-રૂ.816 કરોડના ખર્ચે અમેરિકાની એક હજાર સ્કુલોમાં હિન્દી ભાષા ભણાવાશે
જો બધું નિશ્ચિત સમયે પાર પડયુ તો ટુંક સમયમાં અમેરિકામાં ભારતીય ભાષા હિન્દી પોતાનું સ્થાન લઈ શકશે. મહત્વની વાત એ છે કે અમેરિકાના વિદ્યાલયોમાં અંગ્રેજી બાદ બીજી ભાષા તરીકે હિન્દી ભાષા ભણાવવામાં આવશે.
- Advertisement -
બાઈડન પ્રશાસનને અમેરિકી સ્કુલમાં હિન્દી ભણાવવાનો પ્રસ્તાવ મળ્યો છે. સતારૂઢ ડેમોક્રેટીક પાર્ટીના સંગઠન એશિયા સોસાયટી (એએસ) અને ઈન્ડીયન અમેરિકન ઈમ્પેકટ (આઈએઆઈ) સાથે સંકળાયેલા 100થી વધુ જનપ્રતિનિધિઓએ રાષ્ટ્રપતિ જો બાઈડનને આ પ્રસ્તાવ સોંપ્યો છે. પ્રસ્તાવમાં 816 કરોડ રૂપિયાના ફંડથી એક હજાર સ્કુલોમાં હિન્દીનો કોર્ષ શરૂ કરવાની વાત છે.
સંભાવના છે કે, બાઈડનનું ભારત પ્રત્યે સકારાત્મક વલણ અને આગામી વર્ષે રાષ્ટ્રપતિ ચુંટણીને ધ્યાનમાં રાખી આ પ્રસ્તાવને મંજુરી મળી જશે. આવતા વર્ષે સપ્ટેમ્બરથી હિન્દી ભાષાનું ભણતર શરૂ થઈ જશે. અમેરિકામાં રહેતા લગભગ 45 લાખ ભારતવંશીઓમાં હિન્દી સૌથી વધુ 9 લાખથી વધુ લોકો દ્વારા બોલાતી ભાષા છે.
આ પ્રસ્તાવથી શું થશે ફાયદો?: સૌથી પહેલા છાત્રોને વૈશ્ર્વિક અર્થ વ્યવસ્થા માટે તૈયાર કરવામાં મદદ મળશે. હિન્દી દુનિયાની ચોથી સૌથી વધુ બોલાતી ભાષા છે. સંયુક્ત રાજય અમેરિકા અને ભારત વચ્ચે સાંસ્કૃતિક સમજ અને પ્રશંસાને પ્રોત્સાહન મળશે. કારણ બન્ને દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશો છે.
- Advertisement -
આ દેશોમાં ભણાવાય છે હિન્દી ભાષા: હિન્દીને પહેલાથી જ વૈશ્વિક સ્તરે ઘણી ઓળખ મળી છે. મોરેશિયસ, ફિજી, જાપાન, ઈટલી, નેપાળ, દક્ષિણ આફ્રિકા, ફીનલેન્ડ સહિત અનેક દેશોમાં હિન્દી ભણાવાય છે. બ્રિટને પણ આ સત્રથી 1500 સ્કુલોમાં હિન્દી ભણાવવાનો ફેસલો કર્યો છે.