શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ, ન્યુ દિલ્હીના રાષ્ટ્રીય સચિવ માનનીય અતુલભાઈ કોઠારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તામંડળના તમામ સભ્યો અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ કોલેજોના આચાર્યઓ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં “રાષ્ટ્રીય શિક્ષા નિતિ” કઈ રીતે અમલ કરી શકાય એ માટે એક દિવસીય વર્કશોપમાં ઉપસ્થિત રહ્યા હતા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય વર્કશોપનું આયોજન કરાયું હતું. કુલપતિશ્રી તથા ઉપકુલપતિ એ મોમેન્ટો અર્પણ કરી અતુલભાઈ કોઠારીજીનું સ્વાગત કરેલ હતું.
- Advertisement -
રાષ્ટ્રીય શિક્ષા નિતિ હિન્દી ભાષામાં 66 પેઈઝની છે અને ગુજરાતીમાં 86 પેઈઝની છે. બધા જ લોકો રાષ્ટ્રીય શિક્ષા નિતિ વાંચે એવો અતુલભાઈ કોઠારી એ અનુરોધ કર્યો હતો.
શ્રી અતુલભાઈ કોઠારીએ આપેલ સૂચનો
1) કોલેજ લેવલ પર પ્રાધ્યાપકઓની કમિટી અને ટાસ્કફોર્સ બનાવવામાં આવે
- Advertisement -
2) વિદ્યાર્થીઓની ટાસ્કફોર્સ બનાવવામાં આવે
3) ઈન્ડિયન વેલ્યુઝનો એક વિષય દરેક અભ્યાસક્રમમાં રાખવામાં આવે
4) ડીપ્લોમા અભ્યાસક્રમ, એક વર્ષનો સર્ટીફીકેટ કોર્ષ તથા છ મહિનાનો સર્ટીફીકેટ કોર્ષ શરુ કરવામાં આવે
5) મનોવિજ્ઞાન વિષયનું એક પેપર બધી જ ફેકલ્ટીઓમાં સમાવેશ કરવામાં આવે
6) દરેક કોલેજમાં પરામર્શ કેન્દ્ર શરુ કરવામાં આવે
7) છેલ્લું સેમેસ્ટર ફીલ્ડવર્કનું હોવું જોઈએ અને દરેક સેમેસ્ટરના દરેક પેપરમાં 30 માર્કસનું ફીલ્ડવર્ક કામ પણ હોવું જોઈએ. ફીલ્ડવર્ક એટલે પ્રેકટીકલ થી થીયરી શીખવવી જોઈએ
8) રીસર્ચનો એક વિષય યુ.જી. લેવલમાં પણ સમાવેશ કરવામાં આવે
9) કેરેકટર બિલ્ડીંગ થાય એ માટે ઈન્ડિયન વેલ્યુઝ આધારીત એક ઈલેકટીવ વિષય આપવામાં આવે
આ રાષ્ટ્રીય વર્કશોપની સફળતા માટે વરિષ્ઠ સિન્ડિકેટ સભ્ય અને આઈ.કયુ.એ.સી. ના ડાયરેક્ટર ડો. ગીરીશભાઈ ભીમાણી તથા સંયોજક તરીકે આઈ.કયુ.એ.સી. ના કોઓર્ડીનેટર ડો. સમીરભાઈ વૈદ્ય એ જહેમત ઉઠાવી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફેસબુક પેજ તથા યુટયુબ ચેનલ પરથી રાષ્ટ્રીય વર્કશોપનું ઓનલાઈન પ્રસારણ કરવામાં આવેલ હતું.
આ રાષ્ટ્રીય વર્કશોપમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યઓ, વિવિધ ફેકલ્ટીના ડીનઓ, સેનેટ સભ્યઓ, ભવનોના અધ્યક્ષશ્રીઓ, કોલેજોના આચાર્યઓ, પ્રાધ્યાપકઓ, રીસર્ચ સ્કોલર્સ તથા વિદ્યાર્થીઓએ ભાગ લઈ માર્ગદર્શન મેળવેલ હતું.
આ કાર્યક્રમમાં સિન્ડિકેટ સભ્યડો. મેહુલભાઈ રુપાણી, ડો. ભરતભાઈ રામાનુજ, ડો. વિમલભાઈ પરમાર તથા ડો. રાજેશભાઈ કાલરીયા ઉપસ્થિત રહ્યા હતા.


