અન્ય ઘાયલ યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, કારચાલકને શોધવા પોલીસે તપાસ શરૂ કરી
હાઈવે પર દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે જેને લઈને અકસ્માતો પણ વધી રહ્યા છે. ત્યારે રાજકોટના બામણબોર નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બે યુવાનોને ફોચ્ર્યુનર ગાડીએ અડફેટે લેતાં એકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. કાર ચાલકને શોધવા કુવાડવા પોલીસ મથક દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
- Advertisement -
મૃત્યુ પામનારા વ્યક્તિનું નામ ગોપાલભાઈ હોવાનું સામે આવ્યું છે, જ્યારે ઇજાગ્રસ્ત વ્યક્તિનું નામ ઉદય હોવાનું સામે આવ્યું છે. હિટ એન્ડ રન કરી ભાગી જનાર ફોચ્ર્યુનર કારની નંબર પ્લેટ સ્થાનિકોએ પોલીસને આપી હતી. જેના આધારે કાર ચાલકને શોધવા કુવાડવા પોલીસ મથક દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.