પોસ્ટ શેર કરી ચાહકોને માહિતી આપી
મને ખૂબ તાવ છે અને મારી છેલ્લી ચાર રાત ખૂબ જ ખરાબ હતી, આ તાવ ઓછો થતો નથી, સતત 102-103 પર રહે છે, હવે કોઈ એનર્જી બચી નથી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
યે રિશ્ર્તા ક્યા કહેલાતા હૈ ફેમ અને બિગ બોસમાં નામના મેળવનાર હિના ખાનના ફેન્સ માટે એક ખરાબ સમાચાર છે. એકટ્રેસ તાવના કારણે હોસ્પિટલમાં એડમીટ છે. યે રિશ્ર્તા ક્યા કહેલાતા હૈ સીરિયલથી રાતોરાત પ્રખ્યાત થનાર હિના ખાન લાંબા સમય સુધી આ શોનો ભાગ હતી. આ શો પછી હિના બિગ બોસમાં જોવા મળી હતી. જોકે, હાલ એકટ્રેસ તાવને કારણે હોસ્પિટલમાં એડમીટ છે જેની માહિતી ખુદ એકટ્રેસે એક પોસ્ટ શેર કરીને તેના ચાહકોને આપી છે.
હિનાએ જણાવ્યું કે, તેને ખૂબ તાવ હતો, જેના કારણે તેને દાખલ કરવી પડી હતી. આ સાથે ફેન્સને હેલ્થ અપડેટ આપતા હિનાએ કહ્યું કે, તે જલ્દી સ્વસ્થ થઈ જશે. હિનાએ ઈન્સ્ટાગ્રામ પર બે ફોટા શેર કર્યા છે. એક ફોટોમાં હિના હોસ્પિટલના બેડ પર બેઠેલી જોવા મળી રહી છે. બીજા ફોટોમાં હિનાએ થર્મોમીટરનો ફોટો શેર કર્યો છે, જેમાં તેના શરીરનું તાપમાન 102 દેખાઇ રહ્યું છે. આ ફોટોના કેપ્શનમાં તેણે લખ્યું- મને ખૂબ તાવ છે અને મારી છેલ્લી ચાર રાત ખૂબ જ ખરાબ હતી. આ તાવ ઓછો થતો નથી. સતત 102-103 પર રહે છે. હવે કોઈ એનર્જી બચી નથી. હિનાએ એમ પણ લખ્યું- જે લોકો મારા વિશે ચિંતિત છે, તેમને જણાવી દો કે હું જલદી જ કમ બેક કરીશ.