહેલી છે. લોકો આ વાત માનશે અને વિશ્વાસ મૂકશે, માટે ઉતાવળે નિર્ણય લેવો નહીં. મંગળવારે શેરબજારમાં રોકાણ માટે ઉતાવળ કરવી નહીં. બુધવારે મિત્રો સાથે મળીને કામ કરવાથી ફાયદો થશે. શુક્રવારે લાભ થાય.
- Advertisement -
સિંહ (મ, ટ)
આ સપ્તાહે, ખાસ કરીને તમારું ધ્યાન આર્થિક બાબતો તરફ કેન્દ્રિત થશે. આ સમયગાળા દરમિયાન તમારી અંદર રહેલાં પાસાંઓ જેવાં કે રચનાત્મકતા, વિનોદવૃત્તિ, આનંદની યુક્તિઓ વગેરે ખીલી ઊઠશે. સંતાનના પ્રશ્ને ચિંતા રહે. વિષમ પરિસ્થિતિનો સામનો કરવામાં સહાયરૂપ થશે. છેવટે બધું જ આનંદમંગલ થશે, માટે ચિંતા કરવી નહીં. જૂની ઓળખાણ લાભદાયક સાબિત થાય. સોમવારે ધાર્મિક કાર્યથી લાભ થાય. ગુરુવારે વડિલો અને સંબંધીઓ ની તબિયત અંગે ચિંતા થાય. શનિવારે સંભાળવું.
કન્યા (પ, ઠ, ણ)
આ સપ્તાહ, તમારા માટે, મહેનતનો સમય છે. આપ, પરિવારના દરેક વ્યક્તિની કાળજી લો છો. જે આજના સમયમાં બહુ ઓછું જોવા મળે છે. તેનાથી આપનાં માર્ગદર્શન હેઠળ સ્વજનોને ઘણી ફાયદો થશે. સમાજમાં વાહવાહ થાય. પણ આપ હજુ જેમની સાથે આપને રોજ કામ પડવાનું હોય તેવા પોતાના લોકોની જ સંભાળ લઈ શકતા નથી . તમે જે ચાહતા હોવ તે તમને ચોક્કસ મળશે, એવું ધારીને મહેનત કરતા રહો. ભવિષ્યમાં લાભ મળી શકે છે. મંગળવારે સહકાર્યકરોની મદદ મળી રહે. બુધવારે ઉધાર દેવામાં સંભાળવું. શુક્રવારે શાંતિથી દિવસ પસાર કરવો.
તુલા (ર,ત)
તમે ધંધા રોજગાર વધારવા માટે આયોજન કરશો, તો શાંતિ મલશે. આ તબક્કે નિરાશાવાદી વલણથી દૂર રહેવું. નકારાત્મક વિચારો પાછળ ઊર્જા ન વપરાય તેની કાળજી લેવી. નાણાકીય અને કૌટુંબિક જવાબદારીઓના બોજને પહોંચી વળવા આવક્ના નવા સ્રોત માટે સક્રિય વિચારણા હાથ ધરશો. તમારા પોતાના ઉપર ભરોસો અને પરમ કૃપાળુ પરમાત્મામાં શ્રધ્ધા રાખશો તો તમે ચોક્કસ નવા પડકારોને પહોંચી વળશો. અને પ્રગતિ કરી શકશો. ભવિષ્યમાં ઉજ્વળ તકો આવવાની છે. મંગળવારે ધારેલી સફળતા મળે. ગુરુવાર શાંતિથી પસાર થાય.
વૃશ્ર્ચિક (ન, ય)
ભાગીદારીમાં, વિભાજન કે નાણાં પાછાં ખેંચી લેવા તમારા માટે માત્ર જરૂરી જ નહીં, પણ ભવિષ્યની સુરક્ષા અને વિકાસ માટે અતિ આવશ્યક બની 2હેશે. હા, તમે મૂડીરોકાણ અને મિત્રો પ્રત્યે તમારું ધ્યાન કેન્દ્રિત કરશો. આ સમયગાળામાં નાણાકીય બાબતો તમારા માટે અગત્યની રહેશે. તમારે તમારું વ્યક્તિગત રોકાણ અને વ્યવસાયને યોગ્ય રીતે સંચાલન કરવાની જરૂર જણાય. ખર્ચાઓ અને ઓછો નફો તમને પુનર્વિચાર કરવાની ફરજ પાડશે. સોમવારે, ચાલુ નાણાંકીય વ્યવહારો સરળ રીતે પાર પડે. બુધવારે સમજીને ભવિષ્ય માટે પ્લાન કરવાની યોજના બનાવી શકાય.
