હોળીનો તહેવાર આવવામાં થોડા જ દિવસો બાકી રહ્યા છે. એવામાં અમે તમારા માટે એક સારી ખબર લઈને આવ્યા છીએ. જાણો રાશિ અનુસાર કયા રંગોથી હોળી રમવી શુભ રહેશે.
હોળીનો તહેવાર આવવાનો છે. આ વખતે હોળીનો તહેવાર 08 માર્ચે ઉજવવામાં આવશે. રંગોનો તહેવાર હોળી આખા દેશમાં ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે.
- Advertisement -
એવામાં રાશિ અનુસાર રંગોની પસંદગી કરીને તેનાથી હોળી રમવામાં આવે તો તે શુભ માનવામાં આવે છે. આવો જાણીએ હોળીના દિવસે કઈ રાશિઓ માટે કયા રંગથી હોળી રમવી શુભ માનવામાં આવશે.
મેષ અને વૃશ્ચિક
મેષ અને વૃશ્ચિક રાશિના જાતકો માટે હોળીના દિવસે લાલ અને ગુલાબી રંગ અથવા તો ગુલાલથી હોળી રમવી શુભ સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોએ આ રંગોથી જ હોળી રમવી.
- Advertisement -
વૃષભ અને તુલા
વૃષભ અને તુલા રાશિના જાતકો માટે સિલ્વર અને ગુલાબી રંગનો ઉપયોગ કરવો ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ રંગ તેમના માટે આ હોળી પર શુભ સાબિત થઈ શકે છે.
કન્યા અને મિથુન
કન્યા અને મિથુન રાશિના જાતકો માટે લીલો, પીળો, નારંગી અને લાઈટ પિંક રંગ આ હોળી પર શુભ માનવામાં આવે છે. હોળી રમતી વખતે આ રંગોની પસંદગી કરવી.
મકર અને કુંભ
મકર અને કુંભ રાશિના જાતકો માટે લીલો અને જાંબુડીયા રંગનો ઉપયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ મકર અને કુંભ રાશિના જાતકોએ આ હોળી પર આ રંગોથી હોળી રમવાનો આગ્રહ રાખવો.
કર્ક અને સિંહ
કર્ક અને સિંહ રાશિના જાતકો માટે નારંગી, લાલ અને પીળા રંગનો ઉપયોગ શુભ સાબિત થઈ શકે છે. આ બંન્ને રાશિના લોકોએ નારંગી, લાલ અને પીળા રંગથી જ હોળી રમવી.