બોટાદ જિલ્લાના પોલીસ વિભાગે કરેલાં અનોખા કર્યોની રસપ્રદ રજુઆત
24 કલાક ફરજ બજાવતા પોલીસ કર્મીઓની સકારાત્મક વાતો પણ સામે આવવી જોઈએ : હર્ષ ઠાકર
રાજકોટના યુવા લેખક હર્ષ ઠાકર દ્વારા અહર્નિશમ્ પુસ્તક લખવામાં આવ્યું છે. જેનું વિમોચન રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવીના હસ્તે કરવામાં આવ્યું છે. આ વિમોચનના પ્રસંગમાં બોટાદ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા પણ ઉપસ્થિત રહ્યા હતા.
12 વર્ષની ઉંમરથી જ લેખન ક્ષેત્રમાં રસ ધરાવનાર હર્ષ ઠાકર એક બ્રાન્ડીંગ કંપનીમાં કોપી-એડીટર તરીકે કાર્ય છે. 15 વર્ષથી લેખન ક્ષેત્ર સાથે સંકળાયેલા યુવા લેખક હર્ષ ઠાકરે પુસ્તકે વિશે વાત કરતાં કહ્યું હતું કે, આ પુસ્તક લખવાની પ્રેરણા મને બોટાદ જિલ્લાના પોલીસ વડા હર્ષદ મહેતા તરફથી મળી હતી. જેઓ જે-તે સમયે રાજકોટના એસ.પી. તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે. પોલીસ વડા હર્ષદ મહેતા સાથેની એક મુલાકાતમાં વાતચીત દરમિયાન પોલીસ વિભાગમાં થતી સકારાત્મક કામગીરીનો વિશે ચર્ચાઓ થઈ હતી. ઘણાં એવા કિસ્સાઓ બનતાં હોય છે કે પોલીસ વિભાગ – પોલીસ કર્મીઓ લોકોને સાચા અર્થમાં મદદરૂપ બનીને તેમની મૂંઝવણોને દૂર કરતાં હોય છે. 24 કલાક પોતાની ડ્યુટી કરતાં પોલીસ વિભાગની નકારાત્મક વાતો લોકો જે હોશ સાથે ઉજાગર કરતાં હોય છે તેમની હકારાત્મક વાતોને ઉજાગર કરવામાં સુસ્તી દાખવતાં હોય છે. આ સાંભળીને જ વિચાર કરી લીધો કે પોલીસની હકારાત્મક કામગીરીને ઉજાગર કરતાં પુસ્કતનું લેખન કરવું જોઈએ, તેમ યુવા લેખક હર્ષ ઠાકરે જણાવ્યું હતું.
- Advertisement -
પુસ્તક વિશે વધુ માહિતી આપતાં હર્ષ ઠાકરે કહ્યું હતું કે, આ પુસ્તકમાં બોટાદ જિલ્લાના પોલીસ વિભાગની 9 જેટલી સ્ટોરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પુસ્તક સુરતના ફેલીક્સ પ્રકાશન તળે છપાવવામાં આવ્યું છે. જેના પ્રકાશક જીગરભાઈ શાહ છે. હાલ આ પુસ્તકની 2000 જેટલી આવૃતિ છપાવવામાં આવી છે. પરંતુ નજીકના બુક સ્ટોરમાં આ પુસ્તક નજીવા દરે મળી રહે તેનું વિચારણા કરવામાં આવી રહી છે.