અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટે અનામત રાખ્યો ચુકાદો
SEBIની તપાસ પર શંકા કરવાના કોઇ કારણો નથી: સુપ્રીમ કોર્ટ
સૌજન્ય: ઑપ ઈન્ડિયા-ગુજરાતી
અમેરિકી ફર્મ હિંડનબર્ગે જાણીતા ભારતીય ઔદ્યોગિક જૂથ અદાણી જૂથ પર સ્ટોક માર્કેટ રેગ્યુલેશનના ઉલ્લંઘનના આરોપો લગાવ્યા બાદ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો અને ઙઈંક મારફતે આ આરોપોની તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી. જે મામલે ચાલતા કેસમાં આખરે સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. હવે પછી જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે કોર્ટ ચુકાદો જાહેર કરશે. શુક્રવારે (24 નવેમ્બર) ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી ખંડપીઠે મામલાની સુનાવણી હાથ ધરી હતી. ઈઉંઈં, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે લગભગ 2 કલાક સુધી કેસની સુનાવણી કરી અને ત્યારબાદ ચુકાદો અનામત રાખવાનું એલાન કર્યું હતું. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે કેસ દરમિયાન કે તપાસ દરમિયાન એવું માનીને ન ચાલી શકાય કે હિંડનબર્ગનો રિપોર્ટ સત્ય જ છે. તેમાં જે બાબતો કહેવામાં આવી છે તે સાચી છે કે નહીં તે તપાસનો વિષય છે. અરજદાર તરફથી વકીલ પ્રશાંત ભૂષણ અને અન્યોએ હિંડનબર્ગના રિપોર્ટને ટાંકીને તેમાં ‘તથ્યાત્મક ઘટસ્ફોટ’ થયા હોવાની દલીલ કરી હતી, જેના જવાબમાં કોર્ટે આ ટિપ્પણીઓ કરી હતી. ઈઉંઈંએ કહ્યું કે, આપણે એવું માની લેવાની જરૂર નથી કે હિંડનબર્ગનો રિપોર્ટ તથ્યાત્મક રીતે સાચો જ છે.અને એટલે જ અમે જઊઇઈંને (સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ જ્ઞર ઇન્ડિયા) તપાસ કરવા માટે કહ્યું છે. ભૂષણે વધુમાં દલીલ કરી કે, જઊઇઈંની ભૂમિકા શંકાસ્પદ એટલા માટે છે કારણ કે 2014માં પણ ઉછઈં (ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ) દ્વારા એક પત્ર મોકલીને અદાણી જૂથ વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી અને તે મામલો તેમના ધ્યાને આવ્યો હતો. જેની ઉપર કોર્ટે કહ્યું કે તે મામલો અલગ હતો તો સાથે જૠએ પણ ઉમેર્યું હતું કે આ મામલે જઊઇઈંએ 2017માં તપાસ પૂર્ણ કરી લીધી હતી અને અદાણી જૂથ વિરુદ્ધ કોઇ આરોપો સિદ્ધ થયા ન હતા. ત્યારબાદ ઈઉંઈંએ વકીલ પ્રશાંત ભૂષણને ટકોર કરતાં કહ્યું કે, આરોપો લગાવવા બહુ સહેલા છે. તમે ઉછઈં અને જઊઇઈંના કમ્યુનિકેશન પર આધાર રાખી રહ્યા છો, જ્યારે ઉછઈંએ મામલો પહેલેથી જ બંધ કરી દીધો છે અને તપાસ પણ પૂર્ણ થઈ ચૂકી છે.
- Advertisement -
અખબારમાં આવ્યું એ બધું સાચું જ, એવું ન માની શકાય કે વગર પુરાવાએ SEBI પર શંકા ન કરી શકાય: કોર્ટ
સુનાવણી દરમિયાન પ્રશાંત ભૂષણે ‘ધ ગાર્ડિયન’ અને ‘ફાયનાન્સિયલ ટાઈમ્સ’ જેવાં વિદેશી અખબારોમાં પ્રકાશિત અહેવાલોને ટાંકીને દલીલ કરી કે, જઊઇઈંએ બરાબર તપાસ કરી નથી અને તેથી આ મામલાની તપાસ માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (જઈંઝ) રચવામાં આવવી જોઈએ. જોકે, કોર્ટે આ દલીલો ફગાવી દીધી હતી અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જઊઇઈંની તપાસ પર શંકા કરવાનાં કોઇ પર્યાપ્ત કારણો કોર્ટ પાસે નથી. ઈઉંઈંએ કહ્યું કે, જઊઇઈં એક સ્ટેટ્યુચરી બોડી છે, જે સ્ટોક માર્કેટ મનિપ્યુલેશનની તપાસ કરવા માટે રચાયેલી છે. કોર્ટ માટે શું એ યોગ્ય રહે કે કોઇ પણ દસ્તાવેજી સામગ્રી વગર એવું કહી દેવાય કે અમને જઊઇઈં પર વિશ્ર્વાસ નથી અને પોતાની રીતે નવી જઈંઝ બનાવીશું? આગળ તેમણે કહ્યું કે, મને લાગે છે કે અખબારમાં લખવામાં આવ્યું હોય, તે પછી ગાર્ડિયન હોય કે ફાઇનાન્સિયલ ટાઈમ્સ, તે બધું સાચું જ માની લેવાની જરૂર નથી. અમે એમ નથી કહેતા કે એમને તેમની ઉપર શંકા છે, પણ એવું પણ ન કહી શકાય કે સ્ટેચ્યુટરી બોડી પર સવાલ ઉઠાવવા માટે આ પુરાવાઓ પૂરતા છે. જઊઇઈંએ શું કરવું જોઈએ? પત્રકારો પાસે જઈને તેમણે જે ‘સૂત્રો’ના આધારે માહિતી મેળવી હોય તેની તપાસ કરવી જોઈએ? જો પત્રકાર પાસે તમામ દસ્તાવેજી પુરાવાઓ ઉપલબ્ધ થઈ રહેતા હોય તો પછી જેના અધિકારક્ષેત્રમાં આવે છે તે જઊઇઈં પાસે કેમ ન હોય?