શાહ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા ખાતે નેશનલ એકેડેમી ઓફ કોસ્ટલ પોલીસિંગ કચેરીનું ખાતમુહૂર્ત કરશે
ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી પોતાના ગૃહ રાજ્ય ગુજરાતની બે દિવસીય પ્રવાસ પર આવી રહ્યા છે. અહીં તેઓ અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. શાહ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા ખાતે નેશનલ એકેડેમી ઓફ કોસ્ટલ પોલીસિંગ કચેરીનું ખાતમુહૂર્ત કરશે.
અમિત શાહ કચ્છ જિલ્લામાં મેડી અને જખૌ વચ્ચે રૂ. 164 કરોડના ખર્ચે બાંધવામાં આવી રહેલી આવી 18 ચોકીઓ પૈકીની પાંચ કોસ્ટલ આઉટપોસ્ટનું પણ ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય મંત્રી ગાંધીનગરમાં 20 અને 21મીએ ચાર કાર્યક્રમોમાં ભાગ લેશે.
ત્યારબાદ શાહ પોતાના સંસદીય મત વિસ્તાર ગાંધીનગરમાં એક નવી પહેલ અંતર્ગત બોરીજ ગામની પ્રાથમિક શાળાના બાળકોને રમતગમતની સામગ્રીનું વિતરણ કરશે. અધિકારીઓએ જણાવ્યું હતું. તેઓ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે અને ગાંધીનગર ઉત્તર વિધાનસભા આયોજિત ક્રિકેટ પ્રીમિયર લીગમાં ઉપસ્થિત રહેશે.
ગૃહ મંત્રી શાહ આજથી બે દિવસ ગુજરાતમાં
