એપ્રિલ અને મે મહિનામાં લીંબુના ભાવ 300એ પહોંચી શકે
લીંબુની સાથે અન્ય શાકભાજીના ભાવમાં પણ વધારો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
રાજ્યમાં ઉનાળાની સિઝન શરૂ થઈ રહી છે ત્યાં તો લીંબુની માંગ વધી છે અને લીંબુના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલ માર્કેટમાં માત્ર મહારાષ્ટ્રના લીંબુ આવતા હોવાના કારણે ભાવ રૂ.180 સુધી પહોંચ્યો છે. જેમાં વેપારીઓના અનુસાર, રમઝાનના તહેવારમાં લીંબુ અને ફુટનો સૌથી વધુ ઉપયોગ થતો હોય છે. જેની અસર જોવા મળી રહી છે.
લીંબુની સાથે અન્ય શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે. એટલું જ નહીં ગવાર, ચોળી, ટિંડોળા, ભીંડાના ભાવ રૂ.100ને પાર સુધી પહોંચી શકે છે. તેમજ ગરમીમાં અન્ય શાકભાજીના ભાવમાં પણ આગામી સમયમાં હજુ વધારો જોવા મળી શકે છે. જેના કારણે લોકોને 3વધુ મોંઘવારીનો માર પડી શકે છે. એટલું જ નહીં ઉનાળાની શરૂઆત સાથે જ વિવિધ શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ફુટના ભાવોમાં વધારો થયો છે. લીલા શાકભાજીની આવક ઘટતા ભાવોમાં રૂ.5 થી 20 સુધીનો વધારો થયો છે. ભીંડા, ચોળી, ગવાર, પાપડી, રવૈયા સહિતના ભાવોમાં કિલોએ રૂ.5 થી 20 સુધીનો વધારો થયો છે.
- Advertisement -
લીંબુના ભાવ હજી વધી શકે છે
ઉનાળામાં ગરમીથી બચવા અને લૂ ન લાગે તે માટે લીંબુનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે. આ વચ્ચે ઉનાળામાં લીંબુના ભાવમાં હજુ પણ વધારો થશે. જેના અંગે વેપારીઓના અનુસાર, એપ્રિલ અને મે મહિનામાં લીંબુના ભાવ રૂ. 300 એ પહોંચી શકે છે.