₹18 કરોડનો સવાલ: શું જાડેજાનો સંબંધ CSK સાથે તૂટશે?
બોલિંગમાં ‘બ્રાવો’નો પડછાયો, બેટિંગમાં ‘કટોકટીનો હીરો’
- Advertisement -
CSK IPL 2026 પહેલા જાડેજાને રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનના બદલે ટ્રેડ કરી શકે છે
IPL 2026 પહેલા ‘ટ્રેડ-ઓફ-ધ-સેન્ચ્યુરી’ની સંભાવના
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝન માટે મીની ઓક્શન 15 ડિસેમ્બરે થવાની શક્યતા છે. ઓક્શન પહેલા તમામ 10 ટીમોએ પોત-પોતાની રિટેન્શન લિસ્ટ 15 નવેમ્બર સુધીમાં આપવાની રહેશે. આ વચ્ચે સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને લઈને ચર્ચાએ વેગ પકડ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ CSK) IPL 2026 પહેલા જાડેજાની સાથે-સાથે સેમ કરણને રાજસ્થાન રોયલ્સ (RR)ના કેપ્ટન સંજુ સેમસનના બદલે ટ્રેડ કરી શકે છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે સંભવિત ટ્રેડ ડીલની ચર્ચા ચાલી રહી છે. આ વચ્ચે સોમવારે રવીન્દ્ર જાડેજાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ અચાનક ગાયબ થઈ ગયું છે, જેના કારણે સોશિયલ મીડિયા પર અટકળો શરૂ થઈ ગઈ. જાડેજાનું ઓફિશિયલ યુઝરનેમ ’જ્ઞિુફહક્ષફદલવફક્ષ’ હવે ઈન્સ્ટાગ્રામ પર દેખાય નથી રહ્યું, જેનાથી ફેન્સ પરેશાન છે. રવીન્દ્ર જાડેજાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની પ્રોફાઈલ લિંક પણ બ્રોકન દેખાય નથી રહી. જોકે, એ સ્પષ્ટ નથી કે જાડેજાએ ખુદ પોતાનું એકાઉન્ટ ડિએક્ટિવેટ કર્યું છે કે કોઈ અન્ય ટેકનિકલ કારણ છે, પરંતુ તેના ઈંઙક કરિયરને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે, રવીન્દ્ર જાડેજાની પ્રથમ ઈંઙક ટીમ રાજસ્થાન રોયલ્સ રહી છે. રવીન્દ્ર જાડેજા 2008માં માત્ર 19 વર્ષની ઉંમરે રાજસ્થાન રોયલ્સ માટે રમ્યો હતો. રાજસ્થાને શરૂઆતની સીઝનમાં પોતાનું પ્રથમ ટાઈટલ પણ જીત્યું હતું. ત્યાર બાદથી આ ટીમ ચેમ્પિયન નથી બની શકી. 2010માં જાડેજાને કરારના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જાડેજા 2012માં ઈજઊંમાં જોડાયો. ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા જીતવામાં આવેલા પાંચ ઈંઙક ટાઈટલમાંથી ત્રણમાં રવીન્દ્ર જાડેજાએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. વર્ષ 2022માં તેને ટીમની કેપ્ટનશીપ પણ સોંપવામાં આવી હતી, પરંતુ ખરાબ પ્રદર્શનના કારણે તેણે ચાલુ સિઝનમાં જ આ ભૂમિકા છોડી દીધી હતી. ડાબોડી ઓલરાઉન્ડર જાડેજાને ઈંઙક 2025 માટે ઈજઊંએ 18 કરોડમાં રિટેન કર્યો હતો.
- Advertisement -
36 વર્ષીય રવીન્દ્ર જાડેજા અત્યાર સુધીમાં ઈંઙકમાં 254 મેચ રમી ચૂક્યો છે, જેમાં તેણે 3,260 રન બનાવ્યા છે અને 170 વિકેટ ખેરવી છે. તે ઈજઊંનો બીજા ક્રમનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર (152) છે. ઈજઊં માટે સૌથી વધુ 154 વિકેટ ડ્વેન બ્રાવોએ ઝડપી છે. 2023ની ઈંઙક ફાઈનલમાં જાડેજાએ અંતિમ ઓવરમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાની ટીમને જીત અપાવી હતી.



