બ્રાઝીલમાં G20 શિખર સંમેલનમાં ભારત અને ચીનના વિદેશમંત્રી વચ્ચે થયેલી ચર્ચા બાદ યાત્રા ફરી શરૂ થવાની આશા જાગી
બ્રાઝીલમાં જી-20 શિખર સંમેલન દરમ્યાન જયારે ભારત અને ચીનનાં વિદેશમંત્રી મળ્યા તો તેમણે કૈલાસ માનસરોવર યાત્રા શરૂ કરવા પર પણ વાત કરી હતી. આ યાત્રા છેલ્લીવાર 2019 માં થઈ હતી. ત્યારબાદથી આ યાત્રા બંધ છે હવે ફરી આ યાત્રા શરૂ થવાના સંકેતો છે.
- Advertisement -
કૈલાસ માનસરોવર તિબેટમાં છે અને તે હિન્દુઓનુ એક મોટુ ધાર્મિક સ્થાન માનવામાં આવે છે. પારંપારીક રીતે કૈલાસ માનસરોવર યાત્રા ઉતરાખંડના ધારચુલાથી થઈને લિપુલેબ પાસને પાર કરીને થતી રહી છે. પરંતુ સિકકીમથી નાથુલા પાસને પાર કરીને પણ કૈલાસ માનસરોવરનો રસ્તો ખોલવામાં આવ્યો છે. છેલ્લીવાર આ યાત્રા 2019 માં થઈ હતી ત્યારબાદ કોરોનાના કારણે બંધ થઈ હતી. કોરોના ખતમ થયાના પહેલા જ ઈસ્ટને લદાખમાં એલએસી પર ભારત અને ચીન વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો અને ભારત-ચીનના સબંધો બગડી ગયા હતા. ત્યારબાદ ફરી યાત્રા શરૂ થવાનો સવાલ જ નહોતો.
રોજીરોટીનું પણ માધ્યમ
કૈલાસ માન સરોવર યાત્રામાં માત્ર ધાર્મિક આસ્થા નથી જોડાયેલી બલકે ભારત-ચીન બોર્ડર એરિયામાં રહેનારા લોકોની રોજીરોટીનું પણ માધ્યમ હતું. યાત્રા દરમ્યાન અહીના લોકો વર્ષભરની કમાણી કરી લેતા હતા પણ યાત્રા બંધ થવાથી તેમની રોજીરોટીનું સંકટ વધ્યુ હતું. હવે અહીના લોકોને આશા છે કે જુના સારા દિવસો પાછા આવશે.
વ્યાપાર પર કેટલી અસર
જે સમયગાળામાં કૈલાસ માન સરોવરની યાત્રા થતી હતી તે સમયગાળો જુનથી ઓકટોબર સુધી ભારત અને ચીન વચ્ચે વેપાર પણ થતો હતો.બોર્ડર એરીયાની ધરમાં ઘાટીમાં રહેનારી સુધા બોહરા જણાવે છે કે અમે લોકો તિબેટની તકલાકોટ મંડીમાં જઈને વેપાર કરતાં હતા.આ ટ્રેડ પર જ ધારમાં ઘાટીના 14 ગામ, વ્યાસ ઘાટીના 7 ગામ, જૌહાર ઘાટીનું 12 ગામના લોકો નિર્ભર રહે છે.
- Advertisement -
ભારતના વેપારીઓ તકલાકોટ મંડીમાં બ્યુટી પ્રોડકટ, મિશ્રી, તમાકુ વગેરે વેચતા હતા અને ત્યાંથી ઉન, ધાબડા, જેકેટ, જુતા વગેરે ખરીદીને લાવતા હતા જે ભારતની બજારોમાં સારા ભાવે વેચાય છે.આ રસ્તે જ દર વર્ષે 20 કરોડ રૂપિયાનો વેપાર થતો હતો. સુધા બોહરા કહે છે કે હવે આશા છે કે જો યાત્રા શરૂ થાય તો ફરી વેપાર પણ શરૂ થઈ જશે.