હિન્દૂ ધર્મના ધાર્મિક તહેવાર પ્રસંગે તા.13 માર્ચના રોજ હોલિકા દહનનું આયોજન સમગ્ર રાજકોટ શહેરમાં વિવિધ જગ્યાએ કરવામાં આવ્યું હતું. શહેરમાં શેરી અને ગલીએ રાત્રીના રોજ હોળી પ્રગટાવામાં આવી હતી અને બીજા દિવસે ધુળેટીનો તહેવાર ઉલ્લાસભેર ઉજવાયો હતો. આ હોળી માટે જાહેર માર્ગો પર ખાડા કરવામાં આવતા હોય છે. તેમજ હોળીની રાખ આજે 15 તારીખે પણ રસ્તા પર ઠેરની ઠેર જ છે. જેને લઈને વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે. રસ્તા પર ચાલતા વાહનોને લઈને હોળીની રાખની અસર સમગ્ર વાતાવરણમાં જોવા મળી રહી છે. આ બાબતે પાલિકાએ અથવા હોળીનું આયોજન કરનાર સ્થાનિકોએ સંજ્ઞાન લઈને તાતકાલિક ધોરણે તેનો યોગ્ય નિકાલ કરી પહેલા જેવો જ ચોખ્ખો ચણાક રસ્તો બનાવી દેવો જોઈએ તેવી લોક માંગ ઉઠી છે.



