સત્નો આધાર ડગમગી ગયો
આપા ગીગાની ઊર્જાવાન જગ્યામાં સત્તાનો, ધનનો નાચ: લાખો અનૂયાયીઓમાં રોષ
- Advertisement -
સતાધારના મહંત પર કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપ: મંદિરમાં નાણાકીય ગોટાળો, વ્યભિચારી પ્રવૃત્તિ અને દાદાગીરીથી સેવકો પરેશાન: સગા ભાઈનો મુખ્યમંત્રીને પત્ર
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.12
જૂનાગઢમાં અંબાજી અને ભવનાથનું મંદિરનો વિવાદ હજી તો સમ્યો નથી ત્યાં સતાધારની જગ્યાના મહંત પર સગા ભાઈએ જ ગંભીર આક્ષેપો લગાવ્યા છે. સતાધારના મહંત વિજય બાપુના સગાભાઈ નીતિન ચાવડાએ મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. જેમાં મહંત દ્વારા ગેરકાયદેસર કરોડોના વ્યવ્હાર અને સતાધારમાં જ રહેતી મહિલા ગીતા અને વિજય બાપુ વચ્ચે પ્રેમ સંબંધ છે અને બંનેએ લગ્ન કરી લીધા હોવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ બાબતે સતાધારના મહંત વિજય બાપુ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરતા બાપુ મંદિરમાં હાજર ન હોવાથી તેમનો સંપર્ક થઈ શક્યો નથી.
- Advertisement -
સતાધારના મહંત વિજયબાપુના ભાઈ નીતિનભાઈ ચાવડાએ તાજેતરમાં મીડિયાને જણાવ્યું છે કે, સતાધાર મહંતના નાણાકીય વ્યવહારો ખૂબ જ ચોકાવનારા છે. તેમજ તેની વ્યભિચારી પ્રવૃત્તિઓ અવિરત પણે શરૂ છે. તેમજ સતાધારમાં કામ કરતા નાના માણસો, સેવા કરતા દાતાઓને વિના કારણે ગીતાબેનના કારણે ખૂબ માર મારવામાં આવે છે અને આ બાબતે કોઈ નાના માણસો પોલીસ ફરિયાદ પણ કરી શક્યા નથી. જેના કારણે દિવસેને દિવસે તેમની દાદાગીરી વધતી ગઈ છે. જેને લઈ મેં મુખ્યમંત્રી અને ગૃહમંત્રી રજૂઆત કરી આ બાબતે વાકેફ કર્યા છે. ત્યારે સતાધાર ને સરકાર દ્વારા વહીવદારની નિમણૂક થાય તેવી માંગ કરી છે.
નીતિન ચાવડાએ વધુમાં જણાવ્યું છે કે, ગીતાબેને અમારી જાણ મુજબ બે-ત્રણ લગ્ન કર્યા છે અને સતાધારમાં છેલ્લા 20 વર્ષથી રહે છે અને સતાધારના મહંત વિજયબાપુ સાથે તેમને પ્રેમ સંબંધ થઈ ગયો છે, જેમણે લગ્ન અને મૈત્રી કરાર પણ કરી લીધા છે. વિજય ભગતને બ્લેકમેઇલિંગ કરી સતાધારના કરોડો રૂપિયા ગીતાબેને ઉઠાવી લીધા છે. જે આજે મીડિયા સમક્ષ મારી વાત રજૂ કરું છું.
03/12/2024ના રોજ નીતિન ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો કે, જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના સતાધાર મુકામે આપાગીગાનું મંદિર હાલ અસ્તિત્વમાં છે. ત્યાંના હાલના મહંત અને એકમાત્ર ટ્રસ્ટી વિજય ભગત ગુરૂ જીવરાજ ભગત મંદિરનો વહીવટ સંભાળે છે. છેલ્લા 20 વર્ષથી સતાધાર મંદિરના મહંત તરીકે વહીવટ વિજય બાપુ કરી રહ્યા છે, મંદિરની પોતાની 1200થી 1300 વીઘા જમીન છે. તેમજ મંદિર પાસે ગેરકાયદેસર 60 દુકાનો પણ છે જેનું વાર્ષિક ભાડું બે લાખથી અઢી લાખ છે. તેમજ મોટી ગૌશાળા સતાધારના ગ્રાઉન્ડમાં આવેલી છે. આ ગૌશાળામાં જે ગાયો છે તેના દૂધની વાર્ષિક આવક એક કરોડથી વધુની થાય છે. તેમજ ખેતીવાડીની વાર્ષિક આવક 50 કરોડ તેમજ ધર્માદાની વાર્ષિક આવક 100 કરોડ ઉપરની થાય છે. ત્યારે આ તમામ રકમ મહંત વિજય બાપુ દ્વારા ગેરમાર્ગે વાપરવામાં આવે છે. ત્યારે સતાધારમાં વહેલી તકે વહીવટદારની નિમણૂક થાય તેવી વિનંતી સતાધારના મહંત વિજય બાપુના ભાઈ નીતિન ચાવડા દ્વારા કરવામાં આવી હતી.
જેનાં સત્ની દુહાઈઓ દેવાતી હતી એ ધર્મસ્થાનમાં ખેલાતાં ગંદા ખેલ