હુગલી નદીની નીચે 520 મીટર ટનલનું અંતર 45 સેક્ધડમાં કવર
ખાસ-ખબર સંવાદદાતા
ભારતમાં કોલકતા મેટ્રોએ નવો ઈતિહાસ રચ્યો છે. સમગ્ર ભારતમાં પ્રથમવાર ટ્રેનને નદીની અંદર બનાવાયેલી સુરંગમાં દોડાવવામાં આવી હતી. હુગલી નદીમાંથી ટ્રેન કોલકતાથી હાવડા પહોંચી હતી. ટ્રાયલ રનમાં એન્જીનીયરો તથા અધિકારીઓને જ બેસાડવામાં આવ્યા હતા. ટ્રાયલ રન સાત માસ ચાલશે. ત્યારબાદ નિયમિત સેવા શરૂ કરવાનો ટારગેટ છે. હુગલી નદીની અંદર 520 મીટરની ટનલનું અંતર 45 સેક્ધડમાં કવર થઈ શકે છે. આ રૂટ નિયમિત સફર માટે ખુલ્લો મુકાયા બાદ હાવડા દેશનું સૌથી ઉંડુ મેટ્રો સ્ટેશન બની જશે જે સપાટીથી 32 મીટર નીચે છે.
કોલકત્તામાં ઈતિહાસ રચાયો, નદીની નીચે દોડી મેટ્રો ટ્રેન
