ખાસ-ખબર સંવાદદાતા
હોમગાર્ડ સીવીલ ડીફેન્સના 61માં સ્થાપના દિવસ અમદાવાદ ખાતે યોજાયેલ હતો. જેમાં હોમગાર્ડ દિવસ નિમિતે ડી.જી.ડિસ્ક એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા રાજભાઇ સનદભાઇ જાનીએ ઉત્કૃષ્ઠ કામગીરી બદલ સિવીલ ડિફેન્સ અને હોમગાર્ડના ડાયરેકટર જનરલ મનોજ અગ્રવાલના હસ્તે ડી.જી.ડિસ્ક એવોર્ડ એનાયત કરીને સન્માનીત કર્યા હતા. રાજુભાઇ જાની ડી.જી.ડિસ્ક એવોર્ડથી સન્માનીત થતા સમગ્ર જૂનાગઢ જિલ્લા હોમગાર્ડ યુનિટનું ગૌરવ વધાર્યુ હતુ.