25 વર્ષના ઋતુરાજ ગાયકવાડે તેની ઇનિંગની 49મી ઓવરમાં કુલ 43 રન બનાવ્યા હતા અને એ એક જ ઓવરમાં તેને 7 સિક્સ ફટકારી હતી.
વિજય હજારે ટ્રોફીમાં સોમવારે ઈતિહાસ રચવામાં આવ્યો છે. જણાવી દઈએ કે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ વચ્ચેની મેચમાં ફેન્સને એક જ ઓવરમાં સાત છગ્ગા જોવા મળ્યા હતા અને આ રેકોર્ડ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા ઋતુરાજ ગાયકવાડે બનાવ્યો છે. સાથે જ ગાયકવાડે અહીં ક્વાર્ટર ફાઈનલ મેચમાં પણ બેવડી સદી ફટકારી હતી.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
ગાયકવાડે તેની ધમાકેદાર આ ઇનિંગમાં 10 ફોર અને 16 સિક્સ ફટકારી
વિજય હજારે ટ્રોફીના આ મેચમાં ઉત્તર પ્રદેશ સામેની આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા મહારાષ્ટ્રે 50 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 330 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે માત્ર 159 બોલમાં 220 રનની અણનમ ઇનિંગ રમી હતી અને ગાયકવાડે તેની ધમાકેદાર આ ઇનિંગમાં 10 ફોર અને 16 સિક્સ ફટકારી હતી. આ બધા સાથે જ આઉથી વધુ આશ્ચર્યજનક વાત એ રહી હતી કે ઇનિંગની 49મી ઓવરમાં ઋતુરાજ ગાયકવાડે 7 સિક્સર ફટકારી હતી.
6⃣,6⃣,6⃣,6⃣,6⃣nb,6⃣,6⃣
Ruturaj Gaikwad smashes 4⃣3⃣ runs in one over! 🔥🔥
Follow the match ▶️ https://t.co/cIJsS7QVxK…#MAHvUP | #VijayHazareTrophy | #QF2 | @mastercardindia pic.twitter.com/j0CvsWZeES
— BCCI Domestic (@BCCIdomestic) November 28, 2022
એક જ ઓવરમાં 7 સિક્સર ફટકારી
25 વર્ષીય ઋતુરાજ ગાયકવાડે ઇનિંગની 49મી ઓવરમાં કુલ 43 રન બનાવ્યા હતા અને એ એક જ ઓવરમાં તેને 7 સિક્સ મારી હતી. યુપીની એ ઓવરમાં શિવા સિંહે બોલિંગ કરી રહ્યા હતા જેમાં તેને એક બોલ નો-બોલ ફેંક્યો હતો અને દરેક બોલમાં ઋતુરાજ ગાયકવાડે સિક્સ ફટકારી હતી. જણાવી દઈએ કે ઋતુરાજ ગાયકવાડ આવું કરનાર વિશ્વનો પહેલો બેટ્સમેન બની ગયો છે.
ઋતુરાજ ગાયકવાડે તેની ઇનિંગ્સમાં આ રેકોર્ડ બનાવ્યા
• લિસ્ટ-એ ક્રિકેટમાં તેની પહેલી બેવડી સદી
• લિસ્ટ-એ ક્રિકેટમાં એક ઓવરમાં સૌથી વધુ રન
• એક ઓવરમાં 7 સિક્સર મારનાર પહેલો બેટ્સમેન
• લિસ્ટ-એ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર 11મો ભારતીય ખેલાડી
DOUBLE-CENTURY!
Ruturaj Gaikwad finishes with an unbeaten 2⃣2⃣0⃣* off just 159 balls! 👏
Follow the match ▶️ https://t.co/cIJsS7QVxK#VijayHazareTrophy | #QF2 | #MAHvUP | @mastercardindia pic.twitter.com/pVRYh4duLk
— BCCI Domestic (@BCCIdomestic) November 28, 2022
એક ઓવરમાં સૌથી વધુ રનનો રેકોર્ડ
• 43 રન: ઋતુરાજ ગાયકવાડ – મહારાષ્ટ્ર vs ઉત્તર પ્રદેશ, નવેમ્બર 2022 (ભારત)
• 43 રન: બી. હેમ્પટન અને જે. કાર્ટર – નોર્ધન ડિસ્ટ્રિક્ટ vs સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ, નવેમ્બર 2018 (ન્યૂઝીલેન્ડ)