ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.10
બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર બાદ નવી વચગાળાની સરકાર રચવામાં આવી છે. બાંગ્લાદેશમાં અલ્પ સંખ્યક સહિત હિન્દુઓ પર હુમલા થઈ રહ્યા છે. ત્યારે અનેક હિન્દુ પરિવારો પોતાના ઘર છોડીને ભારત આવવા માંગે છે. ભારત-બાંગ્લાદેશ સીમા પર હજારોની સંખ્યામાં હિન્દુ સમુદાયના લોકો હાજર છે. બંગાળના કુચબિહારના સિતાલકુચીમાં 1 હજાર કરતાં વધારે બાંગ્લાદેશી હિન્દુઓ તળાવમાં ઉભા રહીને BSF ને અપીલ કરી રહ્યા છે અમને ભારતમાં દાખલ થવાની મંજૂરી આપો.
કુચબિહારના કાશિયાર બરુની વિસ્તારમાં પઠાનટુલી ગામમાં સીમા પાર કરવાની કોશિશ કરી રહેલા લોકોએ તળાવના પાણીમાં ઉભા રહીને કલાકો સુધી રાહ જોતા રહ્યા હતા. તેમનામાંથી અનેક લોકોએ જય શ્રી રામ અને ભારત માતાની જયના નારા પણ લગાવ્યા હતા.
- Advertisement -
BSF દ્વારા આ લોકોને સીમાના ઝીરો પોઈન્ટ પર 150 ગજ દૂર અટકાવ્યા હતા. BSF ના જવાનો દ્વારા અનેકવાર અપીલ કરવામાં આવી કે તેઓ પાછા જતા રહે પરંતુ તેઓ પાછા જવા તૈયાર ન હતા. હાલ BSF એલર્ટ છે ને સીમા સુરક્ષાને લઈને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. BSF ના અધિકારીઓએ જણાવ્યું કે અત્યાર સુધીમાં ભારતમાં પ્રવેશ કરનાર લોકોનું આ સૌથી મોટું ગ્રુપ છે.