– નવરાત્રી દરમિયાન 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકરની મંજૂરી બાદ વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય
ગુજરાતમાં હવે ચોમાસાની વિદાય નિશ્ર્ચિત બની છે તથા છુટાછવાયા વરસાદની સંભાવના છે તે વચ્ચે સોમવારથી પ્રારંભ થઇ રહેલી નવરાત્રીની ઉજવણીનો ઉત્સાહ પણ શરુ થઇ ગયો છે તે વચ્ચે પ્રાચીન-અર્વાચીન દાંડીયા રાસ સહિતના આયોજનોમાં રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર સહિતનો ઉપયોગ થઇ શકશે તેવી જાહેરાત બાદ આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે નવરાત્રી સહિતના તહેવારોમાં રાત્રિના 12 વાગ્યા પછી પણ હોટલો-રેસ્ટોરા વગેરે ખુલ્લા રાખી શકાશે.
- Advertisement -
આજે રાજકોટમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્સનું ઉદ્દઘાટન કરવા આવેલા ગૃહમંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં નવરાત્રીની ઉજવણીનો માહોલ છે અને ધંધા-વ્યાપારને પણ લાંબા સમય પછી નવી આશા છે તે વચ્ચે રાજ્યમાં હોટલ અને રેસ્ટોરા હવે રાત્રિના 12 પછી ખુલ્લા રાખી શકાશે. જેનાથી નવરાત્રીની ઉજવણી પછી પરત ફરતા ખેલૈયાઓ સહિતના ખાણીપીણીની મોજ પણ માણી શકશે.
નવરાત્રિના 9 દિવસ સુધી રાત્રિનાં 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે. જો કે હોસ્પિટલ, કોર્ટ, શૈક્ષણિક સંસ્થાઓ કે તેની આસપાસના 100 મીટર સુધીના વિસ્તારને સાયસન્સ ઝોન લાગુ કરાયો છે ત્યાં લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં.
પરંતુ રાજ્યભરમાં હોટલ-રેસ્ટોરાઓ અને ખાણીપીણીની દુકાનો રાત્રે 12 વાગ્યા બાદ પણ ખુલ્લી રાખી શકાશે અને પોલીસ કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પણ રાત્રિનાં પેટ્રોલીંગ વ્યવસ્થા યથાવત રાખશે.
- Advertisement -