ધનુ (ભ, ધ, ઢ, ફ)
સંભવિત મોટા નુકસાનમાંથી તમારો આબાદ બચાવ થાય. આવકની ક્ષમતા વધારવા મહેનત કરશો. તમે જેને પ્રેમ કરો છો, જેની કાળજી લો છો તેની સંબંધોમાં ગહનતા આવશે. સંયુક્ત ખાતાં, લોન, ફંડ, સુરક્ષા પોલિસી વિગેરે બાબતોમાં સક્રિય રહેશો. જો તમારો જમીન મકાન સંબંધિત વ્યવસાય હોય તો સફળતા મેળવી શકાય. પારિવારિક જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવી શકો. શનિવારે નવા રોકાણ થી બચવું. ગુરુવારે જૂની ઉઘરાણી મળવાની શક્યતા છે. બુધવારે વધારે મહેનત વધુ સારી પરિસ્થિતિનું નિર્માણ કરશે.
મકર (ખ, જ)
આ સમયગાળામાં તમે આગળ વધી શકશો. તમારા પોતાના પરિવાર અને નોકરી અથવા ધંધા વચ્ચે સંવાદિતા જળવાઈ રહે. તમારા ગાઢ મિત્રો અને સંબંધીઓની મદદ માટે તમે હંમેશાં તત્પર રહેશો. નાણાકીય આવકમાં પણ ભાગ્ય તમારી સાથે રહેશે. આ સમયગાળામાં રોકાણો લાભદાયી નીવડે. સોમવારે કરેલ રોકાણ સ્થાવર મિલકત પર કરવામાં વધુ લાભ થાય. શુક્રવારે શેર બજારમાં લાભદાયી રોકાણ થાય.
કુંભ (ગ, શ, સ)
હમણાં ટેન્શન સાથે કામ ન કરવું. સંતુલન મેળવવા વિવેકદૃષ્ટિ જરૂરી છે. અન્યથા તમે નિરાશાવાદી બની જશો અને છેવટે કામ પડતું મૂકશો. તમે રચનાત્મક કાર્યો, નવી આવડતો અને જ્ઞાનને પ્રગટ કરતાં કાર્યો કે શોખ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરશો. તમારીમાં ઊર્જા અને આત્મવિશ્વાસના પ્રમાણમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. લોકો સાથેના સંપર્કો, સુમેળ અને સંવાદ એ ત્રણ બાબતો તમારા માટે ખાસ અગત્યની રહેશે. બુધવારે તમારા સંપર્કો તમારા માટે નવી તકો ઊભી કરનારા નીવડે. શુક્રવારે તમે સફળતા મેળવીને જ રહેશો. ભવિષ્યમાં સારી તકો આવી રહી છે.
મીન (દ, ચ, ઝ, થ)
સપ્તાહ દરમિયાન, સફળતા માટે, કોઈ બાબતે નિર્ણય લેતા પહેલાં તેનું તટસ્થ રીતે મૂલ્યાંકન કરવાનો સમય છે. સમજદારી અને ટીમવર્ક કેળવવાની શુભ તક છે. તમે કૌટુંબિક મહત્ત્વનો મૂકામ પાર કર્યો હોવાથી તમારા સ્વભાવમાં પરિવર્તન આવે, તમને પ્રેમી પાત્રની વધુ નિકટતા પ્રાપ્ત થાય અને એકબીજાનાં સારાનરસાં પાસાંથી વધુ પરિચિત થાવ. આવી સ્થિતિમાં આવક જળવાઈ રહે તે માટેના પ્રયાસો કરવા જોઈએ. સોમવારે આર્થિક વિકાસ. ગુરુવારે અટકેલું કામ પાર પડે